મરી ફ્લેવરના ઘરે જ બનાવેલ હાઇજેનિક ગાંઠિયા, નાના મોટા દરેકને પસંદ આવશે એવા ગાંઠિયા…

ચાલો આજે આપણે બનાવીશું મરી ફ્લેવરના ઘરે જ બનાવેલા હાઈજેનીક ગાંઠીયા. આ ગાંઠીયા નાના બાળકોને અને મોટા ને પણ ભાવે તેવા. આ ગાંઠીયા તમે એમ નામ પણ ખાય શકો છો. મમરા માં પણ નાખી શકો છો. આનું શાક પણ બનાવી શકો છો. ચાલો આપણે તેની સામગ્રી જોઈએ. રેસિપીનો વિડિઓ અંતમાં આપેલ છે એ ખાસ જુઓ પરફેક્ટ માપ તમે ત્યાંથી જાણી શકશો.

સામગ્રી

  • તેલ
  • મીઠું
  • મરી પાવડર
  • અજમો
  • બેસન
  • પાપડીયો ખારો

રીત-

1- તો ચાલો આપણે મરી ફ્લેવરના ગાંઠિયા બનાવવાનું શરૂ કરીએ.

2- સૌથી પહેલા આપણે અડધી વાડકી તેલ લેવાનું છે.અને પોણી વાડકી પાણી લેવાનું છે. આમાં તેલ કરતાં બે ચમચી પાણી વધારે છે.હવે તેમાં સ્વાદ અનુસાર મીઠું નાખીશું.

3- હવે આપણે તેમાં અડધી ચમચી અજમો લઈશું. અજમો હાથ થી મસળી ને નાખીશું. પાણી માં નાખીશું અને પાણીમાં તેની સ્મેલ આવવાથી ગાંઠીયા માં સારી સુગંધ આવશે.

4- હવે તેમાં આપણે અડધી ચમચી મરીનો પાવડર નાખીશું. તે પણ પાણીમાં નાખીશું.જેથી તેની સુગંધ પણ સારી આવશે અને તેની તીખાશ પણ બેસી જશે.

5- હવે આપણે તેમાં થોડો જ પાપડીયો ખારો લીધો છે. તે નાખીશું. ખારો નાખવાથી પોચા અને ક્રિસ્પી બને છે.

6- હવે તેને બરાબર મિક્સ કરી લેવાનું છે. મીઠું બરાબર ઓગળી જાય અને તેલ પાણી બધું મિક્સ થઈ જાય.તે રીતે આપણે મિક્સ કરી લેવાનું છે.

7- આપણે લોટ ઉપર મરી ને બધું નાખીએ તો અમુક જગ્યાએ વધારે પડે અમુક જગ્યાએ ઓછું પડે તેથી પાણીમાં બધું મિક્સ કરી લઈએ તો બધું સારી રીતે મિક્સ થઈ જાય.

8- હવે તમે વીડિયોમાં જોઈ શકો છો કે આપણું મીઠું ઓગળી ગયું છે.હવે આપણે તેમાં લોટ ચારિશું. તમે બેસન ની કોઈ પણ આઇટમ બનાવો તો લોટ ને ચારી ને જ યુઝ કરવાનો.

9- આપણે અહીંયા બે વાડકી બેસન લઈશું. લોટ ચારવાથી એકદમ છુટ્ટો થઈ જાય છે. અને આપણને લોટ બાંધવામાં પણ સરળ રહે છે. એમ નમ નાખીએ તો અમુક જગ્યાએ ગાંઠીયા રહી જાય.એટલે આપણે લોટ ચારી ને જ યુઝ કરવાનો.

10-હવે આપણે તેને ચમચી થી મિક્સ કરી લઈશું. પછી તેને હાથ થી મિક્સ કરી લઈશું. આપણા આટલા તેલ અને પાણી માં આપણો લોટ સરસ બંધાઈ ગયો છે.

11- હવે લોટ નો કલર થોડો ડાર્ક લાગે છે તો હાથમાં એક ચમચી જેટલું પાણી લઇ ને હાથ થી લોટ ને મસળી લેવાનું.

12- મસળવાથી આપણા ગાંઠીયા એકદમ પોચા થશે. હવે આપણા લોટમાં કલરનો ચેન્જ આવી ગયો છે.

13- હવે આપણે ગાંઠિયા પાડવા માટે સંચા ની જારી સેટ કરી લઈશું. પહેલા આપણે સંચા માં થોડું તેલ લગાવી લઈશું. તે રીતે આપણે જારી ને પણ તેલ લગાવી લઈશું.

14- હવે ગેસ ચાલુ કરીને તેલ ગરમ કરવા મૂકવું. હાથમાં થોડું તેલ લગાવી ને પછી હાથમાં થોડો લોટ લઈને લુવા જેવું બનાવી લેવાનું. હવે સંચામાં ભરી દેવાનું.

15- હવે સંચો ભરાઈ જાય એટલે તેને વાખી ને. આપણું તેલ ગરમ થાય એટલે તેમાં ગાંઠીયા પાડીશું.

16- હવે તેલ ગરમ થયું છે કે નહિ તે ચેક કરવા માટે તેમાં નાનો ટુકડો લોટ નો નાખીશું.હવે ધીમે ધીમે ઉપર આવે એટલે સમજવાનું કે તેલ હજુ ગરમ નથી થયું.

17- હવે આપણે અંદર લોટ નો ટુકડો નાખીએ તો તરત જ ઉપર આવે તો તે રીત નું આપણે તેલ ગરમ કરવાનું છે.

18- હવે આપણે ગાંઠિયા પાડવાનું શરૂ કરીશું. આપણે સંચા ને ચારે બાજુ ગોળ ફેરવવાનું છે. હવે તમે વીડિયોમાં જોઈ શકો છો કે આપણા ગાંઠીયા અંદર પડતાની સાથે જ ફૂલી જાય છે. પછી હાથ થી લઇ ને અંદર મૂકી દઈશું.અને સંચો થોડો ઉન્ધો ફેરવી દેવાનો. જેથી કરીને આપણા ગાંઠીયા નીચે નીકળે નહીં.

19- હવે તમે વીડિયોમાં જોઈ શકો છો કે આપણા ગાંઠીયા એકદમ સરસ થયા છે ને દુકાનવાળા કરતાં પણ સરસ.

20- આ ગાંઠીયા તમને અને તમારા બાળકોને પણ ભાવશે. અને ચા જોડે મરી વારા ગાંઠીયા ખાવાની ખુબ મજા આવશે.

21- આ ગાંઠીયા બનાવવા સહેલા છે તેને પંદરથી વીસ મિનિટ લાગે છે. એક જ સંચામાં આપણે અઢીસોથી ત્રણસો ગ્રામ ગાંઠિયા પાડી શકીએ છે.

22- આ આપણે ઘરે બનાવેલા હાઈજેનીક હોય અને બહારથી લાવેલા કયું તેલ વાપરે છે કયો લોટ વાપરે છે તેના કરતાં હાઈજેનીક સારા અને સસ્તા પડે છે ગાંઠીયા.

23- હવે ક્રિસ્પી થાય ત્યાં સુધી તળી લેવાના છે. અને બંને સાઇડ ઊલટસૂલટ કરીને તળી લઈશું.

24- હવે તમે વીડિયોમાં જોઈ શકો છો કે આપણા ગાંઠીયા તૈયાર થઈ ગયા છે. હવે તેવી જ રીતે બીજા પણ પાડી લઈશું. અને તળી લઈશું. આપણે ગેસ ફાસ્ટ જ રાખવાનો છે. કારણકે ધીમા ગેસ પર તેલ ઠંડુ થઈ જાય છે તો ગાંઠિયામાં મજા નઈ આવે.

25- જેથી આપણા ગાંઠીયા એક સરખા ક્રિસ્પી બની જાય. આપણે ગાંઠિયા બહારથી લાવીએ તો તેલ તેલ વાળા હોય છે. અને ઘરના એકદમ કોરા બન્યા છે.

26-આ ગાંઠિયા ખાવામાં ખૂબજ સ્વાદિષ્ટ લાગે છે. તમે ચા સાથે ખાઈ શકો છો. જો તમારે નાસ્તો કરવો હોય તો ગાંઠીયા,મરચા, ડુંગળી સાથે તમે ખાઈ શકો છો.

27- આપણા મરી ફ્લેવરના ઘરે જ બનાવેલા હાઇજેનિક ગાંઠિયા એકદમ પોચા અને ક્રિસ્પી બનીને તૈયાર થઈ ગયા છે. તો આપણે હવે ચા સાથે સર્વ કરીશું.

28- તો હવે તમે આજ રેસીપી થી ચોક્કસથી વિડિયો ને અંત સુધી જોજો બનાવજો ખાજો અને ખવડાવજો.

રેસિપી વિડિઓ :


રસોઈની રાણી : પદમા ઠક્કર

Youtube ચેનલ : જલારામ ફૂડ હબ

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *