રણબીર અને આલિયાના લગ્ન કરતા પણ ખુબ ચર્ચામાં છે આ કપલની વેડિંગ, એજન્સીએ શેર કરી સુંદર તસવીરો

કોરિયન પોપ્યુલર ડ્રામા ક્રેશ લેન્ડિંગ ઓન યુના ઓન-સ્ક્રીન કપલ Hyun Bin અનેSon Ye-jin લગ્નના બંધનમાં બંધાઈ ગયા છે. તેમના લગ્નના સમાચારથી ચાહકો ખુશીથી ઉછળી રહ્યાં છે. ટીવી પર દેખાતું આ ક્યૂટ કપલ હવે રિયલ લાઈફમાં પતિ-પત્ની બની ગયું છે. લગ્નના દસ દિવસ બાદ આ કપલ સોમવારે હનીમૂન માટે રવાના થઈ ગયું છે. અને આ દરમિયાન, Hyun Bin અને Son Ye-jin લગ્નના ફોટા સોશિયલ મીડિયા પર હેડલાઇન્સમાં રહે છે.

image source

Hyun Bin અને Son Ye-jinની એજન્સીએ કપલની અનશીન વેડિંગ તસવીર શેર કરી છે. આ તસવીરો જાહેર કરીને એજન્સી કપલના લગ્ન જીવન માટે ચાહકોનો પ્રેમ અને આશીર્વાદ પણ માગ્યા છે. Hyun Bin અને Son Ye-jinના લગ્ન સ્થળને સફેદ-ગુલાબી ગુલાબથી શણગારવામાં આવ્યું છે. આ ફ્લોરલ ડેકોરેશન વચ્ચે સફેદ ગાઉનમાં પહેરી Son Ye-jin કોઈ અપ્સરાથી ઓછી સુંદર દેખાતી ન હતી. બ્લેક એન્ડ વ્હાઇટ ફોર્મલ વેડિંગ સૂટમાં, હ્યુન બિન પણ ચાહકોના દિલ જીતવામાં સફળ રહ્યો. કપલના આ અનસીન વેડિંગ ફોટોઝ ખૂબ જ વાયરલ થવા લાગ્યા છે.

કપલ હનીમૂન માટે યુએસ રવાના
image source

તમને જણાવી દઈએ કે હ્યુન બિન અને સોન યે-જિન સોમવારે એરપોર્ટ પર જોવા મળ્યા હતા. અહેવાલો કહે છે કે કપલ હનીમૂન માટે યુએસ રવાના થયું છે. તેઓ અમેરિકામાં તેમની રોમેન્ટિક હનીમૂન મનાવવાના છે. વિડીયોમાં Hyun Bin એરપોર્ટ પર એન્ટર થવા પહેલા દેખાઈ રહ્યો છે. સફેદ ટી-શર્ટ અને બ્લેક પેન્ટમાં તે ખૂબ જ હેન્ડસમ દેખાઈ રહ્યો છે. એમણે કેઝ્યુઅલ લુકને કોમ્ફી સૂઝ સાથે કમ્પ્લીટ કર્યા છે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *