વિંટર સ્પેશિયલ મસાલા બાજરી – એકની એક ખીચડી ખાઈને કંટાળી ગયા છો? તો એકવાર આ જરૂર બનાવજો…

આપણે ત્યાં બાજરી નો ઉપયોગ રોટલા બનાવવામાં વધારે પ્રમાણમાં થતો હોય છે. તો ક્યારેક બાજરીની ખીચડી કે પોરીંજ પણ બનાવવામાં આવતો હોય છે. સાઉથમાં બાજરીનું સલાડ અને ઉત્તપમ પણ બનાવાવામાં આવતુ હોય છે. હાલ ઢોસાની ગુણવત્તા સુધારવા માટે તેમાં લોટ ના સ્વરુપે ઉમેરવામાં આવે છે.

વીક માં 2 વાર બાજરી ભોજનમાં કોઇને કોઇ વાનગી બનાવીને લેવી જોઇએ.

સામાન્ય રીતે ઠંડીની સિઝન માં બાજરી વધારે ખાવાના ઉપયોગ માં લેવામાં આવતી હોય છે. બાજરી પૌષ્ટિક હોવાથી જો માફક આવતી હોય તો આખા વર્ષ દરમ્યાન પણ આહારમાં લઇ શકાય છે.

બાજરીમાં જટીલ કાર્બ્સ હોવાથી બાજરી આપણા પાચન તંત્ર માં ધીરે ધીરે શોષાય છે. જેથી તેમાંથીસારી એવી ઉર્જા પ્રાપ્ત થતી રહે છે.

બાજરી ગ્લુટીન ફ્રી છે. તેથી રોજીંદા આહારમાં લેવાથી લાભદાયક છે.

બાજરી અદ્રાવ્ય ફાએબરનો સમૃધ્ધ સ્ત્રોત છે. જે આપણા આંતરડામાં પ્રી-બાયોટિક તરીકે કામ કરતું હોઅવાથી પાચન આરોગ્ય માટે લાભદાયક છે. આંતરડાનું શુધ્ધીકરણ કરે છે.

બાજરીમાં સુપાચ્ય સ્ટાર્ચ હોવાથી ગ્લુકોઝમાં રુપાંતરિત થવામાં વધુ સમાય લે છે જેથી ડાયાબિટિઝમાં બાજરી ફાયદા કારક છે તેનાથી એનર્જી મળે છે. ડાયાબિટિઝનું જોખમ પણ ઘટાડે છે

તેમાં રહેલું એંટીઓક્સિડેંટ વૃધ્ધાવસ્થામાં એકંદર આરોગ્ય જાળવી રાખે છે. મેટાબોલિક સિંડ્રોમ સામે રક્ષણ આપે છે.

તેમાં રહેલું હેલ્ધી ઓમેગા 3 લો બી.પી. ઘટાડવા, ટ્રાઈગ્લાઇસેરાઇડસ, ધમનીઓમાં પ્લેકનો વિકાસ ધીમો કરવા, હ્રદય નો નિયમિત લય જાળવી રાખનાર અને કાર્ડિયો રક્ષણાત્મક હોવાનું મનાય છે. આ ઉપરાંત તેમાં આયર્ન અને ફોસ્ફરસ પણ સારા એવા પ્રમાણમાં છે.

તો ખરેખર બાજરીનો ઉપયોગ આહાર માં હંમેશા કરવો જોઇએ.

અત્યારે શિયાળો હોવાથી વિંટર સ્પેશિયલ મસાલા બાજરીની રેસિપિ આપી રહી છું જે ખૂબજ પૌષ્ટીક છે.

વિંટર સ્પેશિયલ મસાલા બાજરી બનાવવા માટે ની સામગ્રી :

  • 1 કપ બાજરી
  • 3 કપ પાણી
  • 1 ટી સ્પુન મીઠું
  • 2 ટી સ્પુન ઓઇલ
  • 2 સૂકી ઓનિયન બારીક કાપેલી
  • 1 લીલી ઓનિયન બારીક કાપેલી
  • 1 મોટું ટમેટું બારીક કાપેલું
  • 2ટેબલ સ્પુન બારીક કાપેલું લીલું લસણ
  • 1 લીલું મરચું બારીક કાપેલું
  • 1 ટી સ્પુન ખમણેલું આદુ
  • 1 ટબલ સ્પુન બારીક કાપેલી મેથીની ભાજી
  • 2 સ્ટ્રીંગ મીઠો લીમડો
  • ¼ કપ દહીં
  • 2 ટેબલ સ્પુન ઓઇલ
  • 1 તમાલપત્ર
  • 1 ટી સ્પુન આખુ જીરું
  • પિંચ હિંગ
  • 1 સૂકું લાલ મરચું
  • 1 ટેબલસ્પુન ધાણાજીરું પાવડર
  • પિચ હળદર પાવડર
  • 1 ટી સ્પુન લાલ મરચું પાવડર
  • મીઠું જરુર મુજબ
  • કોથમરી જરુર મુજબ

બાજરી કૂક કરવા માટેની રીત :

સૌ પ્રથમ બાજરીને સાફ કરી લો.

હવે તેને 3-4 વખત હાથથી ચોળીને સરસ ધોઇ લ્યો.

6-7 કલાક કે ઓવર નાઇટ હુફાળા ગરમ પાણીમાં પલાળી રાખો.

6-7 કલાક પછી પલાળેલું પાણી બાજરીમાંથી કાઢી લો.

હવે પ્રેશર કુકરમાં 4 કપ પાણી અને 1ટી સ્પુન મીઠું ઉમેરી પાણી ગરમ થવા મૂકો.

પાણી ગરમ થાય એટલે તેમાં પલાળેલી બાજરી ઉમેરી દો. મિડિયમ ફ્લૈમ પર 5-6 વ્હિસલ થવા દ્યો.

બાજરી કૂક થઇને આખી રહે તેવી બાફ્વાની- કૂક કરવાની છે.

ત્યારબાદ પ્રેશર કુકર ઠરે એટલે તેમાંથી બાજરીને પાણી સહિત મોટી ગળણીમાં કાઢી, પાણી નિતારી લ્યો.

આ પ્રોસિઝરને ફોલો કરશો તો પરફેક્ટ રિઝલ્ટ મળશે.

વિંટર સ્પેશિયલ મસાલા બાજરી બનાવવા માટે ની રીત :

હવે એક થીક બોટમ પેન લઇ તેમાં 2 ટેબલસ્પુન ઓઇલ ગરમ થવા મૂકો.

ઓઇલ બરાબર ગરમ થાય એટલે તેમાં આખુ જીરું, તજ પત્તુ, સૂકુ લાલ મરચું અને મીઠો લીમડો ઉમેરો.

બધું ઓઇલમાં તતડી જાય એટલે તેમાં 2 સૂકી ઓનિયન બારીક કાપેલી અને 1 લીલી ઓનિયન બારીક કાપેલી, ઉમેરીને મિક્સ કરી અધકચરી સાંતળો.

ત્યારબાદ તેમાં 1 ટેબલ સ્પુન બારીક કાપેલી લીલી મેથીના પાન અને બારીક કાપેલું એક મોટું ટમેટું ઉમેરો. મિક્સ કરી અધકચરું કૂક કરો.

ત્યારબાદ તેમાં 1 લીલું મરચું બારીક કાપેલું અને 1 ટી સ્પુન ખમણેલું આદુ ઉમેરી મિક્સ કરી 1 મિનિટ કૂક કરો.

હવે તેમાં 1 ટેબલ સ્પુન ધાણાજીરું પાવડર, 1 ટી સ્પુન લાલ મરચું પાવડર, પિંચ હિંગ, અને જરુર મુજબ મીઠું ઉમેરી મિક્સ કરો. (બાજરીમાં કૂક કરતી વખતે મીઠું ઉમેરેલું છે એટલે જરુર પૂરતું જ ઉમેરવું).

બધા મસાલા જરા કૂક કરો.

તેમાં ¼ કપ દહીં ઉમેરી મિક્સ કરો. 1-2 મિનિટ કુક કરો.

તેમાંથી ઓઇલ છુટું પડતું લાગે એટલે તેમાં બાફીને પાણી નિતારેલી બાજરી ઉમેરી દ્યો.

બધા મસાલાવાળી કૂક થયેલી ગ્રેવી બાજરી સાથે બરાબર હલાવીને મિક્સ કરો.

એકાદ મિનિટ કૂક થાય અને બાજરી જરા છુટી પડતી લાગી એટલે ફ્લૈમ બંધ કરો.

તો રેડી છે સર્વ કરવા માટે ગરમા-ગરમ સ્વાદિષ્ટ વિંટર સ્પેશિયલ મસાલા બાજરી….. જે બધાને માટે પૌષ્ટીક છે.

બાઉલમાં સર્વ કરીને ટમેટાની સ્લાઇઝ, કોથમરી, બારીક સમારેલી સુકી-લીલી ઓનિયન અને બારીક સમારેલ લીલા લસણથી ગાર્નિશ કરો.

એકવાર મારી આ સ્વાદિષ્ટ રેસિપિ ફોલો કરીને બનાવશો તો વારંવાર બનાવવા લાગશો.

રસોઈની રાણી : શોભના વણપરિયા

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *