ડિઝાઈનર મસાલા ઢોંસા – જો આવીરીતે ઢોંસા બનાવશો તો બધાને વધુ મજા આવશે..

ડિઝાઈનર મસાલા ઢોંસા

શોભના શાહ એમની આગવી કલા માટે જાણીતા છે જેઓ આજે લાવ્યાં છે આપણાં સૌ માટે ડિઝાઈનર મસાલા ઢોંસા.

સામગ્રી.

ખીરું.

તૈયાર ખીરું અથવા 3 વાડકી ચોખા અને 1 વાડકી અડદની દાળ 7 કલાક પલાળી રાખો.

ત્યારબાદ એને વાટી લો.

મસાલાની સામગ્રી.

5 નંગ બાફેલા બટેટા

3 નંગ સમારેલી ડુંગળી

1 કપ બાફેલા વટાણા

1 સમારેલું ટામેટું

લીલા મરચા

લીમડો

4 કળી લસણ

એક કડાઈમાં 3 ચમચા તેલ ગરમ કરો.

જીરૂ નાંખી હવે સમારેલું લસણ, લીલા મરચા, ટામેટા, તથા લીમડો નાંખી હલાવો. હવે ડુંગળી નાખી ગુલાબી રંગ થાય ત્યાં સુધી હલાવો.

હવે મીઠું, હળદર, ગરમ મસાલો સ્વાદ મુજબ નાંખો.

હવે બાફેલા બટાકા અને વટાણા એડ કરી દો.

ફરીથી હલાવી 5 મિનિટ માટે ઢાંકી દો.

પાંચ મિનિટ બાદ ગેસ બંધ કરી કોથમીર ભભરાવી શકાય.

સાંભાર.

હવે સાંભાર ની સામગ્રી….. 🥘

1 વાડકી તુવેર દાળ

1 નંગ સમારેલું ટામેટું

5 નંગ લીલા મરચા

1 નંગ સમારેલી ડુંગળી

7,8..પાંદડા લીમડાના

સાંભાર મસાલો

1 ચમચી મેથી

1 ચમચી આખા ધાણા

સરગવો

1 વાડકી સમારેલી દુધી.

બાકી દરરોજ વપરાતા મસાલા… હળદર મરચું મીઠું ધાણાજીરૂ…

1 વાડકી તુવેર દાળ ને એક કલાક સુધી પલાળી ને રાખો.

ત્યારબાદ એને ફરીથી ધોઈને કુકરમાં ચપટી હીંગ અને હળદર અને એક ટામેટું નાખીને 4 સીટી બોલાવી બાફી લો.


બાફેલી દાળને ક્રશ કરી ને જરૃર મુજબ પાણી ઉમેરો. હવે ગેસ ચાલું કરી ગેસ પર મૂકો.

દાળ મા… સ્વાદ મુજબ મીઠુ, મરચું, હળદર, ધાણાજીરૂ, સરગવો, દુધી,મેથી, આખા ધાણા, તથા સાંભાર મસાલો બધું જ નાંખીને ધીમા તાપે ઊકળવા દો.


10 મિનિટ બાદ કડાઈમાં વઘાર માટે વઘારીયા મા તેલ મૂકો. ચપટી રઈ નાખો… રઈ તતડે ત્યાં સુધી વાડકીમાં લીલા મરચા ટામેટું ડુંગળી આ બધું જીણું સમારીને તૈયાર કરવું હવે તતડેલી રાઈમા હીંગ લીમડો જીરૂ તથા તૈયાર કરેલા મરચા ટામેટા અને ડુંગળી નાખી દો. હલાવતા રહો… હવે એમા સાંભાર મસાલો ઉમેરો બધું જ બરાબર સંતળાઈ જાય એટલે ઊકળવા મૂકેલી દાળમાં મિક્સ કરી દો.

હવે ફરીથી હલાવો અને 10 મિનિટ સુધી ઉકળવા દો છેલ્લે કોથમીર નાખી ને વધુ સ્વાદિષ્ટ બનાવાશે.

બસ તૈયાર છે ગરમાગરમ સાંભાર… 🥘

હવે ઢોંસા ઉતારો અને ગરમાગરમ ખાવ.

રસોઈની રાણી : શોભના શાહ.

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *