મેક્સિકન નાચોસ વીથ ચીઝ – ઘરમાં જ મળી આવતી સામગ્રીથી બનાવો…

ફૂડ કરિશ્મા – ઘી મેજીકલ કિચનમાં આજે કરિશ્મા પંડયા યુરોપથી સૌને શીખવશે “મેક્સિકન નાચોસ વીથ ચીઝ” જે ઘરમાં જ મળી આવતી સામગ્રીથી તૈયાર કરો.. આ ટેસ્ટી હેલ્ધી બપોરે બાળકોને નાસ્તામાં આપી શકાય એવી ક્રિસ્પી અને સ્વાદિષ્ટ બનશે. એકવાર ઘરે અચૂકથી ટ્રાય કરજો…. કોમેન્ટ કરી જણાવજો તમને રેસિપી કેવી લાગી?

મેક્સિકન નાચોસ વીથ ચીઝ ઘરમાં જ મળી આવતી સામગ્રીથી બનાવો આ ટેસ્ટી નાસ્તો – Mexican Chips Nachos

સામગ્રી :

નાચોસ માટે –

  • ૧ વાટકી મકાઈ નો લોટ
  • ૧/૨ વાટકી મેંદો
  • ૧/૨ વાટકી ઘઉં નો લોટ
  • ૧/૨ લીંબુ નો રસ
  • મીઠું સ્વાદ અનુસાર

મસાલા માટે –

  • ૧/૨ ટી સ્પૂન મીઠું
  • ૧ ટી સ્પૂન લાલ મરચું
  • ૧ ટી સ્પૂન ધનિયા પાવડર
  • ૧/૨ ટી સ્પૂન જીરું પાવડર
  • ૧/૨ ટી સ્પૂન આમચૂર પાવડર

ચીઝ ડીપ માટે –

  • ૧ કપ દૂધ
  • ૧ ટી સ્પૂન કોર્ન ફ્લોર
  • ૧ કપ છીણેલું ચીઝ
  • ૧ ટી સ્પૂન ખાંડ
  • મીઠું સ્વાદ અનુસાર

રીત :

૧. પેહલા નાચોસ બનાવવા માટે બધા લોટ ને મિક્સ કરી ને એમાં મીઠું અને લીંબુ નો રસ ઉમેરી દો.

૨. હવે થોડું થોડું પાણી ઉમેરી ને રોટલી થી થોડો કઠણ લોટ બાંધવો.

૩. લોટ ને ઢાંકી ને બાજુ માં મૂકી દો.

૪. હવે નાચોસ ઉપર છાંટવા ના મસાલા માટે આપેલી બધી સામગ્રી ને બરોબર મિક્સ કરી ને સાઈડ માં મૂકી દો.

૫. ચીઝ ડીપ માટે એક પેન માં ૧ કપ દૂધ અને કોર્ન ફ્લોર મિક્સ કરી લો.

૬. ગેસ ચાલુ કરી ને દૂધ ગરમ થાય એટલે થોડું થોડું કરી ને ચીઝ ઉમેરો અને હલાવતા રહો.

૭. ચીઝ પીગળી ને જાડું થાય એટલે એમાં ખાંડ અને મીઠું ઉમેરવું. ઉપર બનાવેલો મસાલો પન ૧ ટી સ્પૂન ઉમેરવું.

૮. ચીઝ ડીપ તૈયાર છે, એને એક બોઉલ માં કાઢી ને ઠંડુ થવા દો.

૯. નાચોસ નો લોટ મસળી ને એના મોટા લુવા કરી ને પાતળા રોટલા વણી લેવા.

૧૦. બધા રોટલા ને કાચા પાકા પકવી લેવા.

૧૧. હવે રોટલા ને નાના નાના ત્રિકોણ માં કાપી ને તળી લેવા.

૧૨. તળેલા નાચોસ પર ઉપર બનાવેલો મસાલો છાંટવો અને ચીઝ ડીપ સાથે પીરસવું.

વિડિઓ રેસિપી :


રસોઈની રાણી : કરિશ્મા પંડ્યા

Youtube Link :ચેનલ સાથે જોડાવવા અહીંયા ક્લિક કરો.

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *