મસાલા રાજમા – નોર્થ ઈન્ડિયાની આ વાનગી તમે ભાત (જીરા રાઈસ) અને પરોઠા સાથે પીરસી શકશો.

રાજમા મસાલા એ નોર્થ ઈન્ડિયા ની બહુ જ પ્રખ્યાત ડીશ છે. જેને ભાત જોડે સર્વ કરવામાં આવે છે. પરાઠા સાથે પણ એટલા જ સરસ લાગે છે.રાજમા ને કિડની બીન્સ પણ કહેવામાં આવે છે.

રાજમા ટેસ્ટ માં જેટલા સ્વાદિષ્ટ છે એનાથી વધુ સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે.

રાજમા ને પ્રોટીન નું પાવર હાઉસ કહેવામાં આવે છે કેમકે એ પ્રોટીન થી ભરપૂર છે. રાજમા માં ફાયબર પણ વિપુલ માત્રા માં આવેલુ હોય છે. જેના ઉપયોગ થી બીજા પણ ઘણા ફાયદા છે.

રાજમા આપણને કોલેસ્ટ્રોલ ઓછું કરવામાં, ડાયાબિટીસ કન્ટ્રોલ કરવામાં, કિડની ના કાર્ય માટે, યાદશક્તિ માં વધારો કરવામાં, કબજિયાત દૂર કરવામાં, હાઇપર ટેન્શન માં, અને બોડી બિલ્ડીંગ માટે વગેરે ઘણી બધી રીતે ખૂબ જ મદદરૂપ છે.

ખાસ કરી ને બાળકો ને રેગ્યુલર આપવાથી એમના વિકાસ થવા માં પણ હેલ્પ કરે છે.

રાજમા અને ભાત એ સંપૂર્ણ આહાર છે .. ચોક્કસ થી તમારા ડાયેટ માં એને સ્થાન આપો.

રાજમા મસાલા માટે ની સામગ્રી:-

રાજમા પલાળવા માટે

2 કપ રાજમા

પાણી

તજ પત્તા

સ્ટાર એનિસ

મીઠું

ચપટી ખાવનો સોડા

એક તપેલા માં રાજમા લઇ ને 2-3 પાણી થી ધોઈ લો. હવે 8 કપ હુંફાળું ગરમ પાણી નાખો અને ઢાંકી ને મૂકી દો. અને 8-10 કલાક પલાળવા દો.

સવારે તાજા પાણી થી રાજમા ને 3-4 વાર ધોઈ લો અને કુકર માં બમણું પાણી , મીઠું, તજપત્તા, સ્ટાર એનિસ , ખાવાનો સોડા નાખી ને 5-6 સીટી વાગે ત્યાં સુધી બાફી લો. (જેટલા રાજમા હોય એનાથી 2 ગણું પાણી મૂકવું) બફાઇ ગયા બાદ તજપત્તા અને સ્ટાર એનિસ નીકાળી લો. અને બાફેલા રાજમા નું પાણી એમાં જ રેહવા દો.

રાજમા મસાલા ના વઘાર માટે ની સામગ્રી:-

2 ચમચા તેલ

1 મોટી સમારેલી ડુંગળી

3 ટામેટાં ના ટુકડા

8-10 કળી લસણ

1 મરચું કાપેલું

1 ચમચો આદુ મરચાં ની પેસ્ટ

1 ચમચી જીરુ

ચપટી હિંગ

1-2 ચમચી હળદર

2 ચમચી મરચું

1 ચમચી ધાણાજીરું

1 ચમચી પાવભાજી મસાલો

1 ચમચો તાજી મલાઈ

મીઠું સ્વાદાનુસાર

1 ચમચો સમારેલી કોથમીર ગાર્નીશ કરવા માટે

રીત:-


સૌ પ્રથમ ટામેટાં , લસણ, અને મરચાં ને એક મિક્સર બાઉલ માં લઇ ને ક્રશ કરી ને પેસ્ટ બનાવી લો.

હવે એક કડાઈ માં તેલ ગરમ કરવા મુકો તેમાં જીરુ , હળદર અને હિંગ ઉમેરી ને ડુંગળી ,આદુમરચા ની પેસ્ટ ને 2-3 મિનીટ મધ્યમ આંચ પર સાંતળો. પછી તેમાં ટામેટાં ની પેસ્ટ નાખી ને 5-7 મિનિટ મધ્યમ આંચ પર સાંતળો. પછી જ્યારે પેસ્ટ માંથી તેલ છૂટું પડવાનું શરૂ થાય એટલે મીઠું , મરચું, ધાણાજીરુ અને પાવભાજી મસાલો નાખી ને 1-2 મિનીટ સાંતળો . ત્યારબાદ બાફેલા રાજમા એના પાણી સાથે જ ઉમેરી દો. મધ્યમ આંચ પર 10-12 મિનીટ પકાવો.


અને આ રાજમા મસાલા માં ફ્રેશ મલાઈ અને કોથમીર ઉમેરી ને ભાત કે પરાઠા સાથે સર્વ કરો . દહીં અને સલાડ પણ જોડે સર્વ કરો..

સ્વાદ માં ખૂબ જ સ્વાદિષ્ટ એવા રાજમા મસાલા તૈયાર છે.

નોંધ:-

બાફતી વખતે મીઠું નાખ્યું છે એટલે વઘાર માં મીઠું ઓછું ઉમેરવું.

બાફેલા રાજમા નું પાણી થોડું ડાર્ક કલર નું જ હોય છે પણ એનાથી જ ગ્રેવી સ્વાદિષ્ટ બને છે.

બાફી ને રાજમા ને હાથે થી ક્રશ કરી જોવો .. જો જરાપણ કડક લાગે તો ફરી થી સીટી વગાડી ને બાફી લો.

તમે ઈચ્છો તો ગરમ મસાલો પણ ઉમેરી શકો છો. પાવભાજી મસાલા થી સ્વાદ ખૂબ જ સરસ આવે છે.

તમે ટામેટાં નું પ્રમાણ વધુ કે ઓછું કરી શકો છો.

રાજમા ભાત સાથે ખૂબ જ સરસ લાગે છે. તમે ઇચ્છો તો એની જોડે જીરા રાઈસ પણ બનાવી શકો.

ગ્રેવી વધુ કે ઓછી તમારી ઈચ્છા પ્રમાણે કરી શકો છો. ભાત જોડે સર્વ કરવા ગ્રેવી વધુ જોઈશે.

બાફેલા રાજમાં નું પાણી ગ્રેવી માટે પુરતું ના હોય તો તમે ગરમ પાણી ઉમેરો ગ્રેવી માટે .

બાફેલા રાજમા સલાડ માં એટલા જ ટેસ્ટી લાગે છે.

રસોઈની રાણી : જલ્પા મિસ્ત્રી (અમદાવાદ)

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *