મસાલાકોનૅ સબ્જી – રોજ એકનું એક શાક ખાઈને કંટાળી ગયા છો? નવીન શાક, બધાને ખુબ પસંદ આવશે.

મસાલા કોનૅ સબ્જી :-

રોજ એકના એક શાકભાજી ખાઈને કંટાળીએ ત્યારે ઘણીવાર બધાને એવું મન થાય કે આજે તો હોટલમાં બને એવું પંજાબી સબ્જી મળી જાય તો મજા પડી જાય. પણ હાલમાં કોરોના મહામારી ને લીધે હોટલમાં જમવા જવું એ ખૂબ જ રીસ્કી છે.

સામાન્ય સમયમાં તો આપણે બધા મહીના માં એકાદ વાર હોટલમાં જઈને બહાર નું પંજાબી સબ્જીની મજા લેતા જ હોઈએ છીએ અને આપણે સૌ એ પણ અચૂકથી જાણતા જ હોઈએ છીએ કે હોટલમાં બનેલી રસોઈ આરોગ્ય માટે બહુ જ ખરાબ હોય છે. તો પછી આપણે જાતે જ આપણા રસોડામાં પંજાબી સબ્જી બનાવી આપણા પરીવાર ને પીરસવામાં આવે તો બાળકો અને મોટા સૌને હોટલ જેવો જ સ્વાદ મળશે અને સાથોસાથ એમના સ્વાસ્થ્ય નું પણ જોખમ બચી જશે.

તો ચાલો મિત્રો આજે હું લઈને આવી છું ખૂબ જ ટેસ્ટી એવી પંજાબી મસાલા કોનૅ સબ્જી. મિત્રો આઈહોપ તમને મારી આ રેસિપી જરૂર ગમશે. અને આવી અવનવી રેસિપી જોવા માટે નીચેની લિંક પર ક્લિક કરો અને Prisha Tube ચેનલને જરૂર થી સબસ્ક્રાઈબ કરો.

સામગ્રી

ગ્રેવી માટે

  • • 2 ચમચી તેલ
  • • 1 બાઉલ બાફેલી મકાઈના દાણા
  • • 1 બાઉલ / 5 સમારેલા ટામેટાં
  • • 1 બાઉલ/ 5 સમારેલી ડુંગળી
  • • 8-10 કળી લસણ
  • • 1 ટુકડો આદું
  • • 2 લીલા મરચાં
  • • 3 લવિંગ
  • • 1 તજ
  • • 6-7 કાળામરી
  • • 3 એલચી
  • • 6 કાજુ
  • • 1 તમાલપત્ર

વઘાર માટે

  • • 3 ચમચી તેલ
  • • ½ ચમચી જીરું
  • • ચપટી હિંગ
  • • ½ ચમચી હળદર
  • • 1 ચમચી લાલ મરચું
  • • 1 ચમચી ધાણાજીરું
  • • સ્વાદ પ્રમાણે મીઠું
  • • 1 ચમચી ગરમ મસાલો
  • • ½ ગ્લાસ પાણી
  • • 2 ચમચી મલાઈ
  • • કોથમીર

રીત

સ્ટેપ 1 :-સૌપ્રથમ એક પેનમાં 2 ચમચી તેલ ગરમ કરો. તેલ ગરમ થાય ત્યારે એમાં ટામેટાં, ડુંગળી, આદું, મરચાં, લસણ,લવિંગ, તજ, કાળામરી, એલચી, કાજુ, તમાલપત્ર અને મીઠું નાખી બરાબર મિક્ષ કરો.

સ્ટેપ 2:-ઢાકણ બંધ કરી ગેસ ની મિડિયમ ફ્લેમ પર 5 થી 7 મિનિટ માટે કુક કરો.

સ્ટેપ 3:-કુક થઈ જાય ત્યારે ગેસ બંધ કરી રૂમ ટેમ્પરેચર પર ઠંડું થવા માટે મુકી દો.

સ્ટેપ 4:-ઠંડું થાય ત્યારે મિક્ષર જારમાં લઈને ગ્રેવી ની સ્મૂથ પેસ્ટ બનાવવી.

સ્ટેપ 5:-હવે આપણે ગ્રેવી ને વઘારી લઈશું. તો એક પેનમાં 3 ચમચી તેલ ગરમ કરો.

સ્ટેપ 6:-તેલ ગરમ થાય ત્યારે તેમાં જીરું,હિંગ નાખી ગ્રેવી ઉમેરો અને એમાં હળદર, મરચું, મીઠું, ધાણાજીરું, ગરમ મસાલો ઉમેરી બરાબર મિક્ષ કરો અને પાણી ઉમેરી ઢાંકી ને ગેસ ની ધીમી આંચ પર કુક થવા દો.

સ્ટેપ 7:-ગ્રેવી કુક થઈ જાય ત્યારે એમાં મલાઈ અને બાફેલી મકાઈ દાણા ઉમેરી મિક્સ કરી ને 5 મિનિટ કુક થવા દો.

સ્ટેપ 8:- તો મિત્રો મસાલા કોનૅ સબ્જી રેડી છે ઉપરથી કોથમીર થી ગાનિઁશ કરી સવિઁગ બાઉલમાં સવૅ કરી લો.


નોંધ :-

  • • તમે ચીજ પણ ઉમેરી શકો છો.
  • • ગ્રેવી ની થીકનેસ પ્રમાણે પાણી ને ઉમેરી શકો છો.

રસોઈની રાણી : ડિમ્પલ પટેલ

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *