હળદર માત્ર મસાલાઓનો જ રાજા નથી પણ એક અદ્ભુદ ઔષધી પણ છે…

શા માટે હળદર એ મસાલાઓનો રાજા ગણાય છે ?

હળદર એક હાથવગી ઔષધી છે. તમે ગમે ત્યારે જ્યારે કોઈ સ્વાસ્થ્ય સંબંધીત સંશોધન ઇન્ટરનેટ પર કરતા હશો ત્યારે તમને ક્યાંકને ક્યાંક હળદરના ફાયદાઓ ગણાવતા લેખો જોવા મળી જ જશે. તેમ છતાં પણ જો તમે તેમાંનો એક પણ આર્ટીકલ ન વાંચ્યો હોય તો તમારે તમારી જાતને થોડી ઝકઝોરવાની જરૂર છે.

સામાન્ય રીતે પણ આપણા વડવાઓ બાળપણમાં આપણે પડી ગયા હોઈએ આપણને ક્યાંક છોલાયું હોય તેવા સમયે ઘાવાળી જગ્યાએ હળદરનો લેપ લગાવવાનું કહેતા હોય છે. આ ઉપરાંત શરદી ઉધરસ થયા હોય તો તેવા સમયે પણ આપણને હળદરવાળુ દૂધ પીવડાવવામાં આવતું હોય છે. માટે તમારી જાતને જરા પણ રોકો નહીં પણ હળદરના સ્વાસ્થ્ય વર્ધક ફાયદાઓ વિષે ચોક્કસ જાણકારી લો. તે તમને જીવનમાં ગમે ત્યારે કામ લાગી શકે છે.

તો ચાલો જાણીએ હળદર વિષે

હજારો વર્ષોથી હળદરનો ઉપયોગ ઔષધી તરીકે કરવામાં આવે છે.

હાલના સમયમાં વિજ્ઞાન દ્વારા પણ હળદરના સ્વાસ્થ્ય વર્ધક ફાયદાઓને ટેકો આપવામાં આવ્યો છે.

તો હળદરમાં એવું તે ખાસ શું છે ? તેમાં ઘણી બધી ખાસીયતો છે. હળદરમાં આપણા દીવસ દરમિયાનની જરૂરિયાતનું 26 % મેગ્નેશિયમ હોય છે, 16% આર્યન સમયેલું હોય છે. તે ફાયબર, પોટેશિયમ અને અન્ય જરૂરી વિટામીનોનો પણ મહત્ત્વનો સ્રોત છે.

હવે આપણે હળદરના સક્રિય સંયોજન વિષે જાણીએ.

કર્ક્યુમીન. કર્ક્યુમીન એ હળદરનો એક સૌથી મહત્ત્વનો ઘટક છે. તેના કારણે જ હળદરમાં અનેક ઔષધીય ગુણો સમાયેલા છે. તેમાં એન્ટી ઇન્ફ્લેમેટરી અને એન્ટી ઓક્સીડેટીવ પ્રોપર્ટીઝ સમાયેલી છે.

તો ચાલો જાણીએ હળદરના સ્વાસ્થ્યવર્ધક લાભો વિષે.

1. હળદર એક એક ઉત્તમ દાહરોધી તત્ત્વ છેઃ

હળદરને દાહના ઉપચાર માટે ઉપયોગમાં લેવામાં આવે છે. ઇન્ફ્લેમેશન એ કંઈ એવી બાબત નથી કે જેના વિષે આપણે ચિંતા કરવી જોઈએ. તે આપણા શરીરનું એક મિકેનીઝમ છે જે આપણા શરીરને થતાં નુકસાનને રીપેર કરે છે.

પણ લાંબા ગાળે એક ગંભીર ઇન્ફ્લેમેશન તમને હૃદય સંબંધી સમસ્યાઓ તેમજ અન્ય મેટાબોલિક સિન્ડ્રેમ તરફ દોરી જાય છે. માટે એ મહત્ત્વનું છે કે તમે આવા પ્રકારના ગંભીર ઇન્ફ્લેમેશનને રોકો.

કર્ક્યુમીનમાં એન્ટી-ઇન્ફ્લેમેટરી પ્રોપર્ટીનું પ્રમાણ ઉચ્ચ હોય છે. માટે તમે હળદરનો ઉપયોગ ક્રોનિક ઇન્ફ્લેમેશનને દૂર કરવા કરી શકો છો.

2. હળદર આપણા શરીરમાં રહેલા એન્ટી-ઓક્સિડન્ટ્સને વધારે પ્રવૃત્તિશીલ બનાવવામાં મદદ કરે છે.

એન્ટી ઓક્સિડન્ટ કેવી રીતે કામ કરે છે તે જાણવા માટે તમારે સૌ પ્રથમ ફ્રી રેડિકલ્સ શું છે તે જાણવું જોઈએ. આ ફ્રી રેડીકલ્સ એટલે કે મુક્ત કણો તમારા કોષોને નુકસાન કરે છે અને તમને મોટી ઉંમરના દર્શાવે છે. આ ઉપરાંત પણ કેટલાક રોગો માટે તે જવાબદાર છે.

એન્ટી-ઓક્સિડન્ટ્સ આપણા શરીરને આવા તત્ત્વોથી રક્ષણ આપે છે.
હળદરમાં રહેલું કર્ક્યુમીન એક ઉત્તમ એન્ટી-ઓક્સિડન્ટ્સ છે. હળદર એ મગજ તેમજ આપણા શરીરની રોગપ્રતિકારક પ્રણાલી માટે ઉત્તમ સાબિત થઈ છે.

3. બ્રેઈન ડીરાઇવ્ડ ન્યુરોટ્રોફીક ફેક્ટર (BNDF)

હળદર લોહીમાં BNDFના પુરવઠાને વધારે છે. આ એક એવા પ્રકારનુ પ્રોટિન છે જે તમારા મગજની જ્ઞાનાત્મક સક્ષમતાઓ સાથે જોડાયેલું છે.

આ પ્રોટીનનું નીચું પ્રમાણ વિવિધ જાતની મગજની વિકૃતિઓ માટે કારણરૂપ છે જેમાં અલઝાઈમર્સ અને ડીપ્રેશનનો સમાવેશ થાય છે. હળદરમાં સમાયેલું કર્ક્યુમીન ઘટક મગજને લગતા વિવિધ રોગોની અસરને દૂર કરવામાં મદદ કરે છે અને મગજને સ્વસ્થ રાખે છે અને તેને સુચારુ રીતે કામ કરવામાં મદદ કરે છે.

4. હળદર ડીપ્રેશન સામે લડવામાં મદદરૂપ છે

તમારા શરીરમાં BNDFનું નીચું પ્રમાણ ડીપ્રેશનને આમંત્રણ આપે છે. હળદર તમારા શરીરના લોહીમાં BNDFનું સ્તર વધારે છે. આ રીતે તે તમને ડીપ્રેશન સામે લડવામાં મદદ કેર છે. જો કે આ એક માત્ર થિયરી જ છે તેને વૈજ્ઞાનિક રીતે હજુ સુધી સાબિત કરવામાં આવ્યું નથી.

5. અલઝાઈમર્સ ધરાવતા દર્દીઓને મદદરૂપ

અલઝાઇમર્સ એ હાલ એક સૌથી વધારે વકરેલો ન્યુરોડીજનરેટીવ રોગ છે.

હળદરમાં સમાયેલી એન્ટી-ઇન્ફ્લેમેટરી અને એન્ટી-ઓક્સીડેટીવ પ્રોપર્ટીના કારણે તે આ પ્રક્રિયાને ધીમી કરવામાં મદદ કરે છે. આ ઉપરાંત તે લોહીમાંના BNDFને પણ વધારે છે. માટે તે અલઝાઈમર્સના ઉપચાર માટે ઉપયોગી છે.

6. માથાના દુખાવા માટે હળદર મદદરૂપ

હળદર એ આદુના વર્ગનું જ કંદમૂળ છે. અને આપણે બધા જાણીએ છીએ તેમ આદુ માથાના દુઃખાવા માટે એક ઉત્તમ ઉપચાર છે. તે જ કારણસર હળદર પણ માથાના દુખાવા માટે એક સારો ઉપચાર છે. તે માઇગ્રેઇનના દર્દીઓને પણ મદદ કરે છે.

7. હળદર PMS (પ્રી મેન્સ્ટ્રુઅલ સિન્ડ્રોમ્સ)ના લક્ષણોમાં પણ રાહત આપે છે.

હળદર અને આદુ બન્ને પીએમએસના લક્ષણોમાં રાહત આપે છે. તે માસિક દરમિયાનના દુખાવામાં પણ રાહત આપે છે.

8. હળદર વિ. વાયરલ ઇન્ફેક્શન્સ

હળદર એક સૌથી પૌરાણિક ઔષધીય વનસ્પતિ છે. તે વિવિધ પ્રકારના ચેપોને દૂર કરે છે કારણ કે તેમાં એન્ટી વાયરલ પ્રોપર્ટી સમાયેલી છે.

તેમાં વિવિધ જાતના રોગો, જેવા કે એચઆઈવી ઇન્ફેક્શન, કફ, કાર્ડીઓવાસ્ક્યુલર રોગો, કેન્સર વિગેરેના ચેપોને દૂર કરી શકે છે.

9. હળદર કેન્સર અટકાવવામાં મદદરૂપ થઈ શકે છે

કેન્સર એ આજકાલ ખુબ જ સામાન્ય તેમ છતાં પણ ગંભીર રોગ થઈ ગયો છે. તેમાં તમારા શરીરના વિવિધ ભાગોમાં ગાંઠો થાય છે.

તાજેતરના સમયમાં વૈજ્ઞાનિકો હળદરના કેન્સર માટેના લાભો શું શું છે તેના સંશોધન તરફ વળ્યા છે. તેઓ હળદરમાં કેટલાક ચોક્કસ પ્રકારના કેન્સરને અટકાવવા માટેની હળદરમાંની શક્ષમતાઓને ચકાસી રહ્યા છે.

હળદરમાં સમાયેલું કર્ક્યુમીન ઘટક કેન્સરની ગાંઠોના કોષોના વિકાસને અટકાવી/રોકી શકે છે. તે ખાસ કરીને ત્વચા તેમજ પાચનને લગતા કેન્સર માટે કામ કેર છે. બની શકે કે તે કેન્સરના ઉપચાર માં પણ મદદ કરી શકે.

આ એક ખુબ જ વિશાળ ક્ષેત્ર છે. વૈજ્ઞાનિકો આ થિયરી પર ઘણું બધું સંશોધન કરી રહ્યા છે. સંશોધન ચાલી રહ્યું છે પણ હાલ તો આપણે એવું નથી કહી શકતા કે હળદર કેન્સરનો ઉપચાર કરી શકે છે.

10. હળદર અને ખીલ

હળદરમાંના કર્ક્યુમીન ઘટકમાં એન્ટી બેક્ટેરીયલ અને એન્ટી ઇન્ફ્લેમેટરી પ્રોપર્ટીઓ છે. માટે ત્વચા પરના ખીલને દૂર કરવા માટે આ એક ખુબ જ અસરકારક ઉપચાર છે.

તમે વિવિધ પ્રકારની સ્કીન ટ્રીટમેન્ટમાં હળદરનો ઉપયોગ કરી શકો છો. જેમ કે ડાર્ક સ્પોટ્સ, પીમ્પલ, કોમ્પ્લેક્ષન વિગેરે. તે તમારી ત્વચા પરના વધારાના તેલને દૂર કરે છે અને એક એન્ટી-માઇક્રોબાયલ એજન્ટ તરીકે કામ કેર છે, અને સાથે સાથે તમારી ત્વચા પણ સ્વચ્છ બનાવે છે.

11. અભ્યાસ દર્શાવે છે કે હળદર હૃદય સંબંધીત રોગોના જોખમને ઓછું કરે છે

હળદરમાં સમાયેલું કર્ક્યુમીન ઘટક હૃદયની કાર્યક્ષમતાને સુધારવા તેમજ હૃદયને લગતા રોગો સામે રક્ષણ આપવા માટે પણ જાણીતું છે. એન્ડોથેલિયમ મેમ્બરન્સ એ હૃદયની અંદરના તેમજ રક્ત વાહિનીઓનું અંદરનું પડ છે. એન્ડોથેલિયમ અકાર્યક્ષમ બનવું એ મોટા ભાગની હૃદયની સમસ્યાઓ પાછળનું કારણ છે.

હળદરમાં રહેલું કર્ક્યુમીન ઘટક આ એન્ડોથેલિમય પ્રવૃત્તિમાં સુધારો લાવે છે. જેથી કરીને વિવિધ જાતના હૃદયના રોગોને અટકાવી શકાય.
આપણે હળધના સ્વાસ્થ્ય વર્ધક ફાયદાઓ વિષે જાણ્યું. હવે એક મોટા પ્રશ્ન તરફ વળીએ. આપણે કેટલી હળદર લેવી જોઈએ ? અને તેની આડઅસરો શું હોઈ શકે ?

હળદરની કંઈ ખાસ આડ અસરો નથી હોતી. તે શરીર માટે સુરક્ષિત છે. પણ આપણે જાણીએ જ છીએ કે કોઈ પણ વસ્તુનો અતિરેક એ યોગ્ય નથી.

બની શકે કે જો તમે વધારે પડતા પ્રમાણમાં હળદરનુ સેવન કરો તો તમને માથું દુઃખવું, સ્કીન રેશીસ કે પછી કેટલાક પ્રકારની પાચનની સમસ્યાઓ થઈ શકે છે.

હળદર એક ઉત્તમ ઔષધી છે અને તેના અગણીત ફાયદાઓ પણ છે. પણ એ મહત્ત્વનું છે કે તમે કંઈ પણ લો તમારે એક હેલ્ધી બેલેન્સ જાળવી રાખવાનું છે. તે જ એક સ્વસ્થ જીવનની ચાવી છે.

Join the discussion

Your email address will not be published. Required fields are marked *