મસાલા વાળી આમટી – એક તમારી શરદી અને ઉધરસ મટાડી દેશે જોતજોતામાં…

ઠંડી ચાલુ થાય એટલે ગરમાગરમ ખાવાનું મન થતું હોય છે .એમાં જમવામાં જો આઉ ગરમાગરમ આમટી અને ભાત મળી જાય ..તો મજા પડી જાય.. અને આમાં શરદી, ખાસી બધું મટાડી દે એવા બધા મસાલા પણ આપણે લીધા છે .તો આરોગ્ય માટે પણ એકદમ લાભદાયી..તો આજેજ જલ્દી થી બનાવો ..”મસાલા વાળી આમટી “…

સામગ્રી :-

  • તુવેર દાળ – ૧ વાટકી
  • ડુંગળી – ૨
  • સૂકું કોપરું આખું – અર્ધી વાટકી
  • તેલ – વઘાર માટે
  • રાઈ – ૧ ચમચી
  • હળદર – ૧ ચમચી
  • મરચું – સ્વાદપ્રમાને
  • મીઠું – સ્વાદ મુજબ
  • કોકમ – ૩ થી ૪

ગરમમસાલા માટે ની સામગ્રી :-

  • તજ – ૧ નાનો ટુકડો
  • લવિંગ – ૭ -૮
  • મરી – ૧૨
  • વરિયાળી – ૨ મોટી ચમચી
  • ખસખસ – ૧ ચમચી
  • લસણ – ૭ કણી
  • આદુ – ૨ ઇંચ નો ટુકડો

રીત :-

સૌથી પહેલા તુવેર દાળ ને પલાળી રાખવી.


ડુંગળી અને કોપરા ને ગેસપેર શેકી લેઉ.

બધો ગરમ મસાલો પણ શેકી લેવો.


ડુંગળી, કોપરું, ગરમમસાલો બધું ઠંડુ પડે પછી મિક્સર માં ઝીણું પીસી લેઉ. પીસતી વખતે તેમાં આદું અને લસણ નાખી મિક્સ કરી લેઉ.


તેલ ગરમ કરવા રાખવું.તેમાં વઘાર કરી પીસેલો મસાલો નાખી શેકી લેઉ.હવે તેમાં મરચું નાખવું. પછી તેમાં બાફેલી તુવેર દાળ નાખવી. મીઠું અને કોકમ નાખવુ. પછી આમટી ને સરખી ઉકળવા દેવી.


ગરમાગરમ ભાત સાથે સર્વ કરવી.

ટીપ :- તમે એમાં ગોળ પણ નાખી સકોછો…

રસોઈની રાણી : નેહા આર. ઠક્કર

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *