મસાલેદાર ભીંડી – આજે રુચીબેન લાવ્યા છે મસાલેદાર ભીંડી, દેખાવમાં બેસ્ટ ટેસ્ટમાં જબરદસ્ત…

મસાલેદાર ભીંડી

મસાલા વાળા ભરેલા શાક નો જાદુ જ કઈ જુદો હોય છે … એમાય ભીંડા મને બહુ વાહલા એટલે મસાલા વાળા ભીંડા નું તો પૂછવાનું જ શું. સાથે ગરમ રોટલી , ખાટી મીઠી દાળ હોય એટલે બસ. મોહ માં પાણી આવ્યું ને ??? જોકે શિયાળા ની ઋતુ માં સરસ કુણા ભીંડા મળે. નાના નાના ભીંડા ને ભરવા ની મજા જ કઈ ઔર છે ..

ચાલો જોઈએ રીત ..

સામગ્રી :

૫૦૦ગ્રામ તાજા કુણા ભીંડા

૫-૬ મોટી ચમચી તેલ

પોની ચમચી હિંગ

૧/૪ ચમચી હળદર

ચપટી ખાંડ

થોડી જીણી સમારેલી કોથમીર

મસાલા માટે :

પોણો વાડકો ચણા નો લોટ

૩ ચમચી સફેદ તલ

૨ ચમચી વરીયાળી

૧/૨ ચમચી આમચૂર (ના હોય તો છેલ્લે લીંબુ નો રસ ઉમેરવો )

૧/૨ ચમચી ચાટ મસાલો

૨ ચમચી લાલ મરચુ

૧ ચમચી હળદર

૨ ચમચી ધણાજીરું

૧/૨ ચમચી જીરા નો ભૂકો

૩ ચમચી ખમણેલું સુકું ટોપરું

1 બ્રેડ ટોસ્ટ નો ભૂકો

મીઠું

૨-૩ ચમચી તેલ

રીત :

સૌ પ્રથમ ભીંડા ને ધોઈ, લુછી સાફ કરી લો . આગળ થી પાછળ થી કાપી લો . વચ્ચે થી ચીરી લાંબા કાપી લો . તમે અડધો ચીરો કરી મસાલો અંદર ભરી પણ શકો . ભીંડા નાના અને કુણા પસંદ કરવા જેથી અંદર બીયા બહુ ના હોય …


એલ્યુમીનીયમ ની કડાય માં તલ અને વરીયાળી ગરમ કરો . એમાં ચણા નો લોટ ઉમેરી શેકો . લોટ ધીમા તાપે કલર ગુલાબી થાય એટલો શેકવો..


ગસ બંધ કરી લોટ ગરમ ત્યારે જ એમાં બધો મસાલો નાખી દો. ઠંડુ પડે એટલે તેલ ઉમેંરી સરસ મિક્ષ કરી લો .


non stick કડાય માં તેલ ગરમ કરો . હિંગ નાખી કાપેલા ભીંડા ઉમેરો . મીઠું , હળદર અને ખાંડ ઉમેરો . મીઠું સાચવી ને ઉમેરવું કેમ કે આપણે મસાલા માં પણ નાખ્યું છે . થોડું હલાવી ઢાંકી દો અને ભીંડા ને ચડી જવા દો . વચ્ચે વચ્ચે હલાવતા રેહવું . ભીંડા ઉભા સમારેલા છે એટલે ફટાફટ થઇ જશે . થઇ જાય એટલે મસાલો ઉમેરી મિક્ષ કરી લો. ત્યારબાદ એક ટોસ્ટ નો હાથ થી ભૂકો કરી ઉમેરો.. જરૂર લાગે તો મસાલા ઉપર એકાદ ચમચી પાણી ઉમેરી ૧-૨ min ગસ પર રાખો .


કોથમીર ભભરાવો અને ગરમ ગરમ પીરસો …

રસોઈની રાણી : રૂચી શાહ (ચેન્નાઈ)

 

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

વિડિઓ રેસિપી જોવા અહીં ક્લિક કરો

Leave a comment

Your email address will not be published. Required fields are marked *