મસાલેદાર દેશી ચણા – દેશી ચણાનું એકનું એક શાક ખાઈને કંટાળી ગયા છો? આ નવીન ટ્રાય કરો…

ફૂડ કરિશ્મા – ઘી મેજીકલ કિચનમાં આજે કરિશ્મા પંડયા યુરોપથી સૌને શીખવશે “દેશી ચણા બનાવવાની તદ્દન નવી રેસિપી” આ બિહારના ફેમસ એવા કાળા ચણા ઘુઘની તમે નાસ્તા પણ બનાવી શકો છો.અને જમવામાં પણ બનાવી શકો છો.ખૂબ જ સ્વાદિષ્ટ લાગતા એવા કાળા ચણા બોઉં જ ફટાફટ બની જઈ છે.અને પ્રોટીનથી ભરપૂર હોય છે.

જોતા જ મોઢામાં પાણી આવી જઈ અને તરત જ ખાવાનું મન પણ થઈ જઈ એવા ગરમાગરમ હેલ્ધી ટેસ્ટી સ્વાદિષ્ટ અને પૌષ્ટિક તેમજ ચટાકેદાર બનશે.લાઈફમાં ક્યારેય નહિ ખાધા હોય આવા કાળા ચણા ઘુઘ એકવાર બનાવીને ચાખશો તો વારંવાર ઘરે જ બનાવાનું મન થશે.ઘરમાં નાના છોકરાવથી લઈને મોટા વડીલો સુધી બધાને બોઉં જ ભાવશે.ખાધા પછી પણ વખાણ કરતા નહિ થાકે એકવાર ઘરે અચૂકથી બનાવજો.વિડીયોને છેલ્લે સુધી જોજો.કોમેન્ટમાં જણાવજો.તમને રેસિપી કેવી લાગી???

સામગ્રી :

  • ૨ કપ ચણા રાત પલાળી ને મીઠું નાખી ને બાફેલા
  • ૨ મોટી ઈલાયચી
  • ૧ ટુકડો તજ
  • તમાલપત્ર
  • ૧ નાની ઈલાયચી
  • ૧ ટેબલ સ્પૂન ધાણા જીરું પાવડર
  • ૧/૨ ટેબલ સ્પૂન લાલ મરચું પાવડર
  • ૧ ટી સ્પૂન રાઈ
  • ૧ ટી સ્પૂન જીરું
  • ૧/૨ ટી સ્પૂન આમચૂર પાવડર
  • ૧.૨ ટી સ્પૂન હળદર
  • ૧/૪ ટી સ્પૂન હિંગ
  • ૧/૪ ટી સ્પૂન સૂંઠ નો પાવડર
  • ૧ કપ ઝીણી સમારેલી ડુંગળી
  • ૩ ટેબલ સ્પૂન કોથમીર
  • ૨ ટેબલ સ્પૂન આદુ મરચા લસણ ની પેસ્ટ
  • ૧ લીંબુ નો રસ
  • મીઠું સ્વાદ અનુસાર
  • સરસિયા નું તેલ

રીત :


૧. ૩ ટેબલ સ્પૂન સરસ્યુ ગરમ કરી ને એમાં રાઈ, જીરું, મોટી ઈલાયચી, તમાલપત્ર, તજ, નાની ઈલાયચી, હિંગ, હળદર અને આદુ મરચા લસણ ની પેસ્ટ ઉમેરવી.

૨. બધું સાંતળવું અને ગેસ ને થોડો ધીમો રાખવો.

૩. હવે આમ ડુંગળી ઉમેરી ને સાંતળવી.

૪. હવે બધા સુખ મસાલા ઉમેરવા અને ચણા બાફ્યા એનું પાણી ઉમેરવું.

૫. પાણી અને મસાલો ઉકલે એટલે બાફેલા ચણા ઉમેરવા.

૬. હવે થોડું બાફેલા ચણા નું પાણી ઉમેરી ને થોડી વાર ઢાકી ને ચઢવા દેવું.


૭. પાણી થોડું બળી જાય એટલે એમાં લીંબુ ઉમેરવું અને ઉપર થી કોથમીર ઉમેરવી.

૮. ગરમાગરમ ચણા પર સેવ ઉમેરી ને પીરસવા.

વિડિઓ રેસિપી:


રસોઈની રાણી : કરિશ્મા પંડ્યા

Youtube Link :ચેનલ સાથે જોડાવવા અહીંયા ક્લિક કરો.

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *