મસાલેદાર સૂકી ચટણી બનાવવાની સરળ રેસિપી, ગળ્યા લાડુ સાથે ખાવાથી મોજ આવી જશે…

આજે આપણે મસાલેદાર સૂકી ચટણી બનાવવાની સરળ રેસિપી જોઈશું. “મસાલેદાર સૂકી ચટણી બનાવવાની બનાવવાની પરફેક્ટ રેસિપી” આને તમે લાડુ સાથે કે પછી કોઈપણ સ્વીટ સાથે તેમજ એમનેમ પણ ખાઈ શકો છો.એકદમ ટેસ્ટી સ્વાદિષ્ટ અને ચટાકેદાર બનશે.એકવાર બનાવીને ખાશો તો ઘરમાં બાળકોથી લઈને મોટા વડીલો સુધી સૌઉં કોઈને બોઉં જ ભાવશે.એકવાર ઘરે જરૂરથી ટ્રાય કરજો.વિડીયોને છેલ્લે સુધી જોજો.કોમેન્ટમાં જણાવજો.તમને રેસિપી કેવી લાગી??? તો ચાલો આપણે જોઈ લઈએ કઈ રીતે બને છે.

સામગ્રી:

  • તલ
  • સીંગદાણા
  • કોપરાનું છીણ
  • લાલ મરચું પાવડર
  • હળદર
  • મીઠું
  • ગરમ મસાલો
  • ચણા ની દાળ

રીત

1- સૌથી પહેલા આપણે એક પેન માં અડધી વાડકી સીંગદાણા લઈ લઈશું. હવે તેને ડ્રાય રોસ્ટ કરવાના છે આ ચટણી તમે સ્નેક્સ ની જેમ પણ ખાઈ શકો છો.આ એક સૂકી ચટણી છે.એટલે તમે લાંબા સમય સુધી તેને એર ટાઈટ બરણી માં સ્ટોર કરી શકો છો.

2- જ્યારે લાડુ ગળ્યો હોય તો કઈક ટેસ્ટી જોડે ખાવા ની ઈચ્છા થાય ત્યારે આ ચટણી ખાઈ શકો છો તમે આને કોઈપણ સ્વીટ સાથે ખાઈ શકો છો.

3- હવે તમે વિડિયો માં જોઈ શકો છો કે સીંગદાણા રોસ્ટ થઈ ગયા છે.તો હવે તેને એક બાઉલ માં કાઢી લઈશું.હવે આના બે ભાગ કરી લેવાના છે અને તેની છાલ ઉતારી લેવાની છે.પહેલા તેને ઠંડા પડવા દઈશું.

4- હવે ત્યાં સુધી બીજી વસ્તુ ડ્રાય રોસ્ટ કરી લઈશું.હવે આપણે પાસે કોપરા નું છીણ મોટું છે તેને પણ આપણે ડ્રાય રોસ્ટ કરી લઈશું.જેટલા સીંગદાણા લીધા હતા એટલું જ કોપરું લઈ લઈશું.તમે વીડિયોમાં જોઇ શકો છો કે રોસ્ટ થઈ ગયું છે હવે તેને બીજા બાઉલ માં કાઢી લઈશું.

5- હવે આપણે બે મોટી ચમચી તલ ને ડ્રાય રોસ્ટ કરી લઈશું.આમાં તલ નો સ્વાદ ખૂબ જ સરસ લાગે છે.હવે આને પણ આ રીતે ડ્રાય રોસ્ટ કરવાનું છે તમે વીડિયોમાં જોઇ શકો છો કે તલ નો કલર બદલાઈ ગયો છે અને ડ્રાય રોસ્ટ થઈ ગયા છે.આપણે સીંગદાણા રેડી કરી લીધા છે.

6- હવે કોપરું અને તલ એક બાઉલ માં કાડ્યું હતું.હવે પેન માં અડધી ચમચી જેટલું તેલ લઇ લઈશું.હવે તેમાં સીંગદાણા ને એડ કરીશું.હવે તેમાં મીઠું એડ કરીશું.હવે અડધી ચમચી હળદર એડ કરીશું.ત્યારબાદ અડધી ચમચી લાલ મરચું પાવડર નાખીશું.હવે તેમાં અડધી ચમચી ગરમ મસાલો એડ કરીશું.

7- બધું બરાબર મિક્સ કરી લઈશું. આ સ્ટેજ પર તલ અને કોપરું છે તે એડ કરીશું.ગેસ ધીમો રાખવાનો છે રેડીમેડ ચણા ની દાળ મસાલા વાળી એડ કરીશું.હવે બધું મિક્સ કરી લઈશું.હવે ગેસ બંધ કરી દઈશું.હવે એક બાઉલ માં કાઢી લઈશું.તો રેડી છે મસાલેદાર સૂકી ચટણી.આને તમે લાડુ જોડે એન્જોય કરી શકો છો.અથવા કોઈ સ્વીટ જોડે પણ ખાઈ શકો છો.આને તમે એર ટાઈટ બરણી માં ભરી ને સ્ટોર કરી શકો છો.તો એકવાર જરૂર થી ટ્રાય કરજો.

વિડિઓ રેસિપી:


રસોઈની રાણી : કોમલ ભટ્ટ

Youtube Link :ચેનલ સાથે જોડાવવા અહીંયા ક્લિક કરો.

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *