મટર ઇડલી – હેલ્ધી, ટેસ્ટી અને સ્પોંજી એવી મટર ઇડલીની સરળ અને પરફેક્ટ રેસિપી…

ઈડલી ખાસ કરીને સૌથ ઇંડિયા અને શ્રીલંકામાં તામીલ લોકોનો ટ્રેડીશનલ અને પોપ્યુલર નાસ્તો છે. શિંગાપુર અને મલેશિયામાં પણ આ ઇડલી પોપ્યુલર છે. ચોખા અને અડદની દાળમાંથી બનાવવામાં આવે છે. તેમાં આથો લાવીને સોફ્ટ ફ્લફી બેટર બનાવીને તેને ઇડલીના મોલ્ડ્માં ભરી સ્ટીમ કરવામાં આવતી હોય છે. બનેલી ઇડલીનું ટેક્ષચર કેક જેવું સ્પોંજી હોય છે. જેનો બધાને સારી રીતે ખ્યાલ છે.

પરતું અહીં હું સોજીમાંથી બનાવેલી, લીલા ફ્રેશ વટાણાના કોમ્બિનેશનથી બનાવેલી ગ્રીન ઇડલીની રેસિપિ આપી રહી છું. સોજી પચવામાં ખૂબજ હલકી છે અને લીલા ફ્રેશ વટાણામાં સારા એવા પ્રમાણમાં પ્રોટીન અને ફાઇબર રહેલા હોવાથી હેલ્થ માટે ખૂબજ ફાયદા કારક છે. તેને કોકોનટ ચટણી કે ટોમેટો ચટણી કે સામ્ભાર સાથે પણ સર્વ કરવામાં આવે છે. સોજી – મટરની ઇડલી બનાવવા માટે આથો લાવવાની જરુર નથી. તેથી મટર ઇડલી ઇન્સટંટ બની જાય છે. નાસ્તામાં કે ટીફિન બોક્ષ માટે ખૂબજ સરળતાથી બની જાય છે.

તેથી આપસૌ માટે હું અહીં હેલ્ધી, ટેસ્ટી અને સ્પોંજી એવી મટર ઇડલીની રેસિપિ આપી રહી છું, જે ફોલો કરીને તમે પણ ચોક્કસથી બનાવજો.

મટર ઇડલી બનાવવા માટેની સામગ્રી :

  • 1 કપ લીલા વટાણા
  • 1 કપ દહીં
  • 1 ઇંચ આદુ સમારેલું
  • 2 લીલા મરચા મોટા સમારેલા
  • 3 ટેબલ સ્પુન પાણી
  • સોલ્ટ સ્વાદ મુજબ
  • 1 કપ સોજી
  • 2 ટી સ્પુન ગ્રેટેડ કોકોનટ
  • 2 ટી સ્પુન ઓઇલ
  • 1 ટી સ્પુન અડદની દાળ
  • 10-12 મીઠા લીમડાના બારીક સમારેલા પાન
  • 1 ટી સ્પુન ફ્રુટ સોલ્ટ અથવા ½ બેકિંગ પાવડર
  • 1 ટી સ્પુન પાણી

મટર ઇડલી બનાવવા માટેની સામગ્રી :

1 કપ લીલા વટાણા લઈ પાણીથી ધોઇ નાખો. ત્યારબાદ વટાણાને ગ્રાઇંડર જારમાં ઉમેરીને ગ્રાઇંડ કરી લ્યો. તેમાં સ્વાદ મુજબ સોલ્ટ, 2 લીલા મરચા મોટા સમારેલા, 1 ઇંચ આદુ સમારેલું ઉમેરીને ગ્રાઇંડ કરી લ્યો.

ત્યારબાદ તેમાં જરુર મુજબ પાણી ઉમેરી ફરી એકવાર ગ્રાઇંડ કરી સરસ પેસ્ટ બનાવી લ્યો.

બનેલી સરસ ગ્રીન પેસ્ટને એક મિક્ષિંગ બાઉલમાં ટ્રાંસફર કરી લ્યો.

તેમાં 1 કપ સોજી અને 1 કપ દહીં ઉમેરી મિક્ષ કરી સરસથી ફીણી લ્યો.

હવે તેમાં 2 ટી સ્પુન ગ્રેટેડ કોકોનટ ઉમેરી મિક્ષ કરી લ્યો. જરુર પદે ત્પ 1 ટેબલ સ્પુન પાણી ઉમેરી મિક્ષ કરી ઢાંકીને મટર ઇડલીના આ બેટરને 15 મિનિટ રેસ્ટ આપો. તેમ કરવાથી સોજી સરસ ફુલી જશે.

15 મિનિટ પછી સોજી મટરની પેસ્ટ સાથે સરસ સેટ થઈ ગયેલી જોવા માળશે.

આ ઈડલીને એરોમેટીક બનાવવા માટે તેમાં વઘાર કરવો.

વઘારા કરવા માટે ની રીત :

એક તડકા પેન લઈ તેમાં 2 ટી સ્પુન ઓઇલ ગરમ કરો. વઘાર જેવું ઓઇલ ગરમ થાય એટલે તેમાં ½ ટી સ્પુન રાઈ ઉમેરી, તતડે એટલે તેમાં 1 ટી સ્પુન અડદની દાળ ઉમેરી પિંકકલરની થાય ત્યાં સુધી સોતે કરો, તેમાં 10-12 મીઠા લીમડાના બારીક સમારેલા પાન ઉમેરી સાંતળી લ્યો. તેથી સરસ અરોમા આવશે.

હવે આ કરેલો વઘાર ઇડલીના ગ્રીન બેટરમાં ઉમેરી મિક્ષ કરી લ્યો. બેટર એકદમ એરોમેટીક બની જશે. તેને સારી રીતે ફીણી લ્યો. એક બાજુ મૂકી રાખો.

ત્યારબાદ સ્ટીમરામાં જરુર મુજબ પાણી ઉમેરી ઢાંકીને ફુલ ફ્લૈમ પર ગરમ મૂકો એટલે તેમાં જલદીથી સ્ટીમ બનશે. ઇડલી સ્ટેંડમાંના દરેક મોલ્ડને ઓઇલથી બ્રશ વડે ગ્રીસ કરી લ્યો.

હવે મટર ઇડલીના બેટરમાં 1 ટી સ્પુન ફુલ ફ્રુટ સોલ્ટ ઉમેરો. તેને એક્ટીવેટ કરવા માટે તેના પર 1 ટી સ્પુન પાણી ઉમેરી મિક્ષ કરી બેટર એકદમ ફીણી લ્યો. બેટર એકદમ ફ્લફી બની જશે.

ત્યારબાદ તરતજ ઓઇલ થી ગ્રીસ કરેલા દરેક મોલ્ડમાં 1-1 મોટો ચમચો બેટર ભરો.

સ્ટેંડમાં મોલ્ડવાળી બધી પ્લેટ ફીટ કરી દ્યો.

સ્ટીમરમાં મૂકેલું પાણી બોઇલ થઈ તેમાંથી સ્ટીમ નીકળવા લાગે એટલે ફ્લૈમ મિડિયમ ટુ હાઈ ફ્લૈમ પર રાખી સ્ટીમરમાં ઇડલીનું સ્ટેંડસ્ટીમ થવા મૂકો.
સ્ટીમરને ઢાંકીને 12 મિનિટ સ્ટીમ થવા દ્યો.

12 મિનિટ બાદ ઇડલી સ્ટીમ થઈને સરસ ફ્લફી થઈ ગઈ હશે.

હવે ઈડલી સ્ટેંડને સ્ટીમરમાંથી બહાર કાઢી બધી પ્લેટ અલગ અલગ કરી 5 મિનિટ ઠંડી પડવા દ્યો.

ત્યારબાદ નાની સ્પુન વડે ઇડલીને મોલ્ડમાંથી ડીમોલ્ડ કરી સર્વિંગ પ્લેટમાં ટ્રાંસફર કરો. હવે હેલ્ધી, ટેસ્ટી અને સ્પોંજી ઇડલી સર્વ કરવા માટે રેડી છે.
શિંગની ચટણી, ટોમેટો ચટણી વગેરે સાથે સર્વ કરવાથી ખૂબજ સ્વાદિષ્ટ લાગશે.

બધાને ખૂબજ ભાવશે.

રસોઈની રાણી : શોભના વણપરિયા

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *