મટર-પાલક કરી – ઘરમાંથી જ મળી જતી ખૂબજ ઓછી સામગ્રીથી મટર-પાલક કરી ખુબજ જલ્દીથી બની જાય છે

મટર-પાલક કરી :

હેલ્થ માટે ખૂબજ પૌષ્ટિક એવી પાલકમાંથી અનેક પ્રકારની વાનગીઓ બનતી હોય છે. જેવીકે સબ્જીમાં આલુ પાલક કરી, ચનાદાલ પાલક, પાલક- પનીર…પાલકમાંથી પરાઠા, ઢોકળા, ભજીયા વગેરે પણ ખૂબજ સ્વાદિષ્ટ બનાતા હોય છે. પાલકને બોઈલ કરીને કે બાફીને આ બધી વાનગીઓ બનાવી શકાય છે.

અહીં હું આપસૌ માટે ખુબજ ટેસ્ટી અને હેલ્ધી એવી મટર-પાલકની સરળ રેસીપી આપી રહી છું. ઘરમાંથી જ મળી જતી ખૂબજ ઓછી સામગ્રીથી મટર-પાલક કરી ખુબજ જલ્દીથી બની જાય છે. તો તમે પણ મારી આ રેસીપી ફોલો કરીને ચોક્કસથી બનાવજો. મટર-પાલક કરી રાઈસ, પરાઠા, કુલચા, નાન, રોટી વગેરે સાથે લંચ કે ડીનરમાં લઇ શકાય છે.

મટર-પાલક કરી બનાવવા માટેની સામગ્રી :

  • ૫૦૦ ગ્રામ પાલક +૧ ટી સ્પુન સોલ્ટ + ૧ ટી સ્પુન સુગર
  • ૧ કપ ફ્રેશ મટર + ૧/૨ ટી સ્પુન સોલ્ટ + પિન્ચ સુગર
  • ૧ મોટું ટમેટું – બારીક કાપેલું
  • ૧ મોટી ઓનિયન – બારીક કાપેલી
  • ૨ ટેબલ સ્પુન આદુ-મરચા-લસણની પેસ્ટ
  • ૩ ટેબલ સ્પુન ઓઈલ
  • ૧ ટી સ્પુન આખું જીરું
  • ૧ તજ પત્તું
  • ૧ ટેબલ સ્પુન કાશ્મીરી લાલ મરચું
  • ૧/૨ ટી સ્પુન હળદર પાવડર
  • ૨ ટેબલ સ્પુન ધાણાજીરું પાવડર
  • ૧/૨ ટી સ્પુન ગરમ મસાલો
  • સોલ્ટ સ્વાદ મુજબ

મટર-પાલક કરી બનાવવાની રીત :

સૌ પ્રથમ પાલકનાં પાનાને ૨-૩ વાર પાણીથી સારી રીતે ધોઈ લ્યો. ત્યારબાદ મોટા વાસણમાં પાણી ગરમ મૂકો. પાલકની દાંડી મોટી હોય તો કાઢી લ્યો. કુણી હોય તો રહેવા દ્યો. પાલકને ગરમ પાણીમાં ઉમેરી, સાથે તેમાં ૧ ટી સ્પુન સોલ્ટ અને ૧ ટી સ્પુન સુગર ઉમેરી મિક્ષ કરી લ્યો. જેથી પાલકનો સરસ ગ્રીન કલરની રહેશે.

ત્યારબાદ બોઈલ થયેલી પાલકને ચાળણીમાં ઉમેરી પાણી નીતારી લ્યો. પાણી નીતરી જાય એટલે તેને અધકચરી કાપી લ્યો. હવે તેને એક બાજુ રાખો.

મટરને પણ ગરમ પાણીના પેનમાં બોઈલ કરવા મૂકી તેમાં સાથે ૧/૨ ટી સ્પુન સોલ્ટ અને પિન્ચ સુગર ઉમેરી ૩-૪ મિનીટ બોઈલ કરો. જેથી મટર સરસ ગ્રીન કલરના રહેશે.

ત્યારબાદ મટર બોઈલ થઈ કુક થઇ જાય એટલે તેને પણ ચાળણીમાં કાઢી પાણી નીતારી લ્યો.

હવે એક પેન લઇ તેમાં ૩ ટેબલ સ્પુન ઓઈલ લઇ તેને મીડીયમ ફ્લેઈમ પર ગરમ મુકો.

વઘાર કરવા જેવું ગરમ થાય એટલે તેમાં ૧ ટી સ્પુન આખું જીરું અને ૧ તજ પત્તું ઉમેરી સાંતળી લ્યો.

હવે તેમાં ૧ બારીક કાપેલી મોટી ઓનિયન અને ૨ ટેબલ સ્પુન આદુ-મરચા-લસણની પેસ્ટ ઉમેરી મિક્ષ કરી હલાવતા રહો. બંને સંતળાઈને ઓનિયન ટ્રાન્સપરન્ટ કલરની થઇ જાય એટલે તેમાં ૧ બારીક સમારેલું ટમેટું ઉમેરી મિક્ષ કરી લ્યો.

તેમાં સ્વાદ મુજબ સોલ્ટ ૧ ટેબલ સ્પુન કાશ્મીરી લાલ મરચું, ૧/૨ ટી સ્પુન હળદર પાવડર અને ૨ ટેબલ સ્પુન ધાણાજીરું પાવડર ઉમેરી મિક્ષ કરી લ્યો. ટમેટાની કચાશ દૂર થઈ જાય અને મસાલા તેમાં બરાબર ભળી જાય ત્યાં સુધી હલાવતા રહી કુક કરો.

હવે તેમાં બોઈલ કરેલા મટર ઉમેરી બરાબર મિક્ષ કરી ૩૦ સેકન્ડ કુક કરો. ત્યારબાદ તેમાં બોઇલ કરેલી પાલક ઉમેરી મિક્ષ કરો. ૧ મિનીટ મટર પાલક હલાવતા રહી કુક કરો. ત્યારબાદ તેમાં ૧ કપ પાણી ઉમેરી મિક્ષ કરી લ્યો. આ સ્ટેપ પર જરૂર પડે તો ટેસ્ટ સેટ કરવા તમારા સ્વાદ મુજબ સોલ્ટ ઉમેરો.

સતત હલાવતા રહી ૨ મિનીટ કુક કરી લ્યો. હવે તેમાં ૧/૨ ટી સ્પુન ગરમ મસાલો ઉમેરી મિક્ષ કરો. ફરી ૧ મિનીટ કુક કરો. ફ્લેઈમ બંધ કરો. હેલ્ધી અને ટેસ્ટી મટર-પાલક કરી સર્વ કરવા માટે રેડી છે. સર્વીગ બાઉલમાં સર્વ કરી લંચ કે ડીનરમાં કુલચા, નાન, પરાઠા કે રોટીકે રાઈસ સાથે સર્વ કરવાથી ખુબજ સ્વાદિષ્ટ લાગશે. નાના મોટા દરેક લોકોને આ ટેસ્ટી મટર-પાલક કરી લાંચ કે ડીનરમાં લેવી ખુબજ પસંદ પડશે. તો તમે પણ મારી આ રેસીપી ફોલો કરીને તમારી રસોડે ચોક્કસથી ટ્રાય કરજો.

રસોઈની રાણી : શોભના વણપરિયા

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *