હેલ્દી મઠરી – સવારની ચા સાથે આ મઠરી બહુ ટેસ્ટી લાગે છે…

દિવાળી સ્પેશ્યલ હેલ્દી મઠરી ની રેસીપી જોઈશું. આજે આપણે બનાવીશું મઠરી જે ખાવામાં પણ સરસ લાગે છે અને એકદમ ક્રિસ્પી હોય છે. જો ચા સાથે, અથાણા સાથે ખાઈ શકો છો. મહેમાન માટે આ સર્વે કરશો તો મહેમાન પણ આશ્ચર્ય પામી જશે. અને જોતા જ રહી જશે તો ચાલો આપણે તેની સામગ્રી જોઈએ.

સામગ્રી

  • મેંદો
  • શેકેલું જીરું પાવડર
  • મરી પાવડર
  • કલોનચી
  • ગાય નું ઘી
  • મીઠું

રીત

1- સૌથી પહેલા આપણે બે કપ મેંદો લઈશું. મેદાને આપણે ચારીને યુઝ કરવાનો છે.

2- તમે અડધો ઘઉંનો લોટ પણ લઈ શકો છો.તેની પણ સરસ લાગે છે.

3- હવે તેમાં આપણે મસાલા કરી લઈએ. સૌથી પહેલા આપણે એક નાની ચમચી શેકેલા જીરાનો પાવડર લીધો છે.

4- હવે આપણે તેમાં ૧ નાની ચમચી અધકચરો મરી પાવડર લીધો છે. હવે તેમાં એક નાની ચમચી કલોંચી તે લઈશું. તેના થી પણ ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે.

5- હવે આપણે સ્વાદ મુજબ મીઠું નાખીશું.અને મોવાન માટે મોટી ચાર ચમચી ઘી નાખીશું.તમે ઘી ની જગ્યાએ તેલ પણ લઈ શકો છો.

6- ઘી નું માવણ નાખવાથી મઠરી એકદમ સરસ બનશે.એટલે તે એકદમ ખસ્તા બનશે.

7- હવે હાથ થી મસાલા ને અને ઘી ને મિક્સ કરી લઈશું.અને હાથ થી મસળી મસળી ને મિક્સ કરી લેવાનું છે.

8-હવે તમે વીડિયોમાં જોઈ શકો છો કે જ્યારે આપણે મુઠ્ઠી વારી એ ત્યારે મુઠી વરે તેવું મોવા નું છે.તો જ મઠરી એકદમ સરસ બનશે.

9- હવે આપણે જેટલું જરૂર પડશે તેટલું પાણી નાખી ને લોટ બાંધી લઈશું. આપણે લોટ પરોઠા કરતા થોડો ઢીલો બાંધીશું.

10-આપણે પાણી એકદમ નોર્મલ લઈશું.અને એકદમ ઠંડુ નહીં અને ગરમ નહી.અને થોડું થોડું પાણી નાખી લોટ ને બાંધતા જઈશું.

11-હવે આપણે લોટ ને એકથી બે મિનિટ મસળી લઈશું.જેથી આપણો લોટ સોફ્ટ થઈ જશે.અને આપણી મઠરી પણ સરસ બનશે.

12-હવે આપણે લોટ ને પંદરથી વીસ મિનિટ ઢાંકીને મૂકી દઈશું. લોટને આ પ્રોસેસ કરવી ખૂબ જરૂરી છે.

13- હવે પંદરથી વીસ મિનિટ થઈ ગઈ છે. તો હવે આપણો લોટ પણ સરસ થઈ ગયો છે. હવે આપણે લીંબુ સાઇઝ ના બોલ્સ બનાવી લઈશું.

14- આપણે મોટી રોટલી વણવાની છે. હવે એક બોલ્સ ને સરસ મસળી લઈશું. બાકીના લોટને આપણે ઢાંકીને રાખીશું.

15- હવે આપણે તેની મોટી રોટલી વણી લઈશું.પાતળી અને બહુ મોટી વણવાની છે. બહુ જાડી નઈ અને બહુ પાતળી નય તેવી વણવા ની છે.

16- થોડી પાતળી રાખવાની છે.હવે આપણે તેને ચપ્પા થી કટ કરી લઈશું.ચપ્પા થી તેને એકદમ નાની નાની પટ્ટી ની જેમ કટ કરવાની છે.

17-તમે વીડિયોમાં જોઈ શકો છો કે આપણી બધી પટ્ટી કપાઈ ગઈ છે. હવે આપણી વચ્ચેથી ચાર મોટી પટ્ટી ને ઉપાડી લઈશું.

18- આપણે તેને ઉપરથી અને નીચેથી સીલ કરી લઈશું. ત્યારબાદ તેને વારતા રહીશું.

19-આપણે તેને એક બાજુ પકડીને બીજી બાજુ ખેંચતા જઈ ને વારતા જવાનું છે.જેથી આપણો રોલ પાતળો બનશે.

20- આખો રોલ થઈ જાય પછી તેને હાથ વડે ખેંચતા જવાનું અને પાતળું કરતા જવાનું.અને ત્યાર બાદ એક બાજુ થી તેનો રોલ વારતા જવાનું.

21- જેમ જલેબી ના રોલ હોય તે રીતે આપણે રોલ વાળવાનો છે. આખો રોલ વડાઈ જાય પછી છેલ્લે તેને પ્રેસ કરીને દબાવી દેવાનું છે.અને તેને ચોંટાડી દેવાનું છે જેથી ફ્રાય કરતી વખતે ખુલ્લી ના જાય.

22- હવે આપણે બીજા પણ આ જ રીતે વારી લઈશું.જે તમે વિડિયો માં જોય શકો છો.

23- છેલ્લો છેડો ચોંટાડવો ખૂબ જરૂરી છે નહીતો ફ્રાય કરતી વખતે ખુલી જશે.અને તને દબાવી ને સાઈડ માં મૂકી દઈશું. તેવી જ રીતે બધી કરી લઈશું.

24- હવે તમે વીડિયોમાં જોઈ શકો છો કે આપણી બધી મઠરી તૈયાર થઈ ગઈ છે. હવે તેને ફ્રાય કરી લઈશું.

25-આપણે ફ્રાય કરવા માટે તેલને એકદમ ધીમા ગેસ પર મૂકીશું. તમારુ તેલ એકદમ ગરમ ના હોવું જોઈએ. જો ગરમ હશે તો તરત જ કલર આવી જશે અને અંદરથી કાચી રહેશે.

26-જ્યારે તમે મઠરી તેલમાં નાખો ત્યારે તેને થોડી ખોલી ને અને તેની પર આપણે પડ આપ્યા છે તે એકની ઉપર એક હોવાથી તેને તળતી વખતે થોડું ખોલી ને નાખીશું.

27- આપણે ધીમા ગેસ પર જ્યાં સુધી ગોલ્ડન ના થાય ત્યાં સુધી તેને તળી લઈશું. તેલ તમારું આટલું જ ગરમ હોવું જોઈએ. જેમ જેમ મઠરી ઉપર આવતી જાય.

28- હવે તમે વીડિયોમાં જોઈ શકો છો કે આપણી મઠરી નો કલર ગુલાબી આવી ગયો છે. હવે આપણે ગેસ થોડો ફાસ્ટ કરી લઈશું.જેથી કલર આવી જાય.

29- આ સ્ટેજ પર તેને છોડવાની નથી આપણે ગેસ ફૂલ કર્યો છે. એટલે તરત જ તેમાં કલર આવી જશે.

30- હવે તમે વીડિયોમાં જોઈ શકો છો કે આપણે મઠરી એકદમ વડ વાળી દેખાય છે અને ગોલ્ડન કલર આવી ગયો છે તો તેને એક ટિસ્યુ પેપર પર કાઢી લઈશું.

31-આવી જ રીતે બધી મઠરી ને તળી લઈશું. અને આપણે પ્લેન મઠરી તો ખાતા જ હોઈએ છે. ફરસી પુરી પણ ખાતા હોય છે.

32-પરંતુ આવી ડિઝાઇનવાળી મઠરી મહેમાનોને ખવડાવશો ને તો એ લોકો પણ આનંદમાં આવી જશે. અને તમારા વખાણ પણ કરશે.

33- હવે તમે વીડિયોમાં જોઈ શકો છો આપણી હેલ્દી દિવાળી સ્પેશ્યલ મઠરી એકદમ ક્રિસ્પી બની છે.આ મઠરીને તમે પંદર દિવસ સુધી સ્ટોર કરી શકો છો.અને ચા સાથે ખૂબ જ ટેસ્ટી લાગે છે.તો તમે આ દિવાળીમાં જરૂરથી આ રેસિપી ટ્રાય કરજો.

વિડિઓ રેસિપી :


રસોઈની રાણી : કલ્પના પરમાર

Youtube ચેનલ : Gujarati Food Kitchen

મિત્રો, અમારી આ ચેનલ સબ્સ્ક્રાઇબ જરૂર કરજો અને આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *