મથુરાના ફેમસ બ્રાઉન પેંડા બનાવવાની પરફેક્ટ રેસિપી

આજ આપણે મથુરાના ફેમસ બ્રાઉન પેડા બનાવીશું. કોઈપણ માવા વગર અને ચાસણી વગર ફક્ત પંદર જ મિનિટમાં બની જતા આ પેંડા હલવાઈ સ્ટાઈલ અને મથુરાના ફેમસ જેવા જ બને છે. ખાસ કરીને આ પેંડા ભગવાનને ધરાવવા માટે બનાવવામાં આવે છે. જન્માષ્ટમી સ્પેશ્યલ આ પેંડા કહેવામાં આવે છે. કારણકે કૃષ્ણ ભગવાનને ખૂબ જ પ્રિય છે. આ પેંડાની તમે ભાઈ દુજ પર અને રક્ષાબંધન પર અથવા તહેવારોમાં પણ બનાવી શકો છો. તો ચાલો આપણે તેની સામગ્રી જોઈએ.

સામગ્રી

  • મિલ્ક પાવડર
  • ઘી
  • બુરૂ ખાંડ
  • ઈલાયચી પાવડર
  • જાયફળ
  • દૂધ

રીત-

1- હવે આપણે મથુરાના ફેમસ બ્રાઉન પેંડા બનાવવાનું શરૂ કરીએ.

2- મથુરાના ફેમસ પેંડા બનાવવા માટે આપણે એક નોનસ્ટિક ની પેન લઈશું.

3- હવે આપણે તેમાં બે કપ મિલ્ક પાવડર લઈશું. તમે કોઈપણ કંપનીનો મિલ્ક પાવડર લઈ શકો છો.

4- હવે આપણે તેમાં એક મોટી ચમચી ઘી નાખીશું. અને તેને ધીમા ગેસ પર શેકી લઈશું.અને ખાસ ધ્યાન રાખવાનુ છે કે ગેસ ધીમો જ રાખવાનો છે. કારણ કે મિલ્ક પાવડર છે તે તરત જ બ્રાઉન થઈ જાય.

5- હવે આપણે તેને સતત હલાવતા તેને શેકી લઈશું. વચ્ચે વચ્ચે આપણે એક એક ચમચી ઘી નાખતા રહીશું. ટોટલ આપણે ચાર ચમચી ઘી લઈશું.
6-આપણે તેને સતત હલાવતા રહીશું. જ્યાં સુધી બ્રાઉન ના થાય ત્યાં સુધી હલાવીશું.

7- હવે આપણે ફરી એક ચમચી ઘી નાખીશું. અને તેને સતત હલાવતા રહીશું. તમે આ પેંડા દૂધ ના માવા માંથી બનાવો તો વધારે સમય જાય છે. કારણ કે દૂધ ને બાડી ને કલર પણ આપણે બ્રાઉન કરવાનો હોય છે.

8- પરંતુ મિલ્ક પાવડર માંથી પંદર જ મિનિટમાં બની જાય છે અને ટેસ્ટ પણ તેના જેવો જ આવે છે.

9- હવે તમે વીડિયોમાં જોઈ શકો છો કે આપણા મિલ્ક પાવડર નો કલર સરસ બ્રાઉન થઇ ગયો છે. હજુ આપણે તેને એક થી બે મિનિટ સતત હલાવતા રહેવું.

10- આપણે તેને બધી બાજુથી હલાવતા જવાનું છે જેથી બળી ના જાય. નહી તો બળવાનો ટેસ્ટ સારો નઈ આવે.

11- હવે આપણે તેમાં એક કપ દૂધ નાખીશું. દૂધને પણ આપણે થોડું-થોડું કરીને નાખીશું. એક સાથે નથી નાખવાનું. હવે આપણે તેને મિક્સ કરી લઈશું.

12- આપણે જો એકદમ બધું દૂધ નાખવાથી ગઠો થઈ જશે. એટલે થોડું થોડું કરીને દૂધ એડ કરવાનું છે. દૂધ નાખીને તરત જ મિક્સ કરી લેવાનું છે. જે ગઠ્ઠા પડ્યા હોય તેને તોડતા જવાનું છે.

13- આ પેંડા બનાવતી વખતે આ જ ધ્યાન રાખવાનું કે તેને સતત હલાવતા રહેવાનું છે. હવે બાકીનું બધું દૂધ આપણે નાખી દઇશુ. અને સરસ રીતે તેને મિક્સ કરી લઈશું.

14- હવે આપણે મિક્સ કરીશું તો સરસ માવા જેવું થઈ જશે. આપણે બ્રાઉન કરીએ છીએ તેવું એ રીતનું મિશ્રણ થઈ જશે. અને તેને સતત હલાવતા રહીશું.

15- હવે દૂધ અને મિલ્ક પાવડર સરસ મિક્સ થઈ જાય ત્યારબાદ હવે તેમાં આપણે એક ચમચી ફરી ઘી નાખીશું. ઘી નાખીને ફરી સતત હલાવતા રહીશું.

16- આપણું મિશ્રણ પેન છોડવા માળે અને ઘી છુટું પડવા માડે એટલે સમજવાનું કે આપણા પેંડાનું મિશ્રણ તૈયાર થઈ ગયું છે.

17- હવે તમે વીડિયોમાં જોઈ શકો છો કે આપણા પેંડા નું મિશ્રણ તૈયાર થઈ ગયું છે. એકદમ સરસ છૂટું છૂટું થઈ ગયું છે.

18- હવે આપણે ગેસ બંધ કરી દઈશું.અને આ માવા ને એક થાળી માં કાઢી લઈશું. જેથી જલ્દી ઠંડો થઈ જાય.

19- આપણે તેને બે થી ત્રણ કલાક સુધી ઠંડો થવા દઈશું. ત્યારબાદ આપણે તેમાં ખાંડ નાખીશું. જેથી આપણને મસળવા માં ઇઝી પડે.

20- હવે આપણે તેમાં ૧ નાની ચમચી ઈલાયચી પાવડર નાખીશું. પા ચમચી જાયફળ નાખીશું. એટલે કે ચપટી જેટલું જાયફળ નાખીશું.

21- જાયફળ નો ટેસ્ટ ખુબ જ સરસ આવે છે.જેથી જાયફળ પણ નાખજો. અને તેને પણ સરસ મિક્સ કરી લઈશું. બધું સરસ મિક્સ થઇ જાય પછી તેમાં પોણો કપ બુરૂ ખાંડ નાખીશું.

22- હવે આપણે તેને બરાબર મિક્સ કરી લઈશું. તેને એકદમ લીસી ખાંડ નય લેવાની.આપણે કરકરી ખાંડ લેવાની.

23- હવે આપણે તેને હાથ થી સરસ મિક્સ કરી લઈશું. હવે તમે વીડિયોમાં જોઈ શકો છો કે આપણું પેંડા નું મિશ્રણ તૈયાર થઈ ગયું છે.

24- આ સ્ટેજ પર તમને એવું લાગે કે ઢીલું છે અને પેંડો વાળીને જોઈએ તો વરી જાય છે પણ ઢીલું છે તો તેને બે કલાક માટે ઢાંકીને ફ્રીઝ માં મૂકી દઈશું.

25- ફ્રીજમાંથી કાઢ્યા પછી આપણું મિશ્રણ સરસ થઇ ગયું છે. હવે તેમાં નાની નાની સાઈઝના લીંબુ સાઈઝના બોલ્સ બનાવી લઈશું. આ પેંડા નો કોઈ સેપ નથી હોતો બસ તમારે એ રીતના જ કરી ને ફરી થી આપણે બૂરુ ખાંડમાં રગદોળી લેવાનું છે.

26- હવે આપણે તેને એક પ્લેટમાં કાઢી લઈશું. આજ રીતે બધા પેંડાને બનાવીને બૂરું ખાંડમાં રગદોળીને લેવાના છે.

27- હવે તમે વીડિયોમાં જોઈ શકો છો કે આપણા મથુરાના ફેમસ બ્રાઉન પેંડા તૈયાર થઈ ગયા છે.

28- બન્યા છે ને એકદમ સરસ જોઈને જ ખાવાનું મન થઈ જાય. આ પેંડા ને તમે કોઈ પણ તહેવારોમાં બનાવીને ભગવાનને ભોગ ધરાવી શકો છો.તો તમને આ રેસીપી પસંદ આવી હોય તો ચોક્કસથી આ રીતે ટ્રાય કરજો.

વિડિઓ રેસિપી :

રસોઈની રાણી : કલ્પના પરમાર

Youtube ચેનલ : Gujarati Food Kitchen

મિત્રો, અમારી આ ચેનલ સબ્સ્ક્રાઇબ જરૂર કરજો અને આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *