માવા ખજૂરપાક – બાળકોને ઘી અને ખજુર બહુ પસંદ નથી હોતા તો તેમને આ વાનગી બનાવી આપો…

માવા ખજૂરપાક બનાવવાની રીત :

ખજૂર એ ખુબજ સ્વાદિષ્ટ અને ઇન્સ્ટન્ટ એનર્જી બુસ્ટર છે તેમજ નેચરલ મીઠાશ ધરાવે છે. નાના મોટા હરકોઈને ખજૂર ભાવે છે. આજે હું ખજૂર ને વધુ સ્વાદિષ્ટ બનાવવાની રેસિપી આપની સાથે શેર કરું છું. જરૂર બનાવજો બધાને ખુબજ પસંદ આવશે.

સામગ્રી :


1 કિલો ખજૂર (કડક)

200 ગ્રામ માવો

200 ગ્રામ ખાંડ

200 ગ્રામ ખમણેલું કોપરું

200 મિલી દેશી ઘી

2 ટી/સ્પૂન ગુંદ

1 ટી/સ્પૂન સૂંઠ પાવડર

થોડા ડ્રાયફ્રૂટ્સ

રીત :

તૈયારી :


ખજૂર ને ઠળિયા કાઢી બારીક કાપી લેવો.

માવા ને ખમણી લેવો.

ડ્રાયફ્રૂટ્સના નાના ટુકડા કરી લેવા.

અને ખજૂરપાક ઢાળવા માટે પ્લેટ કે મોલ્ડ ને તેલથી ગ્રીસિંગ કરી લેવું.

રીત :


સૌપ્રથમ એક કડાઈ માં બે થી ત્રણ ટેબલ સ્પૂન જેટલું ઘી લઇ ગુંદ ફ્રાય કરી લેવો. ગુંદ ફ્રાય કરીને ડીશમાં લઇ લેવો.

ત્યારબાદ એજ કડાઈ માં માવાને શેકી લેવો, સ્ટવ ની ફ્લેમ મીડીયમ રાખવી,માવામાંથી ઘી છૂટું પડશે. માવાને શેકતી વખતે હલાવતા રહેવું જેથી માવો બળી ના જાય, માવામાંથી ઘી છૂટું પડી જાય અને સરસ સુગંધ આવે ત્યાં સુધી શેકી લેવો.માવા ને શેકતા પાંચ મિનિટ જેટલો સમય લાગશે ત્યારબાદ તેને એક મોટા વાસણમાં કાઢી લેવો અને ઠંડો થાય ત્યારે મસળીને છુટ્ટો પાડી લેવો. માવો ખજૂરપાક ને રિચ ટેસ્ટ આપે છે.

માવાને કાઢીને તે જ કડાઈમાં ખજૂર શેકવો.વધેલું ઘી નાખી મીડીયમ થી થોડી વધારે ફ્લેમ પર ખજૂર ને શેકી લેવો.શેકતી વખતે સતત હલાવતા રહેવું જેથી કરીને ખજૂર કડાઈમાં નીચે બેસી ના જાય, છ થી સાત મિનિટ્સ ખજૂર શેકવાનો છે ત્યારપછી તેને માવા સાથે લઇ લેવો.

ખજૂર લઇ તેજ કડાઈ માં ચાસણી બનાવી લેવી, ખાંડ ને 100 મિલી પાણી નાખીને મીડીયમ આંચ પાર પીગાળી ને દોઢ ટાર ની ચાસણી તૈયાર કરવી. સ્વીટ્સ બનાવતી વખતે ચાસણી પરફેક્ટ બનાવવી જરૂરી છે પણ અહીંયા થોડો ફેરફાર રહેશે તો ચાલશે.

ચાસણી તૈયાર થઇ જાય એટલે તેને શેકેલા ખજૂર ઉપર નાખી અને ઉપરથી ફ્રાય કરેલો ગુંદ, સૂંઠ અને થોડા ડ્રાયફ્રૂટ્સ નાખીને બરાબર મિક્સ કરી લેવું. થોડો ગુંદ અને થોડા ડ્રાયફ્રૂટ્સ ઉપરથી ગાર્નિશ કરવા માટે બચાવવા.


મિક્સ કરીને પછી પ્લેટ કે મોલ્ડ ને તેલ લગાડી ને મિશ્રણને ઢાળી લેવું, હાથથી થપથપાવી સેટ કરી લેવું.


ત્યારબાદ બચાવેલાં ગુંદ અને ડ્રાયફ્રૂટ્સથી ગાર્નિશ કરીને ઠંડુ થાય તે પહેલા મનગમતા શેઈપ માં કટ કરી લેવો.


નાનકડા લાડુ બનાવીને કોપરાના ખમણથી ગાર્નિશ પણ કરી શકાય.


તો તૈયાર છે સ્વાદિષ્ટ અને પૌષ્ટિક માવાવાળો ખજૂરપાક, તો આજેજ બનાવજો, જેમને ખજૂર નહિ ભાવતો હોય તે પણ હોંશે હોંશે ખાશે માવા ખજૂરપાક.

રસોઈની રાણી : અલ્કા સોરઠીયા

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *