મેથીની ઢોક્ળી કે મુઠીયા (10 થી 12 દિવસ રહેશે સારા) ટેસ્ટમાં બેસ્ટ તો ક્યારે બનાવવાનો વિચાર છે?

મેથીની ઢોક્ળી :

ઉંધીયુ બનાવીએ કે ભરેલું મિક્સ શાક, મેથીની ઢોકળી તો એમાં હોવી જ જોઇએ. મેથી ની ઢોકળી વગર તો ઉંધીયુ અને ભરેલા મિક્સ શાક ઢોકળી ના સ્વાદ અને સુગંધ વગર અધુરા જ લાગે. કોઇ પણ શાક સ્વાદિષ્ટ બનાવવું હોય તો તેમાં મેથી ની ઢોકળી ઉમેરી દ્યો. જેમ કે વાલોળ, રીંગણા, ટમેટા કે ડુંગળી નું શાક હોય કે પછી શિયાળા માં આવતા લીલા કઠોળ જેવા કે વાલ, વટાણા, ચોળા કે તુવેર ના દાણા હોય….

બધાનું અલગ અલગ શાક બનાવો કે બધા લીલા કઠોળ નું મિક્સ શાક બનાવો.. એમાં મેથીની ઢોકળી ઉમેરીને શાક બનાવવાથી શાક ના સ્વાદ અને સુગંધ બેવડાઇ જશે, ખૂબજ સ્વાદિષ્ટ બનશે.

પરંતુ ઘણી વખત ગૃહિણીઓને ઢોકળી કૂક થયા પછી પણ ઢોકળી કડક રહી જવા નો ડર સતાવતો હોય છે. તો આજે હું અહિં મેથી ની ઢોકળીની રેસિપિ રજૂ કરું છું જે ઘણી બધી ગૃહિણીઓ નો ઢોકળી કડક રહી જવા નો ડર દૂર કરશે.

મેથીની ઢોક્ળી માટે ની સામગ્રી :

  • 1 ½ કપ મેથી ની ભાજી –ધોઇ ને જીણી સમારેલી
  • ¾ કપ ચણા નો લોટ – બેસન
  • ¾ કપ ઘઉં નો કરકરો લોટ – ભાખરીનો લોટ
  • ½ ટી સ્પુન હળદર
  • 1 ટેબલ સ્પુન ધાણાજીરું
  • 1 ટી સ્પુન લાલ મારચુ પાવડર
  • ½ ટી સ્પુન ગરમ મસાલો
  • ¾ ટી સ્પુન સોલ્ટ અથવા તામારા સ્વાદ મુજબ
  • 1 ½ ટી સ્પુન સુગર
  • ¼ ટી સ્પુન સોડા બાય કાર્બ
  • 1 ટેબલ સ્પુન લેમન જ્યુસ
  • 3 ટેબલ સ્પુન ઓઇલ – લોટ માં મોણ આપવા માટે
  • ઢોકળી તળવા માટે ઓઇલ

મેથીની ઢોક્ળી માટે લોટ બાંધવા ની રીત :

સૌ પ્રથમ મેથી ના પાન 2-3 વાર પાણી થી ધોઇ લ્યો.

મેથીના પાન માંથી પાણી નીતરી જાય એટલે જીણી સમારી લ્યો.

એક મિક્સિંગ બાઉલ માં ¾ કપ ચણા નો લોટ કે રેડી બેસન, ¾ કપ ઘઉં નો કરકરો લોટ કે ભાખરીનો લોટ અને મેથી ની જીણી સમારેલી ભાજી મિક્સ કરો.

ત્યારબાદ તેમાં ½ ટી સ્પુન હળદર, 1 ટેબલ સ્પુન ધાણાજીરું, 1 ટી સ્પુન લાલ મરચુ પાવડર, ½ ટી સ્પુન ગરમ મસાલો, ¾ ટી સ્પુન સોલ્ટ અથવા તમારા સ્વાદ મુજબ મીઠું લ્યો, 1 ½ ટી સ્પુન સુગર અને ¼ ટી સ્પુન સોડા બાય કાર્બ ઉમેરી બરાબર મિક્સ કરો.

હવે તેમાં 3 ટેબલ સ્પુન ઓઇલ ઉમેરો અને સાથે સાથે 1 ટેબલ સ્પુન લેમન જ્યુસ પણ ઉમેરી દયો.

બધું સરસ રીતે મિક્સ કરી લ્યો.

હવે તેમાં 5 થી 6 ટેબલ્સ્પુન પાણી ઉમેરીને ઢોકળીનો લોટ બાંધી લ્યો. બાંધેલો લોટ વધારે ઢીલો કે ટાઇટ રાખવો નહિ.

બાંધેલા ઢોકળીના લોટને 10 મિનિટ રેસ્ટ આપો. ઢાંકી ને રાખો.

ત્યાર બાદ તેમાંથી નાના નાના ઢોકળી માટે બોલ્સ બનાવો. 26 થી 28 બોલ્સ બનશે.

ટિપ્સ : બોલ્સ બનાવતી વખતે એકદમ હલકા હાથે બોલ્સ બનાવવા, હથેળીમાં વજન આપી ને ટાઇટ બોલ્સ વાળવા નહિ.

ઢોકળીને તમારી પસંદગી પ્રમાણે ગોળ કે લંબગોળ શેઇપ આપી શકો છો.

હવે એક લોયામાં ઢોકળી તળવા માટેનું તેલ મિડિયમ ફ્લૈમ પર ગરમ મૂકો.

તેલ બરાબર ગરમ થઇ તળવા જેવું થઇ જાય એટલે ફ્લૈમ થોડી ધીમી કરી તેમાં 6-7 ઢોકળીઓ એક સાથે તળો.

તળાતાં ફુલી ને ફોરી થઇ જાય, ક્રંચી થઇ જાય અને ફરતી બાજુએ થી ગોલ્ડન બ્રાઉન કલર ની થઇ જાય ત્યાં સુધી તળો.

તળાઇ જાય એટલે પેપર નેપ્કીન માં ટ્રાંસફર કરવી જેથી વધારાનું તેલ એબસોર્બ થઇ જાય. ( જો ઢોકળી સ્ટોર કરવી હોય તો ).

આ મેથી ની ઢોકળી તમે એર ટાઇટ કન્ટેઇનર માં ભરી 10-12 દિવસ માટે ફ્રીઝ માં સ્ટોર કરી શકો છો.

જ્યારે પણ ઉંધીયું, ભરેલા શાક કે પછી ઢોકળી નું જ ગ્રેવી વાળું શાક બનાવવું હોય કે લીલાકઠોળ કે વાલોળ-રીંગણા કે ભરેલી ડુંગળી નું કે ટમેટાનું શાક બનાવવું હોય તો ઢોકળી બનાવીને કે ફ્રીઝમાં સ્ટોર કરેલી ઢોકળીનો ઉપયોગ કરી ને જરુર થી સ્વાદિષ્ટ શાક બનાવજો.

ગરમા ગરમ, ઢોકળી વાળું શાક કે ઉંધીયું સર્વિંગ બાઉલ માં ભરી કોથમરી થી ગાર્નિશ કરી જમવા સાથે પીરસો. તેમાં મેથી હોવાથી સ્વાદિષ્ટતો છે જ સથે સાથે હેલ્ધી પણ છે.

રસોઈની રાણી : શોભના વણપરિયા

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *