મેથીપાક – આ એક એવી વાનગી છે જે ઘરમાં બધા ખાશે હોંશે હોંશે, તો એકવાર જરૂર બનાવજો..

શિયાળામાં અનેક ગુજરાતી ઘરોમાં પ્રેમથી ખવાતા મેથીપાક માત્ર એક મિષ્ટાન્ન નહિ પરંતુ ઔષધિ પણ છે. ઠંડીમાં મેથીપાક ખાવાથી કમરના દુઃખાવા, સાંધાના દુઃખાવામાં રાહત મળે છે અને શરીરમાં પણ ગરમાવો રહે છે. પ્રસૂતિ પછી સુવાવડી સ્ત્રીઓને પણ ખાસ મેથીના લાડુ ખવડાવામાં આવે છે.

આજે અમે તમારી સાથે શેર કરવા જઈ રહ્યા છે મેથીપાક બનાવવાની સૌથી સરળ રેસિપી. આ રીતે મેથીપાક બનાવશો તો ઘરમાં નાના-મોટા બધા જ ખૂબ જ પ્રેમથી ખાશે.

મેથીપાક બનાવવા માટે તમારે નીચે મુજબની સામગ્રી જોઈશે.

  • – 100 ગ્રામ મેથીના દાણા નો ભુકો
  • – 300 ગ્રામ ઘઉંનો લોટ
  • – 250 ગ્રામ શુદ્ધ ઘી
  • – 50 ગ્રામ ગુંદર
  • – 10-20 નંગ બદામ
  • – 3-4 ચમચી કાટલું
  • -2 નાની ચમચી અજમો
  • -2 નાની ચમચી સૂંઠનો પાવડર
  • -300 ગ્રામ ગોળ-ખાંડ
  • – 1 ચમચી ગંઠોલા પાવડર

રીત :

સ્ટેપ :1

એક મોટા જાડા તળિયા વાળા પેન માં ઘી લઇ તેમાં ઘઉં નો લોટ શેકવો .ગેસ ની ફ્લેમ ધીમે રાખી લોટ શેકવું .આ લોટ શેકાય જાય પછી તેમાં મેથી નો કરકરો ભુકો ઉમેરી 5 મિનિટ માટે શેકવું .

સ્ટેપ :2

હવે ,,તેમાં ગુંદ ઉમેરવું …જેથી એ લોટ માં શેકાય જશે ..અને ફૂટવા મંડશે …ત્યારબાદ ગંઠોલા પાવડર,અજમા ,કાટલું પાવડર ,સુંઠ પાવડર ,બદામ નો ભુકો અને ગોળ ઉમેરી બરાબર મિક્સ કરી લેવું .

સ્ટેપ :3

હવે ,થાળી ગ્રીસ કરેલી હોય એમાં પાથરી લેવું ,અને ચાકુ થી પીસ પાડી લેવાં …અને બદામ ની કતરણ થી ગાર્નિશ કરવું .અને ઠડું પડે પછી એક ડબા માં ભરી લેવું .અને રોજ સવારે એક પીસ ખાવું ….તો તૈયાર છે શિયાળુ પાક …….stay healthy and eat healthy …

ટિપ્સ :

ગુંદર અને લોટ શેકવાની રીતઃ

– એક કડાઈમાં ઘી નાંખીને ગરમ કરવું અને તેમાં એકદમ ધીમા તાપે ગુંદર તળવું. ગુંદર તળાઈ જાય એટલે તેને અલગ પ્લેટમાં કાઢી લેવુ અને પછી બચેલા ઘીમાં લોટ શેકવો. લોટ આછા બ્રાઉન રંગનો થાય ત્યાં સુધી તેને ધીમા કે મધ્યમ તાપ પર શેકવો.આ રીતે પણ તમે કરી શકો છો .પણ મેં લોટ શેકી ને લોટમાંજ ગુંદ શેક્યું છે …બંનેવ માં result same મળશે .

– અને આ મિશ્રણ માંથી તમે સહેજ ઠંડુ પડે એટલે તમે તેમાંથી લાડુ બનાવી શકો છો. આ લાડુ 4થી 5 કલાક માટે ખુલ્લી હવામાં રહેવા દેવા. મેથીના લાડુને તમે એરટાઈટ ડબ્બામાં રાખશો તો તેને દિવસો સુધી કશુ નહિ થાય. આ લાડુ નિયમિત ખાવાથી ઠંડીથી થતા રોગ અને કમર તથા સાંધાના દુખાવામાં રાહત મળે છે.

– તમને જો પસંદ હોય તો તમે મેથીના લાડુમાં ચારોળી કે પિસ્તા પણ ઉમેરી શકો છો. આ ઉપરાંત તમને બીજા કોઈ ડ્રાયફ્રૂટ્સ પસંદ હોય તો તે પણ તમે ઉમેરી શકો છો. જો ખાંડમાં મેથીના લાડુ બનાવવા હોય તો બૂરુ ખાંડ ઉપયોગમાં લેવું. બૂરુ ખાંડમાં આ બધી જ ચીજો મિક્સ કરી એક તારની ચાસણી બનાવી તેમાં લોટ અને મેથી મિક્સ કરી લાડુ વાળી શકાય.


રસોઈની રાણી : દિગના રૂપાવેલ (બરોડા)

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *