મેથીની સૂકવણી કરતી વખતે ખાસ ધ્યાનમા રાખવા જેવી પરફેક્ટ ટિપ્સ…

આજે આપણે મેથીની સુકવણી કરતી વખતે ખાસ ધ્યાનમાં રાખવા જેવી પરફેક્ટ ટિપ્સ જોઈશું.

1- મેથી ની સુકવણી લાંબો ટાઈમ સુધી સારી રહે તેવું વિચારતા હોઈએ છે.તે ઘણી બધી વસ્તુમાં ઉમેરતા હોઈએ છીએ.અને તેના લીધે વાનગી નો સ્વાદ ડબલ થઈ જતો હોય છે. જ્યારે મેથીની સુકવણી ના કરીએ ત્યારે આપણે બહાર થી કસ્તુરી મેથી લાવતા હોઈએ છે. અત્યારે સીઝન માં ખુબ સરસ મેથી આવી રહી છે.તો આપણે તેની સુકવણી કરીએ તો આખું વર્ષ ઉપયોગ માં લઇ શકીએ છીએ.

2- કસ્તુરી મેથી નો ઉપયોગ આપણે પંજાબી શાકમાં તો કરીએ જ છે. પણ આના સિવાય ગુજરાતી કેટલી બધી વાનગી છે મેથી નો ઉપયોગ કરતા હોય છે. ધારો કે મેથીના થેપલા છે. મેથીના થેપલા માં તમે કસ્તુરી મેથી પણ ઉમેરી શકો છો. અને તેનો સ્વાદ ખૂબ જ સરસ આવે છે. જ્યારે પણ આપણે મેથી ની સુકવણી કરવી હોય તો શું કરવાનું? પહેલા તો મેથી એકદમ તાજી લેવાની છે.અને તેના પાન કુણા હોય તેવી મેથી આપણે પસંદ કરવાની. એટલે કે અત્યારે આ ટાઇમ પ્રોપર છે.

અત્યારે મેથી સરસ આવી રહી છે થોડા દિવસ પછી મેથી ની સિઝન પૂરી થશે. એટલે મેથી સરસ નહિ આવે. ત્યારે મેથીની સુકવણી નથી કરવાની. અત્યારે જ મેથી ની સુકવણી કરવાની છે. પહેલા મેથીને કુટી લેવાની છે. તમે મેથી કુટો ત્યારે તમે પાન જ લેતા હોય છે. અને બધી ડાળખીઓ બહાર કાઢી લેતા હોય છે. જ્યારે મેથી સુકાય ત્યારે ઓછી થઈ જતી હોય છે કારણ કે તેમાં પાણીનો ભાગ ઉડી જાય છે. સુકવણી થાય એટલે કોઈપણ વસ્તુ બહુ ઓછા પ્રમાણમાં હાથમાં આવે છે.

3- સૌથી પહેલા મેથી ની જુડી લાવવાની છે. જે ઉપરનો ભાગ છે માટી વાળો તેને કટ કરી લેવાનો છે. અને પછી નીચેનો ભાગ છે તેને પહેલા ધોઈ લેવાનો છે. સૂકવી દેવાનો છે એટલે કે કોરો કરી લેવાનું છે.તેને બે થી ત્રણ કલાક રહેવા દેવાનું છે. કોટનના કપડામાં લપેટીને રાખશો તો બધો જ પાણીનો ભાગ ઉડી જશે.હવે બાકી નો ભાગ જે છે તેને ચોપ કરી લઈશું. એટલે કે સમારી લેવાનું છે. નીચેના પાંદડા નો ભાગ અને થોડા પ્રમાણમાં દાંડી આવે એવી રીતે લેવાનું છે. એમ કરવાથી જે દાંડી ની સુગંધ છે.તે મળશે. આવી રીતે તમે ત્યારે જ કરી શકો. અત્યારે મેથી સરસ કૂણી આવી રહી છે.

4- જ્યારે થોડા દિવસ પછી મેથીની દાંડી જાડી થઈ જશે. એજે ડાળખી તમે સમારસો તો તેનો સ્વાદ બહુ સરસ નહી મળે.એટલે અત્યારે મેથી બહુ સરસ આવી રહી છે.જે ઉપર નો માટી વારો ભાગ છે તેને કટ કરી લો. બાકી નો ભાગ ધોઈ ને કોરું કરી લેવાનું છે.અને પછી સમારી લેવાનું છે.સમારી ને પેપર પર ફેલાવી તેને તડકા માં સુકવી શકો છો. માઇક્રોવેવ માં મેથી ની સુકવણી બહુ સરસ થાય છે તે ત્રણ મિનિટમાં જ થઈ જાય છે. એમાં તેનો કલર પણ ગ્રીન જ રહે છે. તો આ રીતે તમે બે થી ત્રણ બેચ માં કરી શકો છો.

5- હવે તમે એક મોટા ડબ્બામાં ભરી આખું વર્ષ એન્જોય કરી શકો છો. અને આ રીતે જો તમે મેથી ની સૂકવણી કરી હશે તો તે મેથી ની સુકવણી બગડશે નહીં. અથવા તમે માઈક્રોવેવ તમારા ઘરમાં ના હોય તો તમારે તડકા માં સુકવા ની છે.થોડો કલર ઝાંખો થઈ જશે. તડકાના કારણે ગ્રીન કલર છે તે થોડો ડલ થઈ જતો હોય છે. તેને છાયડામાં સૂકવો થોડા દિવસ માટે અને પછી શું કરવાનું છે કે એક પેન લેવાની છે. તેને એકદમ ગરમ કરી લેવાનું છે. ગરમ કરી અને ગેસ બંધ કરી દેવાનો છે. અને પછી અધકચરી સુકવેલી મેથી જે છે તેમાં ફેલાવી દેવાની છે.અથવા તવી પર ફેલાવી દેવાની છે.પછી તેને થોડીવાર રહેવા દેવાની છે. જે મેથી છે તે ડ્રાય પણ થઈ જશે. અને કલર પણ એવો ને એવો જ રહેશે.

6- જો તમારી પાસે માઇક્રોવેવ ના હોય તો તવા પર પણ કરી શકો છો. પણ ખાસ ધ્યાન રાખજો કે જ્યારે મેથી ઉમેરો ત્યારે પેન ખાલી ગરમ હોવું જોઈએ. જો ગેસ ચાલુ હશે તો મેથી બળી જશે.અને તમને જે જોઈએ તેવું રિઝલ્ટ નહીં મળે. તો માઇક્રોવેવ માં તો સૌથી સરસ થાય છે. પણ માઇક્રોવેવ વગર આ રીતે કસ્તુરી મેથી પણ તૈયાર કરી શકો છો. હવે તમે ચોક્કસ થી કસ્તુરી મેથી ઘરે બનાવજો અને આખું વર્ષ એન્જોય કરજો.

રસોઈની રાણી : સુરભી વસા

Youtube Link :ચેનલ સાથે જોડાવવા અહીંયા ક્લિક કરો.

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *