મેથી વડીનું શાક – સરળ અને ફટાફટ બની જતું આ શાક તમને અને તમારા પરિવારમાં બધાને પસંદ આવશે…

મેથી વડીનું શાક :

શાક-ભાજી બનાવવા માટે સામાન્ય રીતે બધા માસાલાઓ ઉમેરીને ભાવતા બધા ટેસ્ટ સેટ કરવામાં આવતા હોય છે. પરન્તુ ઘણી વાર તે ટેસ્ટમાં પણ વધારો કરવા માટે તેમાં ઢોકળી કે વડી ઉમેરીને શાક બનાવવામાં આવતા હોય છે. ઢોકળી તેમજ વડીને જુદા જુદા લોટમાંથી બનાવવામાં આવતી હોય છે. તો ઘણી વાર ભાજી કે કોથમરી ઉમેરીને કે ખમણેલી દુધી મિક્સ કરીને પણ વડી બનાવવામાં આવતી હોય છે. સાથે રેગ્યુલર મસાલાઓ તો ખરા જ. ફણસી, ગુવાર, તુરિયા, પાપડી વગેરે જેવા શાકોમાં ઢોકળી ઉમેરી સરસ સ્વાદીષ્ટ શાક બનાવવામાં આવે છે. ઉંધિયુ બનાવવામાં મેથીની વડી ઉમેરવામાં આવતી હોય છે. મેથીની વડી વગર ઉંધિયુ અધુરુ જ છે. મેથીની અરોમાથી શાકનો સ્વાદ અનેકગણો વધી જાય છે.

માત્ર મેથીની વડી વનાવીને પણ તેનું શાક બનાવી શકાય છે. ખરેખર તે અન્ય શાકો કરતા ખૂબજ વધારે સ્વાદિષ્ટ બનતું હોય છે. ઘણી વાર ઉંધીયું બનાવતા મેથીની વડી વધારે બની ગઇ હોય તો પણ તેનું શાક બનાવી શકાય છે. મેથીની વડીઓ ફ્રાય કરીને એર ટાઇટ કંટેનરમાં પેક કરીને 1 વીક માટે રેફ્રીઝ્રેટરમાં સ્ટોર કરી શકાય છે. જરુર પડે ત્યારે જલ્દીથી તેનું શાક બની જાય છે.

અગાઉ મેં મેથીની વડીની રેસિપિ આપેલ છે.

આજે હું આપ સૌ માટે મેથી વડીનું શાક બનાવવાની રેસિપી આપી રહી છું. જે તમારા ઘરમાં એકવાર બન્યા પછી વારંવાર બનશે. તો જરુરથી એકવાર બનાવશો.

મેથી વડીનું શાક બનાવવા માટેની સામગ્રી :

  • 7-8 મેથીની વડી
  • 3 ટમેટા કાપીને ગ્રાઇંડ કરેલા
  • 2 ઓનિયન કાપીને ગ્રાઇંડ કરેલી
  • 7-8 લસણની ફોલેલી કળીઓ
  • 1 ટેબલસ્પુન ચણાનો લોટ
  • ¾ કપ દહીં
  • 1 કપ પાણી

વઘાર માટેની સામગ્રી :

  • 1 ½ ટેબલ સ્પુન ઓઇલ
  • ½ ટી સ્પુન રાઇ
  • ½ ટી સ્પુન જીરું
  • 1 તજ પત્તુ
  • 8-10 કરી પત્તા( મીઠા લીમડાના પાન )
  • પિંચ હિંગ
  • 1 ટી સ્પુન હળદર પાવડર
  • 1 ½ ટેબલ સ્પુન ધાણાજીરું
  • 1 ટેબલ સ્પુન લાલ મરચુ પાવડર
  • મીઠું સ્વાદ પ્રમાણે
  • 1 ટી સ્પુન સુગર
  • 1 ટી સ્પુન ગરમ મસાલો
  • 1 ટેબલ સ્પુન આદુ મરચાની પેસ્ટ

ગાર્નિશિંગ માટે:

  • થોડી કાપેલી ઓનિયનના નાના પીસ
  • ટમેટાની નાની સ્લાઇઝ
  • અને 1 મીઠા લીમડાની સ્ટ્રીંગ

મેથી વડીનું શાક બનાવવા માટેની રીત :

સૌ પ્રથમ 3 ટમેટા તથા 7-8 લસણની ફોલેલી કળીઓને સાથે ગ્રાઇંડ કરી લ્યો. ગ્રાઇંડ થઇ જાય એટલે તેને બાઉલમાં ટ્રાંસફર કરી લ્યો.

હવે તે જ ગ્રાઇંડરના જારમાં 2 કાપેલી ઓનિયન અધકચરી ગ્રાઇંડ કરી લ્યો. તેને પણ બાઉલમાં ટ્રાંસફર કરી લ્યો.

હવે એક બાઉલમાં ¾ કપ દહીં લઇ તેમાં 1 ટેબલ સ્પુન ચણાનો લોટ(બેસન) ઉમેરી ચમચા કે બીટર વડે લમ્સ ના રહે તે રીતે બરાબર મિક્ષ કરી લ્યો. હવે મેથી વડીના શાકના વઘાર માટે નોન સ્ટીક પેનમાં 1 ½ ટેબલ સ્પુન ઓઇલ ગરમ મૂકો.

વઘાર થાય એવું ગરમ થઇ જાય એટલે તેમાં ½ ટી સ્પુન રાઇ, ½ ટી સ્પુન જીરું ઉમેરો. બન્ને તતડે એટલે તેમાં 1 તજ પત્તુ, 8-10 કરી પત્તા( મીઠા લીમડાના પાન ) અને પિંચ હિંગ ઉમેરી વઘાર કરો.

હવે તેમાં અધકચરી ગ્રાઇન્ડ કરેલી ઓનિયન ઉમેરો.

ઓનિયન થોડી ટ્રાંસ્યુલેટ થતી લાગે એટલે તેમાં 1 ટે સ્પુન આદુ મરચાની પેસ્ટ ઉમેરી મિક્ષ કરો. કચાશ નીકળી જાય ત્યાં સુધી બધુ સાથે કૂક કરો. હવે તેમાં સાથે ગ્રાઇંડ કરેલ લસણ ટમેટા ઉમેરી મિક્ષ કરો.

મિશ્રણ 1 મિનિટ કૂક કરી તેમાં 1 ટી સ્પુન હળદર પાવડર, 1 ½ ટેબલ સ્પુન ધાણાજીરું, 1 ટેબલસ્પુન લાલ મરચુ પાવડર, મીઠું સ્વાદ પ્રમાણે, 1 ટી સ્પુન સુગર અને 1 ટી સ્પુન ગરમ મસાલો ઉમેરી મિક્ષ કરો.

હવે તેમાંથી થોડું ઓઇલ છુટું પડતું દેખાય ત્યાં સુધી મિડિયમ ફ્લૈમ પર કૂક કરો.

ત્યારબાદ તેમાં દહીં અને બેસનનું મિશ્રણ ઉમેરી દ્યો. સરસથી બધું મિક્ષ કરી લ્યો.

બનેલી ગ્રેવીમાં 1 કપ જેટલું પાણી ઉમેરી તેમાં મેથીની વડી મૂકી દ્યો.

હવે ઉમેરેલું બેસનનું મિશ્રણ કૂક થઇ જાય અને સરસ ઘટ્ટ ગ્રેવી બની જાય અને મેથીની વડી સરસ ફુલીને કૂક થઇ જાય ત્યાં સુધી ઢાંકીને મિડિયમ સ્લો ફ્લૈમ પર કૂક કરો.

ઢાંકીને કૂક કરવાથી ગ્રેવીનો સરસ ટેસ્ટ પણ મેથીની વડીમાં ચડી જશે.

બરાબર કૂક થઇને મેથીની વડી સ્પોંજી થઇ જાય એટલે ફ્લૈમ બંધ કરી દ્યો.

તો હવે મેથી વડીનું ખૂબજ સ્વાદીષ્ટ એવું શાક સર્વ કરવા માટે રેડી છે.

ગરમાગરમ મેથી વડીનું ગ્રેવીવાળું શાક સર્વિંગ પ્લેટમાં સર્વ કરી તેના પર થોડી કાપેલી ઓનિયનના નાના પીસ, ટમેટાની નાની પાતળી સ્લાઇઝ અને 1 મીઠા લીમડાની સ્ટ્રીંગથી ગાર્નીશ કરો.

કોથમરીથી પણ ગાર્નીશ કરી શકો છો.

રસોઈની રાણી : શોભના વણપરિયા

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *