મિનિ ભાખરી પિઝા – આ પીઝાનો ટેસ્ટ બહારની મોટી બ્રાન્ડ જેવી કે પિઝા હટ કે પછી ડોમિનોઝને પણ ટક્કર મારે તેવો છે.

મિત્રો, હમણાં કોરોના મહામારીને લીધે રેસ્ટોરન્ટ તેમજ લારી પર મળતું સ્ટ્રીટ ફૂડ બંધ છે તો ઘણા લિકો કે જે ચટપટું અને બહારનું ખાવાના શોખીન હશે તે લોકો ઘણી બધી ચટપટી ડીશો મિસ કરતા હશે. ખાસ કરીને બાળકો જેને બહારનું ફાસ્ટ ફૂડ ખુબ યાદ આવતું હશે, પિઝા, બર્ગર તેમજ સેન્ડવિચ બાળકોને ખુબ પસંદ હોય છે. તો આજે હું બાળકો તેમજ મોટાઓની ભાવતા પિઝા બનાવવાની રેસિપી શેર કરવાની છું, આ પીઝાનો ટેસ્ટ બહારની મોટી બ્રાન્ડ જેવી કે પિઝા હટ કે પછી ડોમિનોઝને પણ ટક્કર મારે તેવો છે.

અને વળી બનાવવો પણ સાવ સરળ છે. ઓવન વિના પણ બહાર જેવો જ ટેસ્ટી પીઝા તમે ઘરે જ બનાવી શકશો. આ પિઝાને હેલ્ધી બનાવવા મેંદાના રોટલા (પિઝા બેઝ)ની જગ્યાએ ઘઉંના લોટની ક્રિસ્પી બિસ્કિટ ભાખરી યુઝ કરીશું જેથી જે લોકો ખાવાનું મેંદો અવોઇડ કરતા હોય એ પણ ખાઈ શકે. આ રીતે ભાખરી યુઝ કરવા છતાં પણ પિઝા ખુબ જ ટેસ્ટી લાગશે, તો ચાલો જોઈ લઈએ સ્ટેપ બાય સ્ટેપ રેસિપી

Advertisement

સામગ્રી :

  • Ø 8 થી 10 નાની ભાખરી
  • Ø પિઝા સોસ
  • Ø કેપ્સિકમ
  • Ø કાંદા
  • Ø ટામેટા
  • Ø ઓલિવ
  • Ø ચીલી ફ્લેક્સ
  • Ø ઓરેગાનો
  • Ø મરી પાવડર
  • Ø મોઝરેલા ચીઝ

રીત :

Advertisement

1) સૌ પ્રથમ ભાખરીનો લોટ બાંધી નાની નાની સાઈઝની ભાખરી વણી લો. ભાખરીને સરસ રાઉન્ડ શેપ આપવા માટે મોટી ભાખરી વણી વાટકા કે મોલ્ડની મદદથી નાની નાની ભાખરી કટ કરી શકાય. વણી લીધા બાદ ભાખરીને લોઢી કે તવા પર તેલ કે ઘી સાથે શેકી લો. આ રીતે ભાખરી ક્રિસ્પી બનશે અને સાથે ટેસ્ટ પણ સરસ આવશે.

2) ભાખરી તૈયાર કરી લીધા બાદ એક કડાઈમાં એક કપ મીઠું લો અને મીઠામાં વચ્ચે નાની રિંગ કે નાનું સ્ટેન્ડ મુકો. પિઝા આપણે આ કડાઈમાં બેક કરવાના છે, આ કડાઈને હવા ચુસ્ત ઢાંકણ ઢાંકીને મીડીયમ આંચ પર પ્રિ-હિટ થવા મૂકી દો.

Advertisement

3) દસેક મિનિટ ગરમ થયા બાદ ભાખરી પર ટોપિંગ કરી લો. સૌપ્રથમ ભાખરી પર પિઝા સોસ લગાવી દો. પિઝાને બેક કરવા માટે કડાઈમાં સમય તેવડી સ્ટીલની પ્લેટમાં જ ભાખરી મૂકી ટોપિંગ કરવું. અહીં ભાખરીની સાઈઝ નાની છે તો એક પ્લેટમાં જેટલી ભાખરી સમય તેટલી એકી સાથે મૂકી દો. પિઝા સોસ તમે રેડીમેડ કોઇપણ બ્રાન્ડનો લઈ શકો. મેં ઘરે બનાવેલો જ પિઝા સોસ યુઝ કરેલ છે, જો તમારે પણ બનાવવો હોય તો રેસિપીના અંતમાં ઘરે જ બહાર મળતા પિઝા સોસ જેવો જ ટેસ્ટી પિઝા સોસ બનાવવાની રેસિપીનો વિડીયો આપું છું. આ વિડીયો જોઈને તમે પણ સાવ સરળતાથી પિઝા સોસ બનાવી શકશો. કોઈપણ પ્રિઝર્વેટિવ વિના પણ તેને 20 થી 30 દિવસ માટે સ્ટોર કરી શકો છો ત્યારબાદ તેનો ઘણી બધી વાનગીઓ બનાવવામાં માટે યુઝ કરી શકો છો.

4) પિઝા સોસ લગાવી લીધા બાદ તેના પર મોઝરેલા ચીઝ સ્પ્રેડ કરો. અહીંયા પિઝા ચીઝ જ યુઝ કરવું જેથી પીઝાનો ટેસ્ટ બહાર જેવો જ આવશે. ચીઝ તમારી અનુકૂળતા મુજબ લઈ શકો છો.

Advertisement

5) ચીઝ મુક્યા પછી કેપ્સિકમ, કાંદા, ટામેટાથી ટોપિંગ કરી લો. આ બધી વસ્તુ પાતળી લાંબી ચીરીઓમાં અથવા નાના ટુકડા કરીને મુકવી. આ સિવાય તમે બાફેલા મકાઈદાણા, ગાજર કે હળવા રોસ્ટ કરેલા પનીરના ટુકડા પણ મૂકી શકો. સાથે બ્લેક ઓલીવની પાતળી રિંગ મુકો, ઓલિવ એ ઓપ્શનલ છે જો તેનો ટેસ્ટ પસંદ ન હોય કે અવેલેબલ ન હોય તો તમે સ્કિપ કરી શકો છો. જો ચીઝ વધુ પસંદ હોય તો ઉપરથી ફરી ચીઝ સ્પ્રેડ કરી શકો છો.

6) ત્યારબાદ ઉપરથી ચીલી ફ્લેક્સ, ઓરેગાનો તેમજ મરી પાવડર સ્પ્રેડ કરી લો. આ સિવાય તમે મિક્સ હર્બ પણ એડ કરી શકો છો. ઓરેગનોથી પિઝામાં ઇટાલિયન ટૅસ્ટ આવે છે.

Advertisement

7) પ્લેટમાં રાખેલી બધી જ ભાખરીને ટોપિંગ કરી લીધા બાદ તેને ગરમ મીઠાવાળી કડાઈમાં સ્ટેન્ડ ઉપર મૂકી દો.

8) ઢાંકણ ઢાંકીને મીડીયમ તો સ્લો ફ્લેમ પર બેક થવા દો. ચીઝ ઓગળે ત્યાં સુધી આ પિઝાને બેક કરવાના છે. 8 થી 10 મિનિટમાં તો પિઝા સારાંશ બેક થઇ જશે. જો માઇક્રોવેવ ઓવનમાં બેક કરવા હોય તો કન્વેનશન મોડ પર 180 ડિગ્રી પર 5 થી 6 મિનિટ અથવા તો ચીઝ મેલ્ટ થાય ત્યાં સુધી બેક કરવા. આ પિઝા બેક થાય ત્યાં સુધીમાં બીજી પ્લેટમાં ભાખરીઓને ટોપિંગ કરી બેકિંગ માટે તૈયાર કરી લેવી.

Advertisement

9) ચીઝ મેલ્ટ થતાં ઢાંકણ ખોલતા જ એકદમ મસ્ત બહાર જેવી જ સુગંધ આવવા લાગશે, પાડોશીઓને પણ ખ્યાલ આવી જાય તેવી તીવ્ર અને તુરંત મોંમાં પાણી આવી જાય તેવી સરસ ફ્રેગ્રન્સ આવશે. આ પ્લેટને બહાર કાઢી બીજી પ્લેટ બેકિંગ માટે મૂકી દો.

10) તો મિત્રો અહીં તૈયાર છે બહાર મળતા પિઝા જેવા જ ટેસ્ટી પિઝા એ પણ મેંદો યુઝ કાર્ય વગરના જેને કટ કરી ગરમાંગરમ સર્વ કરો. તો તમારા નાં ભુલકાઓને આજે જ બનાવી દેજો આ મીની ભાખરી પિઝા.

Advertisement

મિત્રો બનાવતા પહેલા નીચે આપેલ વિડીયો જરૂરથી જોઈ લેજો જેથી બનાવવામાં સરળતા રહે અને આવી અવનવી રેસિપી જોવા માટે મારી યુ-ટ્યુબ ચેનલ ‘Alka Sorathia’ વિઝિટ કરજો

વિડીયો લિંક :

Advertisement

પિઝા સોસ બનાવવા માટેની રીત :

Advertisement


રસોઈની રાણી : અલ્કા સોરઠીયા

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

Advertisement

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Advertisement
Advertisement

Leave a comment

Your email address will not be published. Required fields are marked *