મીની પુરી પીઝા – અવારનવાર બાળકો કંઈક નવીન વાનગીની ફરમાઈશ કરે છે? તો હવે એકવાર જરૂર બનાવજો…

મીની પુરી પીઝા :

આ એક ફ્લેટ ભેલ પુરી માં બનાવ્યુ છે ભેલ પુરી માં પીઝા નુ સ્ટફ કરી નોન સ્ટીક પેન માં બેક કર્યુ છે. બનાવા માં ખુબજ સરળ અને તરત બની જતી આ પીઝા પુરી તમે કોઇ પણ પાર્ટી માં સર્વ કરી શકો છો.નાના બાળકો ને ભાવે એવી વાનગી છે કારણ કે એમાં ચીઝ પણ છે અને પીઝા નો ટેસ્ટ પણ છે. યુનીક પણ નાના મોટા બધા ને ભાવે એવી તેમજ નાની મોટી પાર્ટી માં સ્ટાર્ટર તરીકે મુકી શકાય એવી તેમજ ડીનર માં, બપોરે નાસ્તા માં તેમજ પાર્ટી માં સર્વ કરી શકાય એવી સરળ રેસીપી છે. તો ચાલો આજે જ બનાવો મીની પુરી પીઝા.

સામગ્રી :

  • ૨૫૦ ગ્રામ : ભેલપુરી ની પુરી.(ફ્લેટ/ચપટી પુરી )
  • ૧ મીડીયમ : ટમેટું(બારીક સમારેલ)
  • ૧ મીડીયમ : કાંદા (બારીક સમારેલ)
  • ૧ મીડીયમ : કેપ્સીકમ (બારીક સમારેલ)
  • ૨ ક્યુબ : પ્રોસેસ્ડ ચીઝ
  • ૧ કપ : લીલી ચટણી
  • ટોમેટો કેચપ
  • પીઝા મસાલો
  • સેન્ડવીચ મસાલો

રીત :

૧) સૌ પ્રથમ કાંદા, કેપ્સીકમ, ટમેટા બધી વસ્તુ એક ડીશ માં બારીક સમારી લો.

૨) હવે એક બાઉલમાં આ બધુ ભેગુ કરી મિક્સ કરી લો હવે તેમાં લીલી ચટણી, ટમેટો કેચપ , સેન્ડવીચ મસાલો, પીઝા મસાલો બધુ તેમાં નાખી બરોબર મિક્સ કરી લો. (જો જરૂર હોય તો તેમાં મીઠું ઉમેર્વું )

૩) હવે એક પ્લેટમાં પુરી ગોઠવી લો અને તેના પર લીલી ચટણી સ્પ્રેડ કરી લો.

૪) હવે આ પુરી પર ચટણી લગાવ્યા બાદ તેનાં પર આ કાંદા,ટમેટા અને કેપ્સીકમ ને મિક્સ કરી બનાવ્યુ છે તેને એ ચટણી વાળી પુરી પર નાંખો અને તેના પર પીઝા મસાલો સ્પ્રીંકલ કરો અને ગ્રેટેડ ચીઝ નાંખી દો .

૫) હવે આ પુરી ને નોનસ્ટીક પેન માં થોડુ બટર ગ્રીસ કરી બધી પુરી ગોઠવી મુકી લીડ ઢાંકી 10 મિનીટ બેક કરવા મુકો. 10 મિનીટ પછી લીડ ખોલી જોઇ લેવું હવે પ્રોપર બેક થઇ જાય એટલે ગેસ બંધ કરી લો.

૬) હવે એક સર્વીંગ ડીશમાં ગોઠવી ગાર્નીશ કરી લો. અને ગરમા ગરમ સર્વ કરી લો. તો રેડી છે

નોંધ :

આ પુરી પીઝા માં આ ફ્લેટ/ ભેલ પુરી ની પુરી માં જ બનાવી.. તેને તમે સેઝવાન સોસ પણ નાખી શકાય છે. તેમજ નોનસ્ટીક પેન ના જગા એ તમે ઓવન માં પણ 10.મીનીટ બેક કરી શકો છો. મોઝ્રેલા ચીઝ પણ ઉમેરી કરી શકાય છે.

રસોઈ ની રાણી : ખુશ્બુ દોશી (સુરત)

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *