મિસળ પાવ – આજે આપણે મહારાષ્ટ્ર નું ફેમસ મિસળ પાવ બનાવીશું…

કેમ છો મિત્રો ……

આપણા ઐયા નું ફેમસ સેવ ઉસળ તો બધા બનાવતા જ હસો આજે આપણે મહારાષ્ટ્ર નું ફેમસ મિસળ પાવ બનાવીશું…ખાવામાં એકદમ ઝનઝનીત હોય છે ….અને બનાવાનું પણ સહેલું છે…..

કઠોળ માં આપણે મઠ નો ઉપયોગ ઓછો કરતા હોઈ એ છે તો આજે મઠ નો ઉપયોગ કરીને મિસળ બનાવીશું… સપ્રાઉટ માંથી આપણે ઘણીબધી રેસીપી બાનાવતા હોઈ ચે છે આજે ફણગાવેલા મઠ માંથી મિસળ પાવ બનાવીશું… અને ફણગાવેલા કઠોળ માં પ્રોટીન નું પ્રમાણ પણ વધારે હોય છે .

“મિસળ પાવ”

  • ૧ વાટકી – ફણગાવેલા મઠ
  • ૧ બટાકુ – બાફેલું
  • ૨ ચમચી – ગરમ મસાલો
  • ૧ ચમચી – ધાણાજીરું
  • અર્ધી ચમચી – હળદર
  • ૧ ચમચી – આદુલસણ ની પેસ્ટ
  • સ્વાદપ્રમાને મીઠું
  • તેલ
  • ૧ ચમચી – રાઈ
  • હિંગ
  • ૧ ડુંગડી – ચીરીયો કરેલી
  • ૧ ટામેટું – ચીરિયો કરેલુ

પેસ્ટ બનાવા માટે :-

  • ૨ – ડુંગળી
  • ૧- વાટકી લીલું કોપરું
  • ૧ – વાટકી સૂકું કોપરું
  • ૧ – ચમચી – ધાણા
  • અર્ધી ચમચી – ખસખસ
  • અર્ધી ચમચી – મરી
  • ૩ – લવિંગ
  • ૧ ટુકડો – તજનો
  • ૫-૬ લસણ – ની કળિયો
  • ૧ ટુકડો – આદુ

રીત:-

સૌ પ્રથમ પેસ્ટ માટે તવીઉપેર કાંદા ની ચીરીયો થોડું તેલ નાખી શેકી લેવું. પછી તેમાં બધા ખડા મસાલા, સૂકું કોપરું , લીલું કોપરું નાખી સરખુ શેકી મિક્સર માં પેસ્ટ બનાવી લેવી.

કઢાઈમાં તેલ ગરમ કરી તેમાં રાઈ, હિંગ, નાંખી ડુંગડી અને ટામેટા નાખી ગરમ મસાલો ,ધાણાજીરું , હળદર, આદુ લસણ પેસ્ટ, મીઠું નાખી તેલ છૂટે ત્યાંસુધી શેકવું.

ફણગાવેલા મઠ ને કુકર માં પાણી નાંખી ૨ વિસલ વગાડી સિજવી લેવું. બાફેલું બટાકા ના નાના ટુકડા કરી નાખવા.પેસ્ટ નાખી સરસ ઉકળવા દેવું.

હવે આ આપણી તૈયાર થઈ ગયી મઠ ની એકદમ જોરદાર મિસળ…

આ મિસળ ફરસાણ અને બટર લગાવેલા પાવ સાથે ખાવાનું અને હા સાથે ડુંગળી અને લીંબુ ખાસ લેજો તો જ મજા આવશે..

રસોઈની રાણી : નેહા આર. ઠક્કર

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *