મિસળ પાઉં – હજી પણ બહાર લારી અને સ્ટોલ પર મળતા મિસળ પાઉંને યાદ કરો છો? ઘરે જ બનાવો આવીરીતે…

મિસળ પાઉં :

મિસળ પાઉં એ એક મસાલેદાર મહારષ્ટ્રીયન વાનગી છે. જે બાફેલા મઠ કે મઠ્ના સ્પ્રાઉટ્સમાંથી બનાવવામાં આવે છે. તેમાં ઘણીવાર થોડા મગ પણ ઉમેરવામાં આવતા હોય છે. તે ખૂબજ રસાદાર હોય છે તેમાં થોડા મસાલા ઉમેરીને તેને ખૂબજ સ્વાદિષ્ટ બનાવવામાં આવે છે. તેમાં ફરસાણ કે ચિવડા કે સેવ સાથે ઓનિયનનું ટોપિંગ કરવામાં આવે છે. અને પાઉં, બન કે બ્રેડ સાથે ખાવામાં આવે છે. સ્નેક તરીકે લઇ શકાય છે. તમે ઇચ્છો તો લંચ અને ડીનરમાં પણ લઈ શકો છો. લસણ, ઓનિયન અને ટમેટા સાથે મસાલા ઉમેરવાથી ખૂબજ લહેજતદાર બનતા આ મિસળ પાઉં બધાને ખૂબજ ભાવે છે. સ્ટ્રીટ ફુડ તરીકે પણ લોકોમાં ખૂબજ પસાંદિદા આ મિસળ પાઉંની અહીં હું રેસિપિ આપી રહી છું. તો તમે પણ મારી આ રેસિપિ ફોલો કરીને ચોક્કાસથી ઘરે બનાવવાની ટ્રાય જરુર કરજો.

મિસળ પાઉં બનાવવા માટેની સામગ્રી :

 • 200 ગ્રામ મઠ
 • 50 ગ્રામ મગ
 • 6-7 મરચા
 • 5 મોટી ઓનિયન
 • 7 મોટા ટમેટા
 • 1 ટેબલ સ્પુન કાંદા લસણ મસાલો
 • 2 ટેબલ સ્પુન ગોડા મસાલા
 • 2 ટેબલ સ્પુન લાસણની લાલ ખાંડેલી ચટણી
 • ½ ટી સ્પુન ગરમ મસાલો
 • 1 ½ ટી સ્પુન કશ્મીરી લાલ મરચુ
 • 4 ટેબલ સ્પુન ઓઇલ
 • 1 સ્પુન આખુ જીરું

ટોપિંગ માટે :

 • ચવાણુ કે ચિવડા જરુર મુજબ
 • સેવ (ઓપ્શનલ )
 • બારીક સમારેલી ઓનિયન જરુર મુજબ

સર્વિંગ માટે :

 • પાઉં, બન કે બ્રેડ
 • લીંબુના પીસ

મિસળ પાઉં બનાવવાની રીત :

સૌ પ્રથમ મઠ ને 2-3 વાર પાણીથી ધોઈ લ્યો. 6-7 કલાકા માટે હુંફાળા પાણીમાં પલાળી રાખો.

જો તમે સ્પ્રાઉટ્સ બનાવવા માંગતા હોવ તો આ પ્રોસિઝર એક દિવસ અગાઉ કરો. 12 કલાક બાદ તેને પાણીમાંથી નિતારી કપડામાં બાંધીને 12 થી 24 કલાક રાખવાથી સરસ સ્પ્રાઉટ્સ બની જશે.

*હવે એક મોટા વસણમાં રસો બનાવવા માટે પાણી ગરમ મૂકો. રસો બનાવવામાટે ગરમ પાણી ઉમેરવાથી તેમાં મસાલા સારી રીતે ભળી જઈ રસો સરસ બનશે .

હવે પલાળેલા મઠમાંથી પાણી નિતારી લ્યો. અથવા સ્પ્રાઉટ્સને કપડામાંથી કાઢી પ્રેશર કુકરમાં થોડું પાણી મૂકી 1 વ્હીસલ કરી પ્રેશર કૂક કરો. વધારે કૂક કરવાથી મેશ થઈ જશે.

હવે 6-7 મરચા, 5 મોટી ઓનિયન અને 7 મોટા ટમેટા લઇ બધાને અલગ અલગ ગ્રાઇંડ કરી ફાઇન પેસ્ટ બનાવી લ્યો.

હવે એક મોટું થીક બોટમ્ડ લોયુ લઇ મીડિયમ ફ્લૈમ પર મૂકી તેમાં 4 ટેબલ સ્પુન ઓઇલ ગરમ મૂકો. તેમાં 1 ટી સ્પુન આખું જીરું ઉમેરી તતડવા દ્યો.

ત્યારબાદ તેમાં ગ્રાઇંડ કરેલી ઓનિયન ઉમેરી તેમાં ½ ટી સ્પુન હળદર અને ½ ટી સ્પુન સોલ્ટ ઉમેરી મિક્ષ કરો. તેને અધકચરી કુક કરી લ્યો. ત્યારબાદ તેમાં ગ્રાઇંડ કરેલા મરચા ઉમેરી મિક્ષ કરો. એકાદ મિનિટ સાંતળો.

ત્યારબાદ તેમાં ગ્રાઇંડ કરેલા ટમેટા ઉમેરી મિક્ષ કરો. બધું મિક્ષ કરી લ્યો. હવે તે મિશ્રણમાં 1 ટેબલ સ્પુન કાંદા લસણ મસાલો, 2 ટેબલ સ્પુન ગોડા મસાલા, 2 ટેબલ સ્પુન લાસણની લાલ ખાંડેલી ચટણી, 1 ½ ટી સ્પુન કશ્મીરી લાલ મરચુ અને ½ ટી સ્પુન ગરમ મસાલો ઉમેરી મિક્ષ કરી લ્યો.

હવે ઢાંકીને 4-5 મિનિટ કૂક કરી કરી લ્યો. તેમાંથી ઓઇલ છુટું પડતું લાગે એટલે તેમાં સારા એવા પ્રમાણમાં ગરમ પાણી ઉમેરી તેનો પાતળો રસો બનાવો. (પીક્ચરમાં બતાવ્યા પ્રમાણે).

હવે તેને ઢાંકીને, ઉપર રેડ કલરનું ઓઇલ દેખાવા માડે અને બધો રસો એકરસ થઇ જાય ત્યાં સુધી ઉકાળો.

હવે તેમાં મઠ ઉમેરી ફરીથી 5-7 મિનિટ મિડિયમ ફ્લૈમ પર ઉકાળો. મઠ્માં મસાલા સરસ રીતે ભળી જાય એટલે ફ્લૈમ બંધ કરો. ગરમા ગરમ ટેસ્ટી મસાલેદાર મિસળ સર્વ કરવા માટે રેડી છે.

હવે એક ડીપ સર્વિંગ પ્લેટમાં ગરમાગરમ મીસળ ઉમેરો. તેમાં ઉપરથી ફરસાણ કે ચિવડા ઉમેરી તેના પર બારીક કાપેલી ઓનિયન ઉમેરી દ્યો.

સાથે બન કે પાઉં અને લીમ્બુ સાથે એક્સ્ટ્રા થોડું ફરસાણ અને રસો પણ સર્વ કરો.

ખૂબજ ટેસ્ટી, લહેજતદાર, કલરફુલ મીસળ પાઉં ઘરના દરેક લોકોને ખૂબજ ભાવશે.

રસોઈની રાણી : શોભના વણપરિયા

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Join the discussion

Your email address will not be published. Required fields are marked *