ફ્રેશ મિક્ષ ફ્રુટ સલાડ – ઉનાળામાં પરિવારને હેલ્થી અને સેફ રાખો આ ફ્રેશ સલાડ ખવડાવીને…

ફ્રેશ મિક્ષ ફ્રુટ સલાડ :

અત્યારે ઉનાળાની ગરમીમાં આવતા વોટરી ફ્રેશ ફ્રુટ્સમાંથી કોલ્ડ્રીંક્સ, જ્યુસ, આઇસ ક્રીમ, આઇસ કેંડી, ગોલા વગેરે બનાવવામાં આવતા હોય છે. મીક્ષ ફ્રુટ લેવાથી ટેસ્ટ તો તેનો ખૂબજ સરસ લાગે છે સાથે સાથે તે હેલ્થ માટે પણ અનેક ગણું હેલ્ધી બની જાય છે. કેમકે અલગ અલગ ફ્રુટમાં કોઇ ને કોઇ જુદાજુદા વિટામિન્સ, મિનરલ્સ વગેરેનો સમૃધ્ધ સ્ત્રોત હોય છે. વિવિધ ફ્રુટ્સ ખાવાથી વિવિધ પ્રકારના પોષક તત્વો તો મળે જ છે. પરન્તુ તે પોષક તત્વો એકલા ફ્રુટ કરતા પણ વધુ શક્તિશાળી સ્વાસ્થ્ય લાભો ઉત્પન્ન કરવા માટે કાર્ય કરે છે. ગરમીની સિઝનમાં આઇસવાળી વાનગી ખાવાના ઉપયોગમાં લેવાથી ઘણી વાર શારીરિક નુક્શાન પણ થતું હોય છે, પણ માત્ર ઠંડી કરેલી વાનગીઓ જેવાકે મિક્ષ શાકભાજીના સલાડ કે મિક્ષફ્રુટનું સલાડ જેવી વાનગીઓ ઠંડી કરીને ખાવાથી શરીરને ઠંડક આપે છે.

તેથી અહીં હું આપ સૌ માટે મિક્ષ ફ્રેશ ફ્રુટ સલાડની રેસિપિ આપી રહી છું. જે નેચરલ ફાઇબરનો સ્ત્રોત છે. ફ્રેશ ફ્રુટ અને શાકભાજીમાં ફાઇબર પુષ્કળ પ્રમાણમાં હોવાથી આંતરડા માટે પણ ખૂબજ ફાયદા કારક છે. તેમાં પુષ્કળ પ્રમાણમાં પોષક તત્વો પણ રહેલા છે. રોજીંદા તૂટતા કોષોને રીપેર કરે છે અને સ્નાયુઓને મજબૂત બનાવી તેની કામગીરીમાં સુધારો કરે છે. હાડકા મજબૂત બને છે. હૃદયને સુરક્ષિત રાખે છે. વજન પર નિયંત્રણ રાખે છે. આ સિવાય પણ અનેક રીતે ફાયદાકારક છે, તો મિત્રો… મારી આ રેસિપિને ફોલો કરીને તમે પણ ફ્રેશ મિક્ષ ફ્રુટ સલાડ ઘરે બનાવજો. બનાવવું પણ ઘણું સરળ છે. અને આ બધા ફાયદાઓ મેળવજો.

ફ્રેશ મિક્ષ ફ્રુટ સલાડ બનાવવા માટેની સામગ્રી :

  • 1 ½ કપ શક્કર ટેટીના બોલ્સ
  • ¾ કપ ફ્રેશ કાળી દ્રાક્ષની કરેલી સ્લાઇઝ
  • ½ કપ ફ્રેશ લીલી દ્રાક્ષની કરેલી સ્લાઇઝ
  • ½ કપ લાલ દાડમના દાણા
  • ½ કપ ચીકુ – બારીક સમારેલા
  • 1 ટી સ્પુન બારીક કાપેલી મરચાની રીંગ
  • ½ ગાજરની ઉભી-લાંબી કાપેલી સળી
  • ½ કપ કેપ્સીકમના કાપેલા નાના પીસ
  • ½ કપ ટમેટાના કાપેલા નાના પીસ
  • 1 ટેબલ સ્પુન બારીક કાપેલી કોથમરી
  • ½ ટેબલ સ્પુન બારીક કાપેલો ફુદીનો
  • 3 સ્લાઇઝ ટમેટાની રીંગ
  • 2-3 ટેબલ સ્પુન શેકેલી શિંગના ફોતરા કાઢી બનાવેલો અધકચરો ભૂકો.
  • ½ ટી સ્પુન મરી પાવડર
  • ½ ટી સ્પુન સંચળ પાવડર-બ્લેક સોલ્ટ
  • ½ ટી સ્પુન ચાટ મસાલો અથવા છાશ મસાલો
  • થોડી બારીક કાપેલી કોથમરી – ફુદીનો ગાર્નીશિંગ માટે
  • સોલ્ટની જરુર નથી કેમેકે તે સ્પાયસમાં પૂરતા છે.

ફ્રેશ મિક્ષ ફ્રુટ સલાડ બનાવવાની રીત :

સૌ પ્રથમ શક્કર ટેટીને વચ્ચેથી આડી કાપી બે ભાગ કરી લ્યો. તેમાંથી બી કાઢી લ્યો.

તેના એક ભાગમાંથી સ્પુન વડે 1 ½ કપ જેટલા બોલ્સ કાપી લ્યો.

એક મોટું મિક્ષીંગ બાઉલ લ્યો.

તેમાં શક્કર ટેટીમાંથી કાપેલા 1 ½ કપ બોલ્સ ઉમેરો.

ત્યારબાદ તેમાં ¾ કપ ફ્રેશ કાળી દ્રાક્ષની કરેલી સ્લાઇઝ ઉમેરો.

હવે તેમાં ½ કપ ફ્રેશ લીલી દ્રાક્ષની કરેલી સ્લાઇઝ ઉમેરો.

વારંવાર દરેક વખતે ઇંગ્રેડિયન્ટ્સ ઉમેરતા જઇ મિક્ષ કરીને હલાવવું નહીં. ( કેમકે તેમ કરવાથી ફ્રેશ દ્રાક્ષની સ્લાઇઝ તૂટી જશે અને તેમાંથી જ્યુસ નીકળવાથી સલાડ વોટરી બની જશે).

હવે તેમાં ½ કપ બારીક સમારેલું ચીકુ, ½ ગાજરની ઉભી-લાંબી કાપેલી સળી અને ½ કપ લાલ દાડમના દાણા ઉમેરો.

ત્યારબાદ બધું મિક્ષ કર્યા વગર જ, તેમાં સાથે જ 1 ટી સ્પુન બારીક કાપેલી મરચાની રીંગ, ½ કપ કેપ્સીકમના કાપેલા નાના પીસ અને ½ કપ ટમેટાના કાપેલા નાના પીસ ઉમેરી દ્યો.

હવે ધીમે ધીમે સ્પુનથી બધું મિક્ષ કરી લ્યો.

ત્યારબાદ 2-3 ટેબલ સ્પુન શેકેલી શિંગના ફોતરા કાઢી બનાવેલો અધકચરો ભૂકો, ½ ટી સ્પુન મરી પાવડર, ટી સ્પુન સંચળ પાવડર-બ્લેક સોલ્ટ અને ½ ટી સ્પુન ચાટ મસાલો અથવા છાશ મસાલો ઉમેરી જરા હલકા હાથે સ્પુનથી ઉપર નીચે કરી મિક્ષ કરી લ્યો. હવે બનાવેલા ફ્રેશ મિક્ષ ફ્રુટ સલાડને 10 મિનિટ માટે રેફ્રીઝ્રેટરમાં સેટ થવા તેમજ ઠંડું થવા માટે મૂકો.

10 મિનિટ બાદ આ સલાડને રેફ્રીઝ્રેટરમાંથી બહાર લઇ લ્યો. આ સલાડ ઠંડું ખૂબજ સરસ લાગે છે. તો હવે આ સલાડ સર્વ કરવા માટે રેડી છે.

સર્વ કરતા પહેલા મિક્ષિંગ બાઉલમાં રહેલા સલાડને ટમેટાની રિંગ્સ અને બારીક સમારેલી થોડી કોથમરી – ફુદીનાથી ગાર્નીશ કરો.

સ્વાદમાં ખૂબજ ટેસ્ટી અને હેલ્થ માટે એકદમ ફીટ એવું આ ફ્રેશ મિક્ષ ફ્રૂટ સલાડ ઉનાળાની સખત ગરમીમાં દરેક લોકોની હેલ્થ માટે ખૂબજ હેલ્પ ફુલ છે. તો જરુરથી મારી આ રેસિપિને ફોલો કરીને બનાવજો.

રસોઈની રાણી : શોભના વણપરિયા

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *