મિકસ સ્પ્રાઉટ ફલાફલ – સ્પ્રાઉટ ના ફ્લાફલ ટેસ્ટી તો છેજ પણ સાથે હેલ્થી પણ છે અને બનાવવા માં પણ એકદમ સહેલા…

સ્પ્રાઉટ ના ફ્લાફલ ટેસ્ટી તો છેજ પણ સાથે હેલ્થી પણ છે અને બનાવવા માં પણ એકદમ સહેલા….. .અત્યારે બધાય ને કયિક ને કયિક નવું નાસ્તો જોઈતું હોય છે. અને સાથે હેલ્થ નું ખ્યાલ પણ બધી જ મમ્મી રાખવાનો ટ્રાય કરતી જ હોય છે… તો ચાલો આજે આપણે સપ્રાઉટ ના બેનીફિટ સાથે એના

ફ્લાફલ બનાવી દઈએ…..

મિકસ સ્પ્રાઉટ ફલાફલ

સામગ્રી :-

  • ૧ કપ – મિક્સ સ્પ્રાઉટ (મગ, મઠ, ચણા )
  • ૧ ચમચી – આદું લસણ ની પેસ્ટ
  • ૧ ચમચી – જીરું પાવડર
  • ૧ ચમચી – ધાણાજીરું
  • ૧ ચમચી – ચાટ મસાલા
  • કોથમરી
  • ૧ ચમચી – લાલ મરચું
  • ૧/૨ કપ – જાડા પૌવા
  • મીઠું સ્વાદપ્રમાને
  • તેલ તળવા માટે

રીત :-


મિક્સ કઠોળ આખી રાત પાણી માં પલાડી સવારે ફણગા ફૂટવા માટે કપડામાં બાંધી રાખવા.


ફણગા સરસ ફુટી જાય પછી મિક્સર જાર માં લયી તેમાં કોથમરી,મરચું,મરી પાવડર ,જીરું પાવડર,લસણ નાંખી જાળું પીસી લેવું.


હવે પીસેલા મિશ્રણ માં પૌવા નો પોવડર કરી અર્ધો મિક્સ કરવો.

મિશ્રણ ના લંબગોળ ફલાફલ બનાવી પૌવા ના પાવડર માં રગદોળી તળી લેવા.


ગોલ્ડન બ્રાઉન થાય ત્યાંસુધી તળી પછી ટિશું પેપર પર કાઢવા.


ટોમેટો સોસ સાથે સર્વ કરવું.

ટીપ – આ મિશ્રણ માં ગાજર પણ નાખી શકો છો……

૧- બધા કઠોળ કરતાં સહુથી વધારે પોષકતત્ત્વ મગ માં મળે છે

૨ – મગ માં વિટામીન A, B, C, E ફોસ્ફરસ આયર્ન આપણા શરીર માં મળે છે.

૩- બહાર નું જંક ફૂડ ખાવાથી શરીર માં એસિડ તત્વ ને વધતાં રોકે છે.

૪- લોહી ને સાફ રાખે છે. જેથી ફોડલા , પિમ્પ્લસ બીજા રોગો થતા અટકે છે.

૫- મગ માં ફાઈબર , કેલસિઅમ વધારે માત્રા માં મળે છે.

રસોઈની રાણી : નેહા આર. ઠક્કર

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *