મિક્સ વેજ કરી – શિયાળામાં મળતા ફ્રેશ શાકભાજીમાંથી બનાવો આ ટેસ્ટી અને મસાલેદાર વેજ કરી…

શિયાળા માં ખુબ જ સરસ ફ્રેશ શાકભાજી આવતા હોય છે , તો ચાલો આજે મસ્ત મજા નું ચટાકેદાર ટેસ્ટી મિક્સ વેજ કરી બનાવીએ. અહીં મેં જે શાકભાજી લીધા છે તેમાં tame તમારી પસંદ અનુસાર વધારે ઓછા કરી શકો છો કે પછી પસંદ નું શાક ઉમેરી કે કાઢી શકો છો, તો ચાલો રેસીપી જોઈ લઈએ.

૩ ચમચી તેલ ગરમ કરો , ગરમ થાય એટલે એક પછી એક શાકભાજી નાખતા જવાના છે, ૨ કપ ફ્લાવર, ૧ કપ ગાજર મીડીયમ મોટા ટુકડા કરેલું. ૧ કપ ફ્રેશ લીલા વટાણા , ૧ મીડીયમ ટુકડા કરેલું બટેકુ , ૧ ચમચી મીઠું અને અડધી ચમચી હળદર નાખી મિક્સ કરી લો ,

પછી ઢાંકી દઈ ૬-૭ મિનિટ માટે કૂક થવા દેવાનું છે , વચ્ચે ૩-૪ મિનિટ થાય તેના પછી ૨ કપ ટુકડા કરેલા કેપ્સિકમ નાખી દેવાના છે ,

કેપ્સિકમ ને બીજા શાક કરતા ઓછો ટીમે લાગે છે તેથી અપડે થોડી વાર પછી એડ કર્યા છે .

ફરી થી ઢાંકી દઈ બધા શાક ૮૦% સુધી ચડી જાય ત્યાં સુધી કૂક કરવાના છે. ૬-૭ મિનિટ જેવું કૂક થવા દો.

ત્યાર બાદ બધા શાકભાજી ને એક બાઉલ માં નીકળી લો.

સેમ પેન માં ૩ ચમચી તેલ ગરમ કરવા મુકો , ૨ ચમચી આદુ – લીલા મરચા – અને લસણ ની પેસ્ટ નાખી દઈ ૫-૧૦ સેકન્ડ સુધી સાંતળી લો ,

ત્યાર બાદ ૩-૪ ડુંગળી ની પેસ્ટ નાખી દો અને મિનિટ જેવું સાંતળી લો મીડીયમ ગેસ પાર ,

ત્યાર બાદ ૨ કપ ટામેટા ની પ્યૂરી નાખી દેવાની છે ,

૭-૮ કાજુ અડધી ચમચી હળદર , ૨ ચમચી કાશ્મીરી લાલ મરચું પાઉડર , ૧ ચમચી ધાણાજીરું આટલી વસ્તુ નાખી અને બરાબર મિક્સ કરી લેવાનું છે.

ઢાંકી અને ૬-૭ મિનિટ સુધી કુક કરી લેવાનું છે.

૬-૭ મિનિટ પછી ૧ ચમચી ગરમ મસાલો , ૧ ચમચી સબ્જી સ્પેશ્યલ મસાલા (ઓપ્શનલ છે )

૧.૫ કપ પાણી નાખી અને કૂક કરેલા શાકભાજી નાખી દેવાના છે. ૨ ચમચી મલાઈ નાખી દો બરાબર મિક્સ કરી લો, ઢાંકી દઈ અને ૨-૩ મિનિટ સુધી મીડીયમ ગેસ પર રેવા દો

ત્યાર પછી જીણી સમારેલી કોથમીર નાખી મિક્સ કરી . રોટલી , નાન, પરાઠા , રાઈસ સાથે સર્વ કરો.



રસોઈની રાણી : નિરાલી કોરાટ

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *