મિક્સ દાળ માંથી બનતા દાળવડા – કોઈપણ સીઝન હોય દરેક ગુજરાતીને ભાવે એવા આ દાળવડા…

દાળ વડા સંભાળ તા જ મોમ પાણી આવી જાય દાળ વડા આપણા તયાં ચોમાસા માં વધારે ખવાય છે આપણે દાળવડા લગભગ મગ દાળ મા થી બનાવતા હોઈ છે આ વખતે હું મિક્સ દાળ મા થી બનાવ્યા છે મિક્સ દાળ બધા ના ઘર મા હોય જ છે આપડે દાળવડા 2to3 કલાક મા બની જાય છે આ ગરમ ગરમ ખાવા ની મઝા આવે છે તમે આ નાસ્તો ગરમ ખાવા મા આવે છે મિક્સ દાળવડા ડિનર લઈ શકો

મેં થોડો ચેન્જ લાવી ને બધી મિક્સ દાળ વડા બનાયા છે આ મસ્ત ક્રિસ્પી બંને છે , આમાં મે અમુક થોડી મારી ટિપ્સ ભી શેર કરી છે આ વડા ઓઈલ ફ્રી ભી બનાવી શકો છો આ વડા તમે ઓઈલ ફ્રી બનાવી શકો છો અપ્પમ સ્ટેન્ડ મા

મિક્સ દાળ વડા માટે ની સામગ્રી

  • 1/2 કપ મગ ની દાળ
  • 1/2 કપ મગ ની ફોતરાં વાળી દાળ
  • 1/2 કપ ચણા ની દાળ
  • 1/2 કપ અડદ ની દાળ
  • 1/2 કપ તુવેર ની દાળ
  • 2 સ્પૂન ચોખા નો લોટ
  • 2 સ્પૂન ચણા નો લોટ
  • 1 સ્પૂન ઓટસ
  • 5 સ્પૂન આદુ મરચા લસણ પેસ્ટ
  • 1 સ્પૂન જીરું
  • 1 સ્પૂન વરિયાળી
  • 1 સ્પૂન આખા ધાણા
  • 1/2 કપ કોથમીર
  • તળવા માટે ઓઈલ

સર્વ કરવા માટે

  • ચટણી
  • ઓનિઓન

રીત

બધી દાળ પ્રોપર 2 to 3 વાર પાણી સાફ કરી દો તેને હવે 5 કલાક પલાળી રાખો જેથી બધી દાળ પ્રોપર પલળી જાય

હવે દાળ પલળી ગઈ છે તેને એક મિક્સર જાર લો તેમાં તેમાં પલળી બધી મિક્સ દાળ નાખો મીઠુ, જીરું , આદુ મરચા એન્ડ લસણ વરિયાળી , આખા ધાણા નાખો તેને ક્રશ કરો આ બધું જોડે ક્રશ કરવા થી એક સરસ મઝા નો ટેસ્ટ આવે છે, હવે લગભગ આપણે જોઈ છે એવુ ખીરું ક્રશ થઇ ગયું છે,આપણે આ દાળ બહુ ક્રશ નથી કરવા ની.

હવ ચણા લોટ, ઓટસ એન્ડ ચોખા નો લોટ નાખો હવે આ બધા 1 મિનિટ માટે હલાવો તે પ્રોપર મિક્સ થઇ જાય, તેને 5 મિનિટ માટે સાઈડ મા મુકો, ચણા લોટ એક બાઈન્ડીંગ આવેશે

ઓટસ એન્ડ ચોખા લોટ થી ક્રિસ્પી બનશે આ બધી સામગ્રી નાખવા થી દાળ થોડું ઓછું ઓઈલ ચૂસે છે,

હવે તેને અંદર ગરમ ઓઈલ નાખજો હવે તેને 3 મિનિટ માટે સતત હલવો તમે જેટલું હલાવશો એટલા વડા સોફ્ટ બનશે,

હવે ઓઈલ ગરમ થઇ ગયું છે તેને હાથ થી ઓર સ્પૂન મદદ થી વડા ઉતરો અથવા તમે હાથ મદદ થી ભી ઉતારી શકો છો,

ગેસ બહુ ફાસ્ટ ના કરતા નઈ અંદર થી કાચા રહેશે , આ વડા ધીમા તાપે થવા દો જો ,

હવે તેને 5 મિનિટ માટે થવા દો હવે તમે જોઈ શકો છો આપણા વડા પ્રોપર ફ્રાય થઇ ગયા છે

હવે વડા ગોલ્ડન કલર થઇ ગયા છે , તમારે જેટલાં ક્રિસ્પી કરવા હોય એટલા કરી શકો છો હવે વડા એક પ્લેટ મા લો તેને ગરમ સર્વ કરો. તેને ઓનિઓન અંદર ચટણી સાથે સર્વે કરો. આ વડા તમે જૈન ભી બનાવી શકો છો

રસોઈની રાણી : એકતા મોદી

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *