મિક્સ દાળ ના ગરમા ગરમ હેલ્ધી અને ટેસ્ટી ચિલ્લા, હવે જયારે પણ ચિલ્લા બનાવો તો આવીરીતે બનાવજો…

આજે આપણે મિક્સ દાળ ના ગરમા ગરમ હેલ્ધી અને ટેસ્ટી ચિલ્લા બનાવવાની રેસિપી જોઈ લઈશું. આપણા ઘર માં થોડી થોડી દાળ દર વખતે બચી જતી હોય છે આપણ ને સમજાતું નથી કે થોડી થોડી દાળ બચી છે તેનું શું કરવાનું તો તેની માટે મિક્સ દાળ ના ચિલ્લા બનાવીશું મિક્સ દાળ ના ચિલ્લા આ પ્રોટીન થી ભરપૂર પણ છે અને આપણી બધી બચેલી દાળ યુઝ પણ થઈ જાય અને આ તમે બાળકો ને બ્રેક ફાસ્ટ માં અથવા ટિફિન માં પણ આપી શકો છો.તો ચાલો જોઈ લઈએ કઈ રીતે બને છે.

સામગ્રી:

  • મગ
  • અડદ ની દાળ
  • ચોળા
  • મગ ની મોગર દાળ
  • મગ ની છીલકાવાળી દાળ
  • લીલા મરચા
  • આદુ
  • મીઠું
  • લાલ મરચું પાવડર
  • મીઠા લીમડાના પાન
  • ડુંગળી
  • ટામેટા
  • કોથમીર
  • તેલ
  • રાઈ
  • જીરું

રીત

1- હવે બધી દાળ ને મિક્સ કરી પલાળી લઈશું.આને બે કે ત્રણ પાણી થી ધોઈ લીધી છે અને સારા પાણી માં પલાળી લીધી છે આને સાત થી આઠ કલાક પલાળી રાખીશું.હવે તમે વિડિયો માં જોઈ શકો છો કે આપણી દાળ સાત થી આઠ કલાક પલળી ગઈ છે.

2- હવે દાળ નું પાણી આપણે એક બાઉલ માં કાઢી લઈશું.અને જરૂર પ્રમાણે ક્રશ કરતી વખતે તેમાં નાખીશું હવે એક મિક્સર જાર લઈ લઈશું.અને તેમાં દાળ ને એડ કરવાની છે હવે તેમાં બે લીલા મરચા નાખીશું ત્યારબાદ એક આદુ નો ટુકડો લઈશું તેને પીસ કરી ને એડ કરીશું.

3- હવે દાળ ને ક્રશ કરવા તેમાં પાણી એડ કરીશું.હવે જે પાણી આપણે કાડ્યુ હતું તે થોડું એડ કરીશું.જો જરૂર પડે તો જ નવું પાણી લઈશું બાકી આ જ પાણી યુઝ કરવાનું વધારે ના પડે એટલે આપણે સાઈડ પર રાખ્યું છે.

4- હવે આને ક્રશ કરી લઈશું.તમે વીડિયોમાં જોઇ શકો છો કે સરસ સ્મૂથ ક્રશ થઈ ગયું છે અને જે પાણી હતું તે બધું યુઝ કરી દીધું છે જો વધારે પાતળું હશે તો પુડલા નઈ ઉતરે.હવે તેમાં એક નાની વાડકી રવો નાખીશું.

5- રવો પાણી પીશે એટલા માટે તેમાં પાછું થોડું પાણી નાખીશું.બસ હવે આ રેડી છે હવે તેને ૪૫ મિનિટ રહેવા દઈશું.જેથી સરસ ફૂલી જાય.તમને એવું લાગે કે આ જાડું છે ત્યારે તેમાં થોડું પાણી એડ કરવાનું.હજુ તેમાં આપણે વેજીટેબલ નાખીશું.તેનું પણ પાણી છૂટશે.

6- હવે એક કલાક થઈ ગયો છે તમે વીડિયોમાં જોઇ શકો છો કે આ સરસ પલળી ગયું છે હવે તેમાં અમુક વેજીટેબલ નાખી દઈશું હવે આપણી પાસે મોટી ડુંગળી સમારી લીધી છે તે એડ કરીશું.હવે એક મોટું ટામેટું છીણી લીધું છે જેથી તેના પીસ મોઢા માં ના આવે અને સરસ રીતે મિક્સ થઈ જાય.

7- હવે તેમાં ઝીણા સમારેલા લીલાં ધાણા એડ કરીશું.હવે સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું.હવે બધું બરાબર મિક્સ કરી લઈશું.તમે વીડિયોમાં જોઇ શકો છો કે આપણે અહીંયા ધાણા અને ટામેટા ને ડુંગળી લીધી છે તમે ચાહો તો ગાજર પણ નાખી શકો છો.

8- હવે એક વઘાર રેડી કરી લઈશું. હવે એક પેન માં એક ચમચી તેલ ગરમ કરી લઈશું.હવે આમાં એક ચમચી રાઈ નાખીશું.ત્યારબાદ તેમાં એક નાની ચમચી જીરૂ નાખીશું.ત્યારબાદ એક ચપટી હીંગ નાખીશું.

9- હવે ચપટી અડદ ની દાળ નાખીશું. હવે તેમાં મીઠા લીમડાના પાન નાખીશું. હવે ગેસ બંધ કરી ને એક નાની ચમચી લાલ મરચું પાવડર નાખીશું. હવે તેને મિક્સ કરી લઈશું.હવે તેને બેટર માં એડ કરીશું આમ કરવાથી તેનો સ્વાદ બહુ સરસ આવે છે.

10- હવે બરાબર મિક્સ કરી લઈશું. હવે ખીરું તૈયાર છે તો ચાલો હવે ચિલ્લા ઉતારી એ.હવે લોઢી ગરમ થઇ ગઈ છે હવે તેમાં થોડું તેલ એડ કરીશું. હવે તેલ ને સ્પ્રેડ કરી લઈશું.હવે બેટર મુકીશું,હવે તેને હલકા હાથે ચમચા થી ગોળ સેપ આપી દઈશું.હવે થોડું તેલ મૂકી દઈશું.

11- તમે બટર નો ઉપયોગ પણ કરી શકો છો.હવે બીજી સાઈડ પણ કુક થઈ ગયું છે હવે તેને પલટાવી લઈશું. હવે આને સર્વે કરીશું.હવે આ રીતે બધા ચિલ્લા ઉતારી લઈશું.હવે આને સર્વે કરો ગ્રીન ચટણી સાથે,આને તમે ટિફિન માં પણ લઈ જઈ શકો છો.તો તમે એકવાર ચોક્કસથી ટ્રાય કરજો.

વિડિઓ રેસિપી:


રસોઈની રાણી : કોમલ ભટ્ટ

Youtube Link :ચેનલ સાથે જોડાવવા અહીંયા ક્લિક કરો.

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *