મિક્સ વેજીટેબલ હેલ્ધી પરોઠા – સવારના નાસ્તામાં અને રાત્રે જમવામાં પણ ખાઈ શકશો…

આજે આપણે મિક્સ વેજીટેબલ હેલ્ધી પરોઠા બનાવવાની બેસ્ટ રેસીપી જોઈશું.આ એક પરોઠો ખાવ તો બધા વીટામીન પણ મળી જાય અને પેટ પણ ભરાય જાય.આ બન્યા પછી ખૂબ જ ટેસ્ટી લાગે છે તો ચાલો બનાવી લઈએ મિક્સ વેજ પરોઠા.

સામગ્રી:

Advertisement
 • ઘઉ નો લોટ
 • ડુંગળી
 • કોબીજ
 • ગાજર
 • મીઠું
 • ફ્લાવર
 • કેપ્સિકમ
 • પનીર
 • ઘી
 • બાફેલા બટાકા
 • લીલા મરચા
 • લાલ મરચું પાવડર
 • શેકેલું જીરું પાવડર
 • મરી પાવડર
 • ચાટ મસાલો
 • ગરમ મસાલો
 • અજમો
 • કસ્તુરી મેથી
 • લીલા ધાણા

રીત

1- પહેલા આપણે લોટ બાંધી લઈશું. હવે એક કપ ઘઉ નો લોટ લઈશું તમે મેંદો પણ લઈ શકો છો.હવે તેમાં સ્વાદ મુજબ મીઠું નાખીશું.હવે આપણે એક ચમચી ઘી નાખીશું,તમે તેલ પણ લઈ શકો છો.અને બટર પણ લઈ શકો છો.

Advertisement

2- તેલ કરતા ઘી વધારે સારું છે હવે લોટ ને મિક્સ કરી લઈશું.હવે થોડું થોડું પાણી લઈ લોટ બાંધી લઈશું.રોટલી કરતા થોડો ઢીલો લોટ બાંધી લઈશું.જો તમારો લોટ કડક હશે તો પરોઠા ફાટી જશે.અને તેમાંથી બધું મિશ્રણ નીકળી જશે.

3- હવે લોટ બંધાય ગયો છે હવે તેમાં થોડું ઘી નાખીશું.તમે વીડિયોમાં જોઇ શકો છો કે આટલો આપણો લોટ સોફ્ટ હોવો જોઈએ.હવે આને ઢાંકી ને મૂકી દઈશું.હવે ત્યાં સુધી સ્ટફિંગ તૈયાર કરી લઈશું.હવે બે ડુંગળી ને ઝીણી ચોપર માં ચોપ કરી લઈશું.

Advertisement

4- હવે એક વાડકી ઝીણી કોબીજ ને ચોપર માં ચોપ કરી લીધી છે.તેવી જ રીતે એક વાડકી ગાજર ને પણ ઝીણું ચોપ કરી લેવાનું છે તે પણ બાઉલ માં એડ કરીશું.હવે અડધી વાડકી ફ્લાવર ને પણ છીણી લીધું છે તે પણ એડ કરીશું.

5- હવે એક મોટું કેપ્સિકમ તેને પણ ચોપર માં ચોપ કરી લીધું છે.હવે એક વાડકી પનીર લીધું છે તેને પણ ઝીણું છીણી લીધું છે.તમે એકલા વેજીટેબલ ના પણ બનાવી શકો છો.હવે બધા વેજીટેબલ ને મિક્સ કરી લઈશું.

Advertisement

6- હવે અહીંયા આપણે બે બટેકા ને બાફી ને લઈ લીધા છે બટેકા નાખવાથી અંદર થી વેજીટેબલ છૂટું ના પડે.બવ નથી નાખવાના અહીંયા આપણે બે નાના બટેકા લઈ લીધા છે હવે આમાં મસાલા કરી લઈશું.હવે તેમાં બે લીલા મરચા એડ કરીશું.

7- તીખાશ તમે તમારા ટેસ્ટ મુજબ તમે નાખી શકો છો.હવે તેમાં એક ચમચી લાલ મરચું પાવડર નાખીશું.ત્યારબાદ તેમાં એક ટેબલ શેકેલા જીરાનો પાવડર નાખીશું.અને એક ચમચી મરી પાવડર નાખીશું.હવે એક નાની ચમચી ગરમ મસાલો એડ કરીશું.હવે એક ચમચી ચાટ મસાલો નાખીશું.

Advertisement

8- હવે એક નાની ચમચી અજમો લઈશું.હવે એક નાની ચમચી જીરૂ નાખીશું.હવે બે મોટી ચમચી ધાણા નાખીશું.હવે એક નાની ચમચી કસ્તુરી મેથી એડ કરીશું.હવે તેને હાથ થી મસળી ને એડ કરીશું, તમાર જોડ ના હોય તો તમે સ્કીપ કરી શકો છો.

9- મીઠું પછી નાખવાનું નઈ તો વેજીટેબલ માંથી પાણી છૂટવા લાગશે. અને સ્ટફિંગ આપણું ઢીલું થઈ જશે.હવે તેમાં મીઠું એડ કરીશું અને મિક્સ કરી લઈશું.હવે આના મોટા મોટા બોલ્સ બનાવી લઈશું.હવે લોટ ને મસળી લઈશું.

Advertisement

10- હવે એક મોટો બોલ બનાવી લઈશું.હવે વણી લઈશું હવે ઉપર થોડું અટામણ નાખી ને વણી લઈશું.હવે થોડી જાડી વણી લઈશું હવે વચ્ચે જે બોલ બનાવ્યો હતો સ્ટફિંગ નો તે મૂકી દઈશું.હવે ઉપર થી આખું કવર કરી લઈશું.

11- હવે ઉપર વધારા નું લાગે તો તોડી લેવાનું.હવે ઉપર સૂકો લોટ ભભરાવી લઈશું.અને હાથ થી થેપી લઈશું,એટલે જે એર હોય પરોઠા માં હોય તે નીકળી જાય.આને કોરો લોટ લઈ ને વણી લઈશું.પહેલા તમારે સાઈડ માંથી વણી લેવાનું એટલે ફાટે નઈ જો તમે વચ્ચે થી વણસો તો ફાટી જશે.

Advertisement

12- તમે વીડિયોમાં જોઇ શકો છો કે સરસ પરોઠો વણાય ગયો છે હવે તવી ગરમ કરી લીધી છે તો તેમાં શેકી લઈશું.હવે તવી પર થોડું ઘી નાખીશું. હવે ધીમા ગેસ પર તેને શેકી લઈશું.હવે એક સાઈડ શેકાય ગઈ છે તો તેને પલટાવી લઈશું.હવે બન્ને સાઈડ ઘી લગાવી લઈશું.સરસ ક્રિસ્પી થાય ત્યાં સુધી તેને શેકી લઈશું.

13- હવે બન્ને સાઈડ શેકાય ગઈ છે તમે વીડિયોમાં જોઇ શકો છો કે એકદમ સરસ કલર આવી ગયો છે હવે બીજા આ રીતે બનાવી લઈશું.હવે આપણા પરોઠા તૈયાર થઈ ગયા છે,એકદમ ગરમા ગરમ અને ક્રિસ્પી બન્યા છે.આને તમે અથાણા સાથે, છુદા સાથે સર્વે કરી શકો છો.તો એકવાર ચોક્કસથી બનાવજો.

Advertisement

વિડિઓ રેસિપી :


રસોઈની રાણી : કલ્પના પરમાર

Advertisement

Youtube ચેનલ : Gujarati Food Kitchen

મિત્રો, અમારી આ ચેનલ સબ્સ્ક્રાઇબ જરૂર કરજો અને આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

Advertisement
Advertisement

Leave a comment

Your email address will not be published. Required fields are marked *