મોહનથાળ – પરફેક્ટ માપ સાથે બનાવો અંબાજી મંદિરમાં મળતા પ્રસાદ જેવો જ મોહનથાળ…

આજે આપણે બનાવીશું ગુજરાતી સ્પેશિયલ મોહનથાળ કકરા લોટ વગર,માવા વગર અને કલર વગર એકદમ સોફ્ટ અને દાણાદાર.આપણે હવેલી માં કે સ્વામિનારાયણ મંદિરમાં પ્રસાદ મળે છે ને એવો જ દાનેદાર અને સોફ્ટ બનશે. તમે એકવાર બનાવશો તો વારંવાર બનાવશો. તમે આ રેસિપી થી મોહનથાળ બનાવશો તો કદી પણ ફેલ નહીં થાય. ફક્ત તમારે માપ અને રીત નું ધ્યાન રાખવાનું છે. તો ચાલો મિત્રો સ્પેશિયલ મોહનથાળ બનાવીએ. તો આપણે તેની સામગ્રી જોઈએ.

સામગ્રી

  • ઝીણો બેસન
  • ઘી
  • દૂધ
  • ખાંડ

રીત-

1- તો ચાલો આપણે હવે બનાવવાનું શરૂ કરીએ.

2- સૌથી પહેલા આપણે બેકપ ઝીણો બેસન લઈશું. તમે કકરા લોટ થી પણ મોહનથાળ બનાવી શકો છો. આજે આપણે ઝીણા બેસન થી બનાવીશું.

3- હવે આપણે એક બાઉલમાં બે કપ ઝીણો બેસન લઈશું. હવે બેસન ને ધાબો દેવા માટે મિશ્રણ તૈયાર કરી લઈએ.

4- હવે આપણે તેના માટે એક કપ ઘી લઈશું. ટોટલ ઘી ૧ કપ વાપરીશું. અને તેમાંથી બે મોટી ચમચી ઘી આપણે વાડકી માં કાઢી લઈશું.

5- હવે આપણે અડધો કપ દૂધ લઈશું. અને દૂધ ગરમ લેવાનું છે. આપણે ધાબો આપવાનો છે એટલે તેમાં ગરમ દૂધનો જ ઉપયોગ કરવાનો છે.

6- હવે આપણે દૂધ માંથી બે મોટી ચમચી દૂધ લઈશું. હવે દૂધ અને ઘીને બરાબર મિક્સ કરી લઈશું.ઘી ઓગળી જાય ત્યાં સુધી તેને મિક્સ કરી લેવાનું છે.

7- હવે તેને આપણે બે ચમચી જેટલું ઘી અને દૂધનું મિશ્રણ નાખીશું. અને તેને હાથથી સરસ મિક્સ કરી લઈશું.

8- આ પ્રક્રિયાને ધાબો દે એવું કહેવાય. આમ કરવાથી આપણો મોહનથાળ એકદમ સોફ્ટ બને છે. તેમાં એકદમ દાણા દાણા પડી જાય છે. અને દાનેદાર બને છે

9- ફરીથી બે ચમચી દૂધ અને ઘી નું મિશ્રણ નાખીશું. અને હાથ થી બરાબર હલાવી લઈશું. વધુ પડતું ઘી કે વધુ પડતું દૂધ લેવાથી એવું નથી કે લોટ બંધાઈ જશે. એટલે તેને થોડું થોડું જ નાખવાનું છે.

10- હવે બે કપ માં બે ચમચી દૂધ અને બે ચમચી ઘી નું મોવાણ નાખવાનું છે. આ તેનું માપ પરફેક્ટ છે. પછી બે હાથ થી મસળી ને લોટને એકદમ છૂટો કરી દેવાનો છે.

11- હવે લોટમાં મોટા મોટા ગઠા ના રેહવા જોઈએ. એટલે તેને હાથથી મસળી ને લોટ ને છૂટો પાડી દેવાનો છે.

12- હવે તેને દબાવીને રાખી મુકવાનું છે. અને ફરી ઢાંકીને આપણે તેને 15 મિનિટ સુધી મૂકી રાખવાનો છે. જેથી આપણા જે દાણા છે તે સરસ બની જાય.

13- હવે પંદર મિનિટ થઈ ગઈ છે. લોટ સરસ થઈ પણ ગયો છે. કરકરો પણ થઇ ગયો છે. તેના બધા કણ સેટ થઈ ગયા છે.

14- હવે આપણે તેને ચાડી લેવાનો છે. ચાળવા માટે આપણે ચોખા ના ચારણા થી કે ઘઉંના ચારણા થી પણ ચારી સકો છો.

15- આમ કરવાથી આપણા દાણા સરખા પડે છે. આ પ્રક્રિયા કરવી ખૂબ જ જરૂરી છે નહીતો તમારા મોહનથાળ ના કોક દાણા મોટા રહેશે. અને કોક દાણા નાના રહેશે.

16- હવે તમે વીડિયોમાં જોઈ શકો છો કે એકદમ સરસ દાણાદાર આપણો લોટ બની ગયો છે. હવે આપણે તેને શેકી લઈશું.

17- હવે આપણે લોટને શેકવા માટે કોઈ પણ જાડા તળિયાવાળી કઢાઈ લઈશું. નોનસ્ટિક પણ લઈ શકો છો.

18- હવે તેમાં આપણે એક કપ માપીને ઘી રાખ્યું હતું.તે એડ કરીશું. આ માપ માં બરાબર ઘી લીધું હતું તેમાં થી આપણે બે ચમચી મોવણ માટે લીધું હતું.

19- હવે ઘી થોડું ગરમ થઇ જાય એટલે તેમાં લોટ નાખીશું. ને એકદમ ધીમા ગેસ પર તેને શેકી લઈશું.

20- હવે આપણે થોડી મહેનત કરવાની છે. ધીમા ગેસ પર લગભગ પંદરથી વીસ મિનિટ સુધી આપણે તેને શેકવાનો છે.

21- આપણે કોઈ પણ ઉતાવળ નથી કરવાની. આપણે જે પરંપરાગત સ્વીટ બનાવતા હોઈએ ત્યારે આપણે ઉતાવળ નહીં કરવાની. ધીમે ધીમે જ બનાવી અને સ્ટેપ બાય સ્ટેપ જ બનાવી. અને ધીમા ગેસ પર તેને સતત હલાવતા શેકી લઈશું.

22- હવે લોટનો સરસ કલર બદલાઈ જાય થોડો બ્રાઉન થઈ જાય અને ઘી છૂટું પડવા માંડે ત્યાં સુધી આપણે શેકવાનું છે.

23- હવે તમે વીડિયોમાં જોઈ શકો છો કે આપણી દસ મિનિટ થઈ ગઈ છે હવે બબલ્સ આવવા માંડયા છે. પરંતુ હજી આપણે સાત થી આઠ મિનિટ સુધી શેકવાનો છે.

24- આપણે આજે માવા વગરનો મોહનથાળ બનાવી એ છે. અને તેને મોવાણ લીધું છે એટલે તે સોફ્ટ અને દાણાદાર જ બનશે.

25- હવે 18 મિનિટ થઈ ગઈ છે અને તમે વીડિયોમાં જોઈ શકો છો કે આપણા લોટ નો કલર પણ ચેન્જ થઇ ગયો છે. અને સરસ ગોલ્ડન થઈ ગયો છે.

26- હવે આપણે આ સ્ટેજ પર એક ચમચી દૂધ નાખીશું. અને દૂધ નાખીને સતત હલાવવાનું છે. જ્યાં સુધી તેના બબલ્સ બેસીને જાય ત્યાં સુધી તેને હલાવતા રહેવાનું છે.

27- ત્યાર પછી જ આપણે બીજું દૂધ ઉમેરીશું. હવે બબલ્સ બેસી ગયા છે તે તમે વીડિયોમાં જોઈ શકો છો. અને કલર પણ બદલાઈ જવા માંડ્યો છે.

28- હવે તેમાં ફરી એક ચમચી દૂધ નાખીશું. મિશ્રણ એકદમ શાંત થઈ ગયું ઉકડવાનું. હવે ફરી આપણે એક ચમચી દૂધ નાખીશું.

29- તેને સતત એક થી બે મિનિટ સુધી હલાવતા રહીશું. હલાવવું ખૂબ જ જરૂરી છે નહીતો એક બાજુ બધો ગઠો થઈ જશે.

30- હવે તમે વીડિયોમાં જોઈ શકો છો કે આપણું મિશ્રણ તૈયાર થઈ ગયું છે. અને લોટનો પણ કલર પણ સરસ આવી ગયો છે. હવે આપણે ગેસ બંધ કરી દઈશું.

31- હવે તેમાંથી ઘી પણ છૂટું પાડવા માંડ્યું છે. હવે તેને બેથી ત્રણ મિનિટ સુધી આપણે હલાવતા રહીશું.

32- જ્યાં સુધી તે થોડું ઠંડુ ન થઈ જાય ત્યાં સુધી હલાવતા રહીશું.નઈ તો આપણું મિશ્રણ ગરમ છે અને પેન પણ ગરમ છે.તો નીચે ચોટી જશે.

33- હવે આપણે ચાસણી બનાવી લઈએ.

34- હવે ગેસ પર એક પેન મૂકીશું. તેમાં આપણે સવા કપ ખાંડ નાખીશું. તમે તમારા પસંદ મુજબ વધઘટ કરી શકો છો.

35- હવે તેમાં ખાંડ ડુબે તેટલું પાણી નાખીશું. તેને પહેલા આપણે સતત હલાવતા રહીશું. જ્યાં સુધી ખાંડ ઓગળી ન જાય ત્યાં સુધી.

36- આજે આપણે મોહનથાળ ની બરફી બનાવીશું. તો તેના માટે આપણે દોડ તારની ચાસણી બનાવીશું.

37- જો તમારે મોહનથાળ ને ગરમ ખાવો હોય તો એક તારની ચાસણી પરફેક્ટ હોય છે.

38- તમે વીડિયોમાં જોઈ શકો છો કે હવે ચાસણી ઉકળવા લાગી છે. તેને આપણે ત્રણથી ચાર મિનિટ માટે તેને ધીમા ગેસ પર ઉકાળી લઈશું.

39- હવે તેમાં એક નાની ચમચી ઈલાયચી પાવડર નાખીશું.અને પા ચમચી જાયફળ નો પાવડર નાખીશું. મોહનથાળ માં જાયફળનો પાવડર ખૂબ જ સરસ લાગે છે તેથી તે ચોક્કસથી નાખજો.

40- હવે આપણી ચાસણી તૈયાર થઇ ગઇ છે. ચાસણીને કઈ રીતે ચેક કરવી એ પણ આપણે વીડિયોમાં જોઈ લઈશું.

41- હવે એક ચમચી થી ચાસણી માંથી ટીપુ લઈ ને ડિસ માં નાખીશું. જો ટીપુ સેટ થઈ જાય તો સમજી જવાનું કે ચાસણી થઈ ગઈ છે. પરંતુ જો ટીપુ લપસી પડે એટલે કે તમારી ચાસણી હજુ દોઢ તારની થઈ નથી.

42- હવે ચાસણીને થોડી ઠંડી થવા દઈશું. હલાવતા હલાવતા ઠંડી કરી લઈશું. અને ત્યારબાદ આપણે મોહનથાળ ના મિશ્રણ માં નાખીશું.

43- હવે આપણે ચાસણી ઠંડી થઈ ગઈ છે અને હવે આપણે બધી ચાસણી મોહનથાળ આ મિશ્રણમાં એડ કરીશું.

44- હવે મોહનથાળ આ મિશ્રણમાં નાખ્યા પછી તેને હલાવવાનું છે. તમે જેટલું હલવસો તેટલો જ તમારો મોહનથાળ સોફ્ટ બનશે. તેને હલાવીને બધું મિક્સ કરી લેવાનું છે.

45- જેમ જેમ તમે હલાવતા જશો તેમ ચાસણી ઠંડી પડી જશે. અને આપણું મિશ્રણ ઘટ્ટ થઇ જશે. મિશ્રણ ઘટ્ટ થઇ ને પેન છોડવા માંડે ત્યારે આપણે જે ડીસ માં આપણે સેટ કરવાનું છે એ ડીશમાં આપણે લઈ લઇશું.

46- હવે તમે વીડિયોમાં જોઈ શકો છો કે મિશ્રણ આપણું ઘટ્ટ થવા લાગ્યું છે. અને હવે પેન પણ છોડવા લાગ્યું છે. જે તમે વીડિયોમાં જોઈ શકો છો.

47- હવે આપણે જે ડીસમાં સેટ કરવાનું છે તેમાં કાઢી લઈશું. ડિશ માં ઘી લગાવીને અને બેકિંગ પેપર પણ લગાવી દીધું છે. જેથી આપણે તેને કટ કરીએ ત્યારે ઈઝીલી કપાઈ જાય.

48-હવે તેમાં આપણે બધું મિશ્રણ લઈ લઈશું. અને ચમચાની મદદથી ફેરવીને લીશું કરી લઈશું.

49- હવે મોહનથાળ ને ગાર્નિશ કરવા માટે ઝીણા સમારેલા પિસ્તા લઈ લીધા છે. અને તે પિસ્તા થી આપણે ગાર્નીશ કરીશું. તમે પીસ્તાની જગ્યાએ કાજુ બદામ પણ લઈ શકો છો.

50-હવે આપણે મોહનથાળ ને પાંચથી છ કલાક સેટ થવા દઈશું. અને ત્યારબાદ જ તેના ટુકડા કરીશું.

51- હવે તમે વીડિયોમાં જોઈ શકો છો કે આપણો મોહનથાળ એકદમ સેટ થઈ ગયો છે. હવે તેને આપણે કટ કરી લઈશું. જ્યારે તમે કટ કરશો ત્યારે તમને લાગશે કે એકદમ સોફ્ટ મોહનથાળ બન્યો છે.

52-હવે આપણે તેને એક પ્લેટમાં કટ કરેલા પીસ કાઢી લઈશું. માવા વગર પણ તેનો કલર અને એકદમ દાણાદાર અને એકદમ સોફ્ટ મોહનથાળ બન્યો છે જોઈને જ ખાવાનું મન થઈ છે તેવો બન્યો છે.

વિડિઓ રેસિપી :


રસોઈની રાણી : કલ્પના પરમાર

Youtube ચેનલ : Gujarati Food Kitchen

મિત્રો, અમારી આ ચેનલ સબ્સ્ક્રાઇબ જરૂર કરજો અને આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *