મોહનથાળ – દરેક ગુજરાતીની મિસ્ટાન્નમાં પહેલી પસંદ એવો આ મોહનથાળ હવે ઘરે જ બનાવો..

તહેવારો આવી રહયા છે તો શુ મિષ્ટાન્ન બનાવવું એવું વિચારો છો ??? મેં તો વિચારી લીધું ???તો ચાલો આજે મેં મારા ઘરે મોહનથાળ બનાવ્યો છે …તો શીખી લે શું ….

મોહનથાળ એટલે ગુજરાતી મિષ્ટાન્નનો રાજા. ભાગ્યે જ કોઈ એવુ હશે જેને મોહનને પણ પ્રિય એવો મોહનથાળ નહિં ભાવતો હોય. મોહનથાળ ઘરે બનાવવો સાવ આસાન છે અને તેને બનાવવામાં અડધો કલાકથી માંડીને એક કલાક જેટલો જ સમય લાગે છે. જો ઘરે જ તમે આટલો સ્વાદિષ્ટ મોહનથાળ બનાવી શકતા હોવ તો બહારથી શું કામ ખરીદવો? તો આજેજ તમારા તમારા ઘરે બનાવો …..

મોહનથાળ બનાવવા માટે :

સામગ્રી :

– એક બોવેલ ચણાનો લોટ (બેસન)

– અડધો કપ દૂધ

– પા ચમચી એલચીનો પાવડર

– એક બોવેલ ખાંડ ( ચાસણી માટે )

– 8થી 10 કતરણ કરેલી બદામ

– પોણો કપ ઘી (ડાબો દેવા માટે )

રીત :

સ્ટેપ :1


એક વાસણમાં ચણાનો લોટ ચાળીને લો.

સ્ટેપ :2


(ઢાબો દેવા માટે હવે ઘીને આછુ ગરમ કરીને હવે ,એક વાડકી માં બે ચમચી ઘી અને દૂધ લઇ તેને બરાબર મિક્સ કરી ને રાખો )

સ્ટેપ :3


હવે ,એક ત્રાસ માં ચણા નો લોટ લઇ અને તેમાં આપડે મીક્સ કરેલો ઘી અને દૂધ નો ઢાબો ઉમેરી તેને બરાબર મિક્સ કરી લો.

સ્ટેપ :4

કડાઈમાં બીજું ઘી ગેસ પર ગરમ કરવા મૂકી દો.

ઘી ગરમ થઈ જાય પછી કડાઈમાં બેસનનું મિશ્રણ અને એલચી પાવડર ઉમેરીને આ મિશ્રણ બ્રાઉન રંગનું થઈ જાય ત્યાં સુધી શેકો.

સ્ટેપ :5

બીજા એક અલગ વાસણમાં ખાંડ અને પાણી નાંખીને ગેસ પર ધીમા તાપે ગરમ કરવા મૂકી દો. 1/2 થી 2 તારની ચાસણી બને ત્યાં સુધી તેને ઉકળવા દો.

સ્ટેપ :6

જ્યારે શેકેલા ચણાના લોટનું મિશ્રણ ઠંડુ થઈ જાય ત્યારે તેમાં ધીરે ધીરે ચાસણી નાંખીને તેને સતત હલાવતા રહો.

આ મિક્સચરને કોઈ થાળી કે ટ્રેમાં નાંખીને ફેલાવી દો. તેના પર બદામ ભભરાવી સજાવટ કરો. આ પછી મિશ્રણમાં ચોરસ આકારના ચોસલા પાડી દો.

મોહન થાળ સંપૂર્ણપણે ઠંડો પડી જાય ત્યારે તેને એક ડબ્બા માં ભરીને સ્ટોર કરો.

નોંધ :

જો તમને આ મિક્સચર થોડુ કડક લાગે તો તેમાં જરૂર મુજબ થોડુ દૂધ નાંખી દો જેનાંથી આ મિશ્રણ થોડુ ઢીલુ પડી જશે.

રસોઈની રાણી : દિગના રૂપાવેલ (બરોડા )

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Published
Categorized as Sweets

Leave a comment

Your email address will not be published. Required fields are marked *