મોહનથાળ – ગુજરાતીઓની મનપસંદ મીઠાઈ એટલે મોહનથાળ તો હવે ઘરે જ બનાવો આ મસ્ત મીઠાઈ.

મોહનથાળ….

લગભગ બધા જ તહેવારો માં બનાવવા માં આવતી ખુબજ સ્વાદિષ્ટ મીઠાઈ છે. આપણા ગુજરાતીઓના દરેક ઘરોમાં મોહનથાળ તો બનતો જ હશે . તો ચાલો આજે આપણે પણ બનાવી લઈએ …. પરફેક્ટ માપ થી બનાવશો તો એકદમ સરસ દાણેદાર અને પોચો મોહનથાળ બનશે …..

તો જાણી લઈએ તેના માં વાપરતી સામગ્રી …..

  • ૫૦૦ ગ્રામ ચણાનો કરકરો લોટ
  • ૧૦૦ ગ્રામ માવો
  • ૭૦૦ ગ્રામ ખાંડ
  • અર્ધો કપ – દૂધ
  • ૫૦૦ ગ્રામ – ઘી
  • ઈલાયચી
  • ચરોળી
  • કેસર

રીત:

૧- ચણાના લોટમાં બે ચમચા ઘી તથા દૂધ નાખો ધાબો દઇ અડધો કલાક દબાવી રાખો.

૨- લોટને ચાળીને ધીમા તાપે શેકવો.ગુલાબી રંગનો થાય એટલે ઉતારીને થાળીમાં કાઢી લો.

૩- પછી ઘી માં માવો શેકી લો.ગુલાબી રંગ નો થાય એટલેએ એને ચણાના શેકેલા લોટમાં ભેળવવો.

૪- ખાંડ ની ચાસણી બનાવી તેમાં લોટ માવો રેડી દેવો સાથે થોડું દૂધ પણ રેડવું.

૫- પછી એક મિનિટ હલાવી થાળીમાં ઠારી દેવું.

૬- ઉપર ઈલાયચી ,ચારોળી ,બદામ ,ભભરાવવા.

૭- થોડું ઠંડુ પડે એટલે ઉપરથી થોડું ઘી ગરમ કરી રેડવું.

બરોબર ઠરી જાય એટલે ચોસલા પાડવા.

તો તૈયાર છે ગુજરાતીઓની ટ્રેડિશનલ સ્વીટ ડિશ

રસોઈની રાણી : નેહા આર. ઠક્કર

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *