મોહનથાળ – બહાર મીઠાઈ ની દુકાન જેવો જ દાણાદાર મોહનથાળ બનશે હવે તમારા રસોડે..

મોહનથાળ:-

બહાર મીઠાઈ ની દુકાન જેવો જ દાણાદાર મોહનથાળ બનશે હવે તમારા રસોડે..

• મિત્રો દિવાળી ને હવે થોડા દિવસો જ બાકી છે ત્યારે જો દિવાળી માં ફરસાણ ની સાથે સાથે આપણે મિઠાઈ પણ જરૂર થી લાવતાં જ હોઈએ છીએ અને એમાંય દિવાળી ના તહેવાર માં મોહનથાળ બધા જ ગુજરાતી ના ઘર માં બનતો જ હોય છે. આજે હું એકદમ સહેલી રીતે મોહન થાળ ની રેસીપી તમને બતાવી રહી છું.તો આ મોહનથાળ નાના મોટા દરેકને ખૂબ જ પસંદ આવશે. આઈહોપ મિત્રો તમને મારી આ રેસિપી જરૂરથી ગમશે.

• રેસીપી ના બીજા નવા નવા વિડિયો જોવા માટે Prisha Tube channel ને જરૂરથી સબ્સ્ક્રાઇબ કરો. તો ચાલો જોઈએ.

• સામગ્રી:-

  • • 1 બાઉલ ચણાનો કરકરો લોટ
  • • ½ વાટકી ઘી
  • • 1 ચમચી ઈલાયચી પાવડર
  • • 1 બાઉલ ખાંડ
  • • ખાંડ ડૂબે એટલું પાણી ચાસણી માટે
  • • મોહનથાળ નો કલર
  • • કાજુ / બદામ ની કતરણ

રીત:-

• સ્ટેપ ૧:-સૌપ્રથમ એક કડાઈમાં એક બાઉલ ચણાનો કરકરો લોટ લો .અને એમાં અડધી વાટકી જેટલું ઘી નાખીને બરાબર મિક્સ કરી લો.

• સ્ટેપ ૨:-હવે ગેસ ઓન કરીને આ લોટને બરાબર શેકવાનો છે. અને ઈલાયચી પાવડર નાખી ને હલાવી લો. શેકાઈ જાય એટલે ગેસ બંધ કરી દો અને લોટ ને એક ડીશ માં લઇ લો.

• સ્ટેપ ૩:-હવે એ જ કડાઈમાં આપણે ચાસણી બનાવશું તો જેટલો લોટ હતો એટલી જ આપણે ખાંડ લઈશું.અને ખાંડ ડૂબે તેટલું પાણી ઉમેરી ને ગેસની ધીમી આંચ પર દોઢ તાર ની ચાસણી તૈયાર કરીશું.

• સ્ટેપ ૪:-ચાસણી તૈયાર થાય એટલે તેમાં મોહનથાળ નો કલર મિક્સ કરી લો.

• સ્ટેપ ૫:-હવે શેકેલા લોટ ને ચાસણી માં ઉમેરીને બરાબર મિક્સ કરી લો.

• સ્ટેપ ૬:-ઘી થી ગ્રીસ કરેલી પ્લેટ માં મોહનથાળ લો. અને પાથરી લો.

• સ્ટેપ ૭:-ઉપરથી કાજુ બદામ ની કતરણ ભભરાવી દો અને મોહનથાળ માં પીસ કરી લો.

તો ખૂબ જ ટેસ્ટી દિવાળી સ્પેશિયલ મોહનથાળ તૈયાર છે.


નોંધ:-

  • • મોહનથાળ નો કલર ઓપ્શનલ છે.
  • • લોટને ધીમી આંચ પર જ ફેંકવાનો.
  • • ચાસણી કડક ના થાય એનું ધ્યાન રાખવું.

રસોઈની રાણી : ડિમ્પલ પટેલ

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *