વર્જિન મોહીતો રેસિપી – એનર્જેટિક રિફ્રેશિંગ ડ્રીંક ઘરે જ બનાવો અને થઇ જાવ રિફ્રેશ…

આજે આપણે વર્જિન મોહિતો રેસિપી જોઈશું.આ એક રિફ્રેશિંગ ડ્રીંક છે આ ઉનાળા માં રિફ્રેશ કરી દે.ગરમી માં કંઇક પીવા નું મન થાય તો આ પી શકો છો,આમાં આપણે ફુદીના નો ઉપયોગ કરવાના છે ફુદીનો આપણ ને ઠંડક આપે છે.તો ચાલો જોઈ લઈએ કઈ રીતે બને છે.

સામગ્રી:

  • ફુદીનો
  • લીંબુ
  • આઈસ ક્યૂબ
  • સાદી સોડા
  • પાવડર સુગર

રીત

1- અહીંયા આ ડ્રીંક માં આપણે ફુદીનો યુઝ કરીશું.આ પેટ ની તકલીફ ને દુર કરે છે તેની સાથે સાથે આપણે લીંબુ નો ઉપયોગ કરવાના છે.અને લીંબુ આપણાં બધાં ને ખબર છે કે વિટામીન સી થી ભરપુર છે.

2- તો ચાલો હવે બનાવવાનું શરૂ કરીએ. સૌથી પહેલાં એક કાચ નો ગ્લાસ લઈ લઈશું.તેમાં આઠ થી દસ ફુદીના ના પત્તા એડ કરીશું.તેને ધોઈ લેવાના છે અને તેમાં એડ કરી દેવાના છે.

3- હવે લીંબુ ની સ્લાઈસ કરી લઈશું અને તેમાં ત્રણ થી ચાર એડ કરીશું. તેમાંથી બી કાઢી લેવાના છે.હવે તેમાં એક ચમચી પાવડર સુગર એડ કરીશું. હવે વેલણ લઈ તેને પ્રેસ કરવાનું છે જે તમે વીડિયોમાં જોઈ શકો છો.

4- આમ કરવાથી ફુદીનો,લીંબુ અને પાવડર સુગર બધા માંથી જ્યુસ નીકળે.અને બધા નો સ્વાદ એકબીજા સાથે ભળી જાય.તમે વીડિયોમાં જોઈ શકો છો કે આમાંથી બધો રસ નીકળી ગયો છે.

5- હવે તેમાં આપણે આઈસ ક્યૂબ એડ કરીશું.હવે તેમાં સોડા એડ કરીશું. હવે વેલણ થી એક જ વાર હલાવી લઈશું.વધારે નથી હલાવવાનું અને તરત જ તેને સર્વે કરીશું.ત્યારબાદ એક લેમન ની સ્લાઈસ ને ગ્લાસ પર મુકીશું. અને સર્વે કરીશું.

6- કોઈપણ ગેસ્ટ આવે કે ઘર માં પીવાનું મન થાય તો ગમેત્યારે ઉનાળા માં બનાવી ને પી શકો છો.તો મજા આવી જશે તો આ ઉનાળા માં એકવાર જરૂર થી ટ્રાય કરજો.

વિડિઓ રેસિપી:


રસોઈની રાણી : કોમલ ભટ્ટ

Youtube Link :ચેનલ સાથે જોડાવવા અહીંયા ક્લિક કરો.

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *