ઝીરો ઓઇલ મગની દાળ અને પાલક નું સૂપ

આજે આપણે ખુબ જ હેલ્ધી કહી શકાય તેવા સૂપ ની રેસિપી જોઈશું. આજે આપણે જોઇશુ ઝીરો ઓઇલ મગની દાળ અને પાલક નું સૂપ બનાવની રેસિપી જે ખુબ જ હેલ્થી છે અને જે લોલો વજન ઓછું કરવા માંગતા હોય તેમને તો તેમના ડાઈટ પ્લાન માં આ સૂપ ચોક્કસ થી એડ કરી દેવું.

મગ ની દાળ માં ખુબ જ હેલ્થી ન્યુટ્રીશન રહેલા હોય છે, કોલેસ્ટ્રોલ લેવલ ને કંટ્રોલ માં રાખે છે , તેમાં ભરપૂર માત્ર માં ફાઈબર અને પ્રોટીન રહેલું હોય છે જે વજન ઘટાડવામાં મદદ રૂપ થાય છે, સાથે પાલક પણ વિટામિન્સ થી ભરપૂર છે, તો ચાલો ખુબ જ હેલ્થી એવા સૂપ ની રેસિપી જોઈ લઈએ.

સામગ્રી

  • ૨ કપ પાણી
  • અડધો કપ મગ ની દાળ
  • ૧ કપ પાલક જીણી સમારેલી
  • સ્વાદ મુજબ મીઠું
  • થોડું ખમણેલું બીટ
  • ૧ ચમચી મરી પાઉડર
  • અડધા લીંબુ નો રસ

સૌ થી પેલા એક કુકર માં ૨ કપ પાણી ગરમ કરવા મુકો , તેમાં ધોઈ અને ૧૫ મિનિટ પલાળી રાખેલી મગ ની દાળ નાખી દેવાની છે,

અહીં માં મગ ની મોગર દાળ લીધી છે તમે ફોતરાં વળી પણ લઇ શકો, હવે તેમાં સ્વાદ મુજબ મીઠું અને ,

૧ કપ જીણી સમારેલી પાલક નાખી દેવાની છે , અને ૨ સીટી સુધી બાફી લેવાની છે, દાળ પલાળેલી છે એટલે ૨ સીટી માં જ બફાઈ જશે , જો તમે દાળ પલાળ્યા વગર નાખો તો ૧-૨ સીટી વધારે કરી લેવી.

કુકર ઠંડુ થાય એટલે દાળ ને હલાવી અને મિક્સ કરી લેવી વિસકર ની મદદ થી , આ સૂપ તમે બીમાર વ્યક્તિ ને પણ આપી શકાય છે , તેમને એકદમ લીકવીડ એવું હોય તો દાળ બફાઈ જાય પછી બ્લેન્ડ કરી લેવું જેથી બધું એક રસ થઇ જશે.

વિસ્ક થઇ જાય એટલે ૧ ચમચી મરી પાઉડર અને અડધા લીંબુ નો રસ કાઢી લો , બસ રેડી છે હેલ્થી અને ટેસ્ટી એવું મગ ની દાળ અને પાલક નું સૂપ . ગરમ ગરમ જ ઉપર થી ખમણેલ બીટ થી ગાર્નિશ કરી અને સર્વ કરો.

આ સૂપ તમે બ્રેકફાસ્ટ , લંચ કે ડીનર માં લઇ શકો. તો ખુબ જ હેલ્થી એવું આ સૂપ જરૂર થી ટ્રાય કરો અને શેર કરી દો.

વિડિઓ રેસિપી :


રસોઈની રાણી : નિરાલી કોરાટ

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *