કોઈ પણ સમયે નાસ્તા માટે હેલ્ધી ઓપ્શન છે આ ખાસ ભારતીય વાનગી, કરી લો ટ્રાય

ચીલ્લા એ ભારતમાં ઘણી પ્રખ્યાત ગણાતી વાનગી છે. તેમાં અનેક લોકો પોતાની સુવિધા અનુસાર વેરિએશન લાવતા રહે છે. જો તમે પણ હેલ્ધી ચિલ્લાની મજા માણવા ઈચ્છો છો તમે આ મુંગદાળ પનીર ચિલ્લાની મજા માણી શકો છો. ચીલ્લાને તીખી પેનકેક પણ કહી શકાય. તેને તમે સારા હેલ્ધી બ્રેકફાસ્ટ માટેનું બેસ્ટ અને ઇઝી ઓપ્શન કહી શકાય.

Advertisement

આજે અહીં મેં પનીરના ટોપિંગ સાથેના મોગર દાળ ના ચીલ્લા બનાવ્યા છે. વધારે ફાઇબર્સ સાથે બનાવવા હોય તો ફોતરાવાળી મગની દાળ ના પણ એટલા જ સરસ બને છે. બન્ને દાળ મિક્સ કરીને પણ બનાવી શકાય. જો ચીલ્લાની ઉપર પનીરનું ટોપિંગ કરવું હોય તો પનીરના નાના ટુકડા સરસ લાગે છે. અને ચીલ્લાને કુક કરી વચ્ચે પનીર અને વેજીટેબલ્સ નું સ્ટફીંગ કરવું હોય તો છીણેલું પનીર સરસ લાગે છે. અંદર સરસ રીતે બાઇન્ડ થઇ જાય છે.

મુંગદાલ પનીર ચીલા

Advertisement

સમય: 40 મિનિટ
સર્વિંગ: 3-4 વ્યક્તિ

સામગ્રી

Advertisement

ખીરું બનાવવા માટે

• 1 કપ મોગર દાળ
• 1 મોટી ડુંગળી
• 10-12 કળી લસણ
• ટુકડો આદુંનો
• 3-4 લીલા મરચાં
• મીઠું સ્વાદ પ્રમાણે
• પાણી જરૂર મુજબ

Advertisement

પનીર ના સ્ટફીંગ માટે

Advertisement

• 100 ગ્રામ પનીર
• 1 મિડિયમ સાઇઝની ડુંગળી
• 1 ટામેટું
• 1/2 કેપ્સીકમ
• 1/2 ટીસ્પૂન ચાટ મસાલો
• 1 ટેબલ સ્પૂન લાલ મરચું પાઉડર
• 1/4 ટીસ્પૂન મીઠું
• 1/4 ટીસ્પૂન આમચૂર પાઉડર
• 1/2 ટીસ્પૂન ગરમ મસાલો
• 1/2 લીંબુનો રસ
સાંતળવા માટે 2-3 ચમચા તેલ

પધ્ધતિ:

Advertisement

સૌથી પહેલા મોગર દાળ ને 2-3 વાર પાણીથી સારી રીતે ધોઇને 2 કલાક માટે પલાળી લેવી. ડુંગળી,લીલા મરચાં,આદું અને લસણને ટુકડા માં સમારી લેવા. દાળમાંથી પાણી કાઢી મિક્સર જારમાં લેવી. તેમાં સમારેલા ડુંગળી,મરચા, લસણ, આદું નાખી થોડું મીઠું નાખી સ્મૂધ ઝીણું પેસ્ટ જેવું પીસી લેવું.આ રીતે બધી દાળ વાટીને ખીરું બનાવવું. જો લીલા મરચાં મોળા હોય તો 1 ટીસ્પૂન જેટલું લાલ મરચું પણ ઉમેરવું. સ્ટફીંગ માટે,એક બાઉલમાં પનીર, ડુંગળી, કેપ્સીકમ અને ટામેટાને એકદમ બારીક સમારી લેવા. તેમાં સ્ટફીંગના ઉપર જણાવેલા બધા મસાલા ઉમેરી બરાબર મિક્સ કરી 10-15 મિનિટ માટે મેરીનેટ થવા રાખવું.

હવે ખીરું અને પનીરનું સ્ટફીંગ તૈયાર છે. તો એક નોનસ્ટીક પેનને ગરમ મૂકવું. થોડું તેલ લગાવી ખીરું પાથરી પાતળો ચીલો ઉતારવો. પડ ચડે તે પહેલા જ તેના પર સ્ટફીંગ પાથરવું. ઊલ્ટાવીને બન્ને બાજુ સરખું તેલ મૂકી શેકી લેવું. આ જ રીતે મોટા નોનસ્ટીક પેનમાં ઢોંસાની જેમ પાતળો ચીલ્લો ઉતારી, બન્ને બાજુ ચઢવી, વચ્ચે સ્ટફીંગ પાથરી રોલ કરી શકાય. બધા ચીલ્લા આ રીતે બનાવી લેવા. ગરમ જ લીલી ચટણી, કેચઅપ, ચા સાથે સર્વ કરવા.

Advertisement
Advertisement

Leave a comment

Your email address will not be published. Required fields are marked *