મોરૈયાની ખીર – ઉપવાસ અને વ્રતમાં ખીર ખાવાનું મન થાય તો હવે ખાસ બનાવજો આ ફરાળી ખીર..

કેમ છો મિત્રો, આ વર્ષે નવરાત્રીમાં ગરબા ગાવા જવાનું તો તમે મીસ કરતા જ હશો સાથે મીસ કરતા હશો બહાર ફરસાણની દુકાને મળતી અવનવી ફરાળી વાનગીઓ. આ વર્ષે તો કોરોનાને કારણે ગરબા તો નથી જ ગાવા જવાતું પણ હવે તો બહારની ફરસાણની દુકાને મળતી અવનવી વાનગીઓ ખાવા જવાનો પણ ડર લાગે છે.

આ નવરાત્રિમાં ઉપવાસમાં આપણે ફરાળી મોરૈયા ની ખીચડી, સાબુદાણાની ખીચડી બધુ તો ખાતા જ હોઈએ છે તો આ નવરાત્રિમાં આપણે મોરૈયા ની ખીર બનાવીએ.તો ચાલો તેની સામગ્રી જોઈ લઈએ.

સામગ્રી

  • દૂધ
  • ડ્રાયફ્રુટ
  • મોરૈયો
  • ખાંડ

રીત- 1- મોરૈયા ની ખીર બનાવવા માટે સૌથી પહેલા આપણે એક પેનમાં દૂધ લઈશું.લગભગ 300 થી 400 એમ એલ.

2- હવે દૂધમાં એક બોઈલ આવે ત્યાં સુધી ગરમ થવા દઈશું.

3-હવે તેને વચ્ચે વચ્ચે હલાવતા રહીશું જેથી નીચે ચોંટી ના જાય.

4- તમે વીડિયોમાં જોઈ શકો છો કે બોઈલ આવી ગયું છે.

5- હવે ગેસ ધીમો કરી દઈએ.

6- હવે મોરૈયો 1 મોટી ચમચી લેવાનો. તેને એક કલાક પલાળવાનો. પછી દૂધ માં એડ કરવા નો.

7- હવે તમે વીડિયોમાં જોઈ શકો છો તે મોરૈયો એકદમ ફૂલી ગયો છે. થોડો હજુ કુક થવા દેવો પડશે.

8- હજુ દૂધને આવી રીતે જ કુક થવા દેવું પડશે.

9- દૂધને વારંવાર હલાવતા રહીશું જેથી નીચે ચોંટે નહીં.

10- હવે આપણે ચેક કરીશું કે મોરૈયો ચડી ગયો છે કે નહીં. તેને હાથમાં લય પ્રેસ કરી જોવાનું જો પ્રેસ થાય તો કુક થઈ ગયો કહેવાય.

11- આ સ્ટેજ પર જ્યારે કુક થઈ જાય પછી તેમાં અડધી વાડકી ખાંડ એડ કરીશું. જો તમે વધારે પસંદ કરતા હોય તો તમે વધારે ખાંડ એડ કરી શકો છો.

12- હવે તેમાં ખાંડ એડ થઈ ગઈ છે.

13- હવે તેમાં ડ્રાયફ્રૂટ્સ નાખીશું. કાજુ અને દ્રાક્ષ. થોડા એડ કરીશું બાકીના ગાર્નીશિંગ માં એડ કરીશું. હવે આપણે ગેસ બંધ કરી દઈશું.

14- લગભગ મોરૈયાને કુક થવા માટે લગભગ દસ મિનિટ જેટલું બોઈલ કર્યું. હવે મોરૈયા ની ખીર થઈ ગઈ છે.

15- ફરાળી સ્પેશ્યલ મોરૈયા ની ખીર રેડી છે.

16- હવે આને તમે ઠંડી કરીને ખાજો વધારે મજા આવશે.

17- તમે વીડિયોમાં જોઈ શકો છો કે મોરૈયા ની ખીર કેટલી ઘટ્ટ થય ગય છે. ખાવામાં પણ બહુ સ્વાદિષ્ટ છે.

18- હવે આને ગાર્નીશિંગ કરીશું ડ્રાયફ્રુટ થી.

19- હવે મોરૈયા ની ખીર રેડી છે

20- આ નવરાત્રિ પર મોરૈયા ની ખીર ચોક્કસથી બનાવજો. ખાજો અને ખવડાવજો.

વિડિઓ રેસિપી :


રસોઈની રાણી : કોમલ ભટ્ટ

Youtube Link :ચેનલ સાથે જોડાવવા અહીંયા ક્લિક કરો.

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Join the discussion

Your email address will not be published. Required fields are marked *