મોઝરેલા ચીઝ – માત્ર ૨ વસ્તુથી બનાવો ચીઝ -બજારમાં મળે એવું મોઝરેલા ચીઝ

આજે આપણે મોઝરેલા ચીઝ માત્ર બે જ વસ્તુ થી બનાવીશું.આ ઘરે બનાવવું બહુ સરળ છે બધા પનીર તો ઘરે બનાવતા થઈ ગયા.તો હવે ચીઝ પણ ઘરે બનાવીશું.ખાલી થોડી થોડી વાત નું ધ્યાન રાખવાનું છે.જો અમુક વાત નું ધ્યાન નઈ રાખો તો ચીઝ ની જગ્યા એ પનીર બની જાય છે.તો ચાલો જોઈ લઈએ કઈ રીતે બને છે.

સામગ્રી:

  • દૂધ
  • મીઠું
  • વિનેગર

રીત

1- સૌથી પહેલા આપણે બે લીટર દૂધ લઈ લઈશું.દૂધ આપણે કાચું જ લઈશું. ગરમ કરેલું હશે તો એ નઈ ચાલે.અને ફૂલ ફેટ વાળુ કાચું મિલ્ક લઈ લઈશું. આપણે તેને ગરમ કરવાનું છે પણ ગરમ કરી ને ઉભરો નથી લાવવાનો.

2- જો દૂધ વધારે ગરમ કરશો તો પનીર બની જાય છે જે તમે વિડિયો માં જોઈ શકો છો.તો આપણે અહીંયા આંગળી નાખી શકીએ તેટલું જ દૂધ ગરમ કરીશું.હવે તેમાં પા કપ થી બે ચમચી વધારે વિનેગર એડ કરીશું.પણ ધીરે ધીરે એડ કરીશું તેને હલાવતા રહીશું અને એડ કરીશું.

3- હવે તમે વિડિયો માં જોઈ શકો છો કે દૂધ માંથી થોડું થોડું ચીઝ છૂટું પડવા લાગ્યું છે.અને તમે વીડિયોમાં જોવો કે પનીર ની જેમ દાણા દાણા નથી થતા. જો પનીર હશે તો દાણા દાણા દેખાશે પણ આમાં ફેટ નો ભાગ અલગ દેખાશે.

4- હવે આને એક ગરણી માં કાઢી લઈશું.હવે આ પાણી ને આપણે ફેંકવાનું નથી તેને યુઝ કરવાનું છે હવે હાથ થી પ્રેસ કરી ને પાણી કાઢી લઈશું. હવે આપણે હાથ માં લઇ થોડું થોડું દબાવી ને પાણી ને નીચોવી લઈશું.

5- હવે જે પાણી વધ્યુ હતું તેને ગરમ કરી લીધું છે અને તેમાં એક ટેબલ સ્પૂન મીઠું એડ કરીશું.તેમાંથી ધુમાડા નીકળે એટલું ગરમ કરી લઈશું.હવે જે ચીઝ નો બોલ્સ હતો તેને પાંચ થી સાત વખત પાણી માં ડુબાડી ને બહાર કાઢવાનો છે આ પ્રોસેસ કરતી વખતે ગેસ બંધ રાખવાનો છે.

6- હવે હાથ માં બોલ્સ લઈ તેને સેપ આપી દઈશું.અને તેને નીચોવી લઈશું જેથી તેમાં પાણી નો ભાગ હોય તો નીકળી જાય.જે તમે વિડિયો માં જોઈ શકો છો.હવે ફરી થી બોલ્સ ને પાણી મા નાખી ને સાત થી આઠ વખત ડુબાડી ને બહાર કાઢી લઈશું.હવે ફરી થી તેને હાથ થી થોડું દબાવી ને નીચોવી લઈશું.જેથી પાણી હોય તો નીકળી જાય.

7- હવે ફરી થી પાંચ વખત પાણી માં ડુબાડી ને બહાર કાઢી લઈશું.હવે હાથ માં લઇ નીચોવી લઈશું જેથી પાણી નો ભાગ હોય તો નીકળી જાય જે તમે વિડિયો માં જોઈ શકો છો.હવે આને ખેંચવાનું છે જો પનીર હશે તો એ નઈ ખેચાય તે તરતજ છૂટું પડી જશે.

8- આમ કરવાથી જે અંદર પાણી હશે તો નીકળી જશે તમે વિડિયો માં જોઈ શકો છો કે ખેંચવાથી બોલ્સ નાનો થઈ ગયો છે એટલે અંદર થી પાણી બધું નીકળી ગયું છે.હવે ફરી થી ગરમ પાણી માં પાંચ થી છ વખત ડુબાડી ને કાઢી લઈશું.હવે હાથ માં લઇ થોડું પ્રેસ કરી ને અંદર નું પાણી કાઢી લઈશું.

9- હવે ફરી થી પાંચ વખત પાણી માં નાખી ને ડુબાડી ને કાઢી લઈશું અને તમે વીડિયોમાં જોઇ શકો છો કે બોલ્સ નાનો થઈ ગયો હશે અને તેની સપાટી ઘણી લીસી થઈ ગઈ હશે.હવે આપણે ઠંડા પાણી માં નાખી ને બહાર કાઢી લઈશું.હવે હાથ માં લઇ નીચોવી લઈશું.હવે કોઈપણ પ્લાસ્ટિક ની કોથળી માં લઇ લઈશું.

10- જેથી આનો સેપ જળવાઈ રહે. હવે આને આ રીતે રેપ કરી ત્રણ થી ચાર કલાક માટે ફ્રીઝ માં મૂકી દઈશું. તમે ત્રણ થી ચાર કલાક પછી ફ્રીઝ માંથી કાઢશો તો ચીઝ તૈયાર થઈ ગયું હશે જે તમે વિડિયો માં જોઈ શકો છો. હવે આ ચીઝ ને તમે પીઝા માં અથવા સેન્ડવીચ માં પણ યુઝ કરી શકો છો.તો તમે પણ એકવાર ચોક્કસથી ટ્રાય કરજો.

વિડિઓ રેસિપી:

રસોઈની રાણી : કરિશ્મા પંડ્યા
Youtube Link :ચેનલ સાથે જોડાવવા અહીંયા ક્લિક કરો.

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

Leave a comment

Your email address will not be published. Required fields are marked *