મુખવાસ – એકદમ સિમ્પલ અને ટેસ્ટી મુખવાસ નાના મોટા દરેકને પસંદ આવશે…

આજે આપણે બનાવીએ મુખવાસ. મુખવાસ આમ તો દરેકના ઘરમાં બનતો જ હોય છે દિવાળી પર. આપણા ઘરે મહેમાન આવે કે ના આવે ઘણા લોકોના ઘરમાં રોજ મુખવાસ તો ખાતા જ હોય છે. આપણે બહારથી લાવીએ તે મોંઘો પડે છે ઘરે બનાવી એ તે સસ્તો પડે છે. તો ચાલો આપણે તેની સામગ્રી જોઈએ.

સામગ્રી

  • તલ
  • વલીયારી
  • અજમો
  • ધાણાની દાળ
  • હળદર
  • મીઠું
  • લીંબુનો રસ

રીત-

1- સૌથી પહેલા આપણે અઢીસો ગ્રામ તલ લઈશું. તેમાં એક મોટી ચમચી હળદર નાંખીશું.

2- હવે તેમાં આપણે બે નાની ચમચી મીઠું નાખીશું.

3- હવે આપણે 50 ગ્રામ અજમો લઈશું.અને અજમો આપણે તલ માં જ મિક્સ કરી લઈશું. અજમો મિક્સ કર્યા પછી બે લીંબુનો રસ કાઢી અડધું પાણી અને અડધું લીંબુ નો રસ ઉમેરીશું.

4- હવે આપણે તેમાં આપણે અડધું પાણી એડ કરીશું. પછી તેને સાઈડ પર મૂકી દઈશું.

5- હવે આપણે અઢીસો ગ્રામ વલયારી લઈશું.હવે તેમાં 1 મોટી ચમચી હળદર નાખીશું. અને દોઢ ચમચી મીઠું નાખીશું. હવે આપણે તેમાં થોડો રસ ઉમેરીશું.

6-હવે આપણે રસ ઉમેર્યા પછી હળદર મીઠાવાળા પાણીમાં તેને બધું મિક્સ કરીને હાથ થી મસળી લઈશું.

7- જેથી લીંબુ,મીઠું, હળદર આપણા મુખવાસમાં ચડી જાય. બહાર કરતાં પણ મુખવાસ સારો બને છે. નાના બાળકોને જો મુખવાસ વધારે ભાવતો હોય તો અજમો નાખેલો મુખવાસ ખાય તો બાળકોને કોઈ પેટની તકલીફ રેહતી નથી.

8- આપણે ઘરે મુખવાસ બનાવીએ તો હળદર થોડી વધારે નાખીએ તો નાના બાળકોને શરદી ઉધરસ થતું હોય તો પણ તેમાં સારું રહેશે.

9- અજમા વાળો મુખવાસ ખાવાથી પેટની કબજિયાત દૂર થાય છે, ગેસ, એસીડીટી તેની તકલીફ દૂર થઈ જાય છે.

10- રોજ જમ્યા પછી આમ તો બધા ના ઘરે મુખવાસ લેવાતો જ હોય છે.તમે આ રીતે ઘરે બનાવતા હોય તો આ એક દવા નું કામ કરશે.

11- આ મુખવાસ ખાવામાં પણ હેલ્દી રહે છે. આપણા ઘરે આપણે બનાવીએ તલ, વલીયારી જે પ્રમાણમાં આપણે લેવું હોય તે પ્રમાણમાં લઈ શકીએ છે.

12- હવે તલને પણ આપણે હાથ થી મિક્સ કરી લઈશું. આ તલ અને વલયારી અલગ રાખવાનું કારણ એક જ કે તલ જલ્દી સેકાઈ જાય અને વલીયારી માં થોડી વાર લાગે છે.

13- જો આપણે બંને ભેગું નાખીને શેકી શું તો તલ બળી જશે. અને વલયારી કાચી રહેશે. એટલે તેને શેકવામાં પણ અલગ-અલગ શેકવાનું છે.

14- હવે તલ ને અજમો ની પ્રોસેસ સેમ રહેશે. એટલે તે બંને સાથે શેકી શકે છે.

15- હવે તલ માં અજમો મિક્સ કરવાથી તલમાં અજમો ભળી જશે. અને આ મુખવાસ ખાવા માટે ટેસ્ટી લાગે છે.અને પચવામાં હલકો થઈ જાય છે.

16- તલ આપણા શરીર માટે ખૂબ સારા છે. અત્યારે બધા અલગ અલગ તેલ નીકળ્યા એટલે બાકી શિયાળામાં સ્પેશ્યલ બધા તલના તેલનું ઉપયોગ કરતા હતા.

17- હવે આપણે તેને મિક્સ કર્યા પછી આપણે ઓવર નાઈટ તેને આવી જ રીતે મુકી રાખીશું. જેથી મીઠું અને હળદર અને લીંબુનો રસ આપણા તલમાં અને વરીયાળી માં ચડી જાય.

18- હવે તમે વીડિયોમાં જોઈ શકો છો કે આપણી વલયારી હળદર મીઠું ચડીને એકદમ સુકાઈ ગઈ છે. હવે તેને એકદમ ધીમા ગેસ પર તેને શેકી લઈશું.

19-હવે તેને બરાબર હલાવતા રહીશું. તમે વીડિયોમાં જોઈ શકો છો કે આપણી વલયારી ફૂલી ગઈ છે. અને હળદર મીઠું ચડી ગયું છે. વરીયાળી બરાબર ગરમ થઈ જાય એટલે આપણે ગેસ ધીમો કરી દેવાનો.

20- જેથી આપણી વલીયારી એકદમ કડક થાય અને બળી ના જાય. આપણને વલયારી શેકતા પંદરથી વીસ મિનિટ લાગે છે. આ વલીયારી ને હળદર મીઠું નાખ્યા પછી તાપે મૂકવાનું નથી. તેને ઘરમાં જ મુકી રાખવાનું છે.

21- વલીયારી જેમ જેમ શેકાય એટલે તે નાની નાની થતી જાય છે.અને તેનો કલર પણ બદલાઇ જાય છે.

22- હવે આપણી વલયારી 80થી 90 ટકા શેકાય ગઈ છે.હવે તેમાં આપણે તલ અને અજમો મિક્સ કરીશું.અને શેકી લઈશું. થોડી વલયારી શેકવામાં બાકી છે. તો તલ અને અજમા સાથે છે શેકાય જશે.

23- તમે હવે અઢીસો ગ્રામ તલ, અઢીસો ગ્રામ વરિયાળી, 200 ગ્રામ ધાણાની દાળ અને ૫૦ ગ્રામ અજમો તમે આ રીતે પણ મુખવાસ બનાવી શકો છો.

24- હવે તમે વીડિયોમાં જોઈ શકો છો કે આપણા તલ ગરમ થઇ ગયા છે તમને તલ ફૂટવા નો અવાજ આવશે.

25- જ્યારે મુખવાસ શેકાય જશે એટલે તાવીથો એકદમ હલકો ફરવા લાગશે. જ્યારે અત્યારે થોડું હાર્ડ પડે છે. એટલે ખબર પડશે કે તલ, અજમો વલીયારી શેકાય ગયું છે.

26- તમે બાર મહિના મુખવાસ બનાવી રાખો તો નાના બાળકો અને મોટા ને પણ કોઈને ગેસ ની તકલીફ નહિ પડે.

27- મુખવાસ થઈ જવા આવે એટલે તેને ૧ નાની વાડકી માં લઈને ઠંડો થવા દઈશું.અને ચાખી લેવાનો કે આપણો મુખવાસ બરાબર કડક થઈ ગયો છે કે નઈ.

28- હવે આપણે 200 ગ્રામ ભગત નું પેકેટ છે તે આપણે એડ કરીશું. આપણે દોઢ સો ગ્રામ જેટલી ભગત (ધાણાદાળ)નાખી છે.

29- ભગત પણ થોડી ગરમ કરી લેવાની. જેથી આ ચોમાસું ગયું છે તો તેમાં હવા લાગી હોય તો શેકાય જાય. હવે આ મુખવાસ ને થોડો ઠંડો થવા દઈશું.

30- હવે આપણો મુખવાસ બની ગયો છે. તો તેને ચારી લઈશું. અને એરટાઇટ બરણીમાં ભરી લઈશું.

31- મુખવાસ ને ચારીને જ ભરવાનો છે જેથી હળદર, મીઠું જે કોઈ પણ કચરો હશે તે નીકળી જશે.

32- હવે તમે વીડિયોમાં જોઈ શકો છો કે આપણો મુખવાસ એકદમ કલરફુલ બન્યો છે.વધારાનો હળદર, મીઠું બહાર નીકળી ગયું છે.

33- હવે આપણો મુખવાસ તૈયાર થઈ ગયો છે. તો આ રેસિપી તમે જરૂરથી બનાવજો ખાજો અને ખવડાવજો.

વિડિઓ રેસિપી :


રસોઈની રાણી : પદમા ઠક્કર

Youtube ચેનલ : જલારામ ફૂડ હબ

મિત્રો, અમારી આ ચેનલ સબ્સ્ક્રાઇબ જરૂર કરજો અને આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *