મુખવાસ ની ચૂરણ ની ગોળી – જમ્યા પછી ફક્ત એક ગોળી ખાઈ લેવાથી પેટ સંબંધિત તમારી દરેક સમસ્યા થઇ જશે દૂર…

આજે આપણે બનાવીશું મુખવાસ ની ચૂરણ ની ગોળી.આ ખાવા માં તો ચટપટી તો છે. આ પાચન માટે ખૂબ ગુણકારી છે.આ તમે દિવાળીના મુખવાસ માટે બનાવી શકો છો. અને જમ્યા પછી રેગ્યુલર એક ગોળી લેશો તો ડાયજેશન માં પણ સારું છે.તો ચાલો તેની સામગ્રી જોઈએ.

સામગ્રી

  • લીંડી પીપર
  • મરી પાવડર
  • બુરૂ ખાંડ
  • દાડમનું ચૂર્ણ
  • આમચૂર પાવડર
  • ખજૂર
  • શેકેલું જીરૂ પાવડર
  • મીઠું
  • સિંધવ મીઠું
  • સંચળ

રીત-

1- તો ચાલો આપણે જોઈએ કે કેવી રીતે બને છે.

2- સૌથી પહેલા આપણે ખજૂર લેવાનું છે અઢીસો ગ્રામ. ખજૂર ને છથી સાત કલાક પલાળી રાખવાનું છે. ખજૂર ડૂબે તેટલું પાણી નથી લેવાનું.એક અડધી નાની વાડકી જેટલું જ લેવાનું છે.અને તેને ડુબાડી દેવાનું છે.

3- આપણે કાળી ખજૂર લેવાનું છે જે સોફ્ટ હોય છે. એટલે તે છથી સાત કલાક માં પલડી જાય છે અને તે સોફ્ટ પણ હોય છે.એટલે પલ્પ સરળ રીતે નીકળી જશે.

4- જે તમારી પાસે કાળી ખજૂર ના હોય તો તમે નોર્મલ ખજૂર થી પણ બનાવી શકો છો. તેને થોડું વધારે કલાક પલાળી રાખવું પડે.જેથી તે સોફ્ટ થાય.

5- હવે આપણે તેમાંથી ઠળિયા કાઢી લેવાના છે.હવે તેનો પલ્પ તૈયાર કરીશું.

6- હવે આપણે ડ્રાય સામગ્રી તૈયાર કરીએ છીએ. તેમાં માપ ખૂબ જ ઈમ્પોર્ટન્ટ છે.

7- સૌથી પહેલા આપણે 25 ગ્રામ મરી પાવડર લઈશું.હવે તેમાં આપણે લીંડી પીપર પણ 25 ગ્રામ લેવાની છે.તે પણ તેમાં એડ કરીશું.

8- હવે આપણે 25 ગ્રામ શેકેલું જીરું પાવડર એડ કરીશું. હવે તેમાં 15 ગ્રામ સિંધવ મીઠું એડ કરીશું.અને 15 ગ્રામ સંચળ પણ એડ કરીશું.

9- હવે આપણે તેમાં નોર્મલ મીઠું વીસ ગ્રામ એડ કરીશું.હવે દાડમ ચૂર્ણ આ કોઈપણ ગાંધી શોપમાં મળી રહેશે. તે આપણે સો ગ્રામ લઈશું.અને તેને મિક્સ કરીશું.

10-હવે આપણે તેમાં સો ગ્રામ આમચૂર પાવડર પણ એડ કરીશું.જેથી આપણી ગોળી ખાટી મીઠી થાય છે.

11- હવે આપણે તેમાં 500 ગ્રામ બુરુ ખાંડ ઉમેરવાની છે. 500 માંથી અડધી નાની વાડકી રહેવા દઇશું. જે તમે ઉપર કોટિંગ માં કામ લાગે.

12- હવે આપણે બધા ડ્રાય સામગ્રીને બરાબર મિક્સ કરી લઈશું.

13- આ દિવાળી માં મુકવા માટે સરસ આઈટમ તો છે જ પણ એમ નમ પણ બનાવી ને આખું વર્ષ મૂકી શકાય છે. આ પાચનમાં ખૂબ મદદ કરશે.

14- તમે જમ્યા પછી રોજ એક કે બે ગોળી ખાય શકો છો.આમાં આપણે જે સામગ્રી બધી લીધી છે તે ડાયજેશન માં જીરુ, મરી,લીંડી પીપર આ બધું કામ કરે છે.

15- આપણે ડ્રાય સામગ્રી મિક્સ કરી લીધી છે. ડ્રાય મિક્સ તૈયાર છે.તમે ચાહો તો આ પણ ભરી ને મૂકી સકો છો.

16- જો તમારે ગોળીઓ વારવી ના હોય તો અને પણ એક બરણીમાં ભરીને મૂકી દો. બહુ સ્વાદિષ્ટ લાગે છે અને પાચનમાં પણ મદદરૂપ થાય છે.

17- હવે આપણે તેમાં ખજૂર ઉમેરીશું.જે આપણે પલ્પ તૈયાર કરી લીધો હતો તે એડ કરવાનો છે.

18- હવે આપણે તેને બરાબર મિક્સ કરી લઈશું. ડ્રાય મિક્સર જોડે મિક્સ કરી લઈશું.અને આ હાથ થી વધારે મિક્સ થઈ જશે.એટલે તને હાથ થી કરી લઈશું.

19- હવે તેને બરાબર લોટ બાંધી એ તેવી રીતે મિક્સ કરી લઈશું.આને તમે ટ્રાવેલિંગ કે ગમે ત્યાં લઈ જઈ શકો છો.અને આ બહુ લાંબા ટાઇમ સુધી સારી રહે છે.

20- તમે આને છ મહિના સુધી બરણીમાં રાખી શકો છો. બહાર જ રાખવાની છે તેને ફ્રીઝમાં રાખવાની જરૂર નથી.

21- હવે લોટ જેવું બંધાઇ ગયું છે કડક.જો ઢીલું હશે તો ગોળી વડ સે નહિ. એટલે કડક જ હોવું જોઈએ. હવે આ તૈયાર થઈ ગયું છે.

22- હવે આપણે તેની નાની નાની ગોળીઓ વાળવાની છે. તમારે જે સાઇઝની જોઈએ તેવી વાળી શકો છો.પણ આ બહુ મોટી ના હોય નાની નાની જ હોય.

23- આપણે જે બુરુ ખાંડ રાખી હતી તેમાં રગદોળીને એક બાઉલમાં કાઢતા જઈશું. પહેલા આપણે પુરીના ગુલ્લા કરીએ તેવી રીતે ગુલ્લા કરી લઈશું. અને એકસાથે વાળી લઈશું.

24- તમે વીડિયોમાં જોઈ શકો છો કે તેવી જ રીતે બધી નાની નાની ગોળીઓ વાળી લેવાની છે અને બૂરુ ખાંડમાં રગદોળીને લેવાની છે પછી એક બાઉલમાં બધી કાઢી લઈશું.

25- આ નાના બાળકોની ફેવરિટ છે અને જ્યારે ચટપટુ ખાવું હોય ત્યારે એક ગોળી ખાઈ લેવાની. તમને યાદ હોય તો આપણી સ્કૂલની બહાર પણ મળતું હતું. તો આ તેની યાદ અપાવી દે છે.

26- હવે આપણે તેને સર્વિંગ પ્લેટમાં કાઢી લઈશું. આમાં આપણે ખજૂર નાખ્યું છે જો તેના બદલે દ્રાક્ષ નાખો તો તે દ્રાક્ષાવટી થઈ જાય.

27-મુખવાસમાં ખાવાની આ ચૂરણ ગોળી તૈયાર થઈ ગઈ છે. બનાવજો ખાજો અને ખવડાવજો.

વિડિઓ રેસિપી :


રસોઈની રાણી : કોમલ ભટ્ટ

Youtube Link :ચેનલ સાથે જોડાવવા અહીંયા ક્લિક કરો.

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *