મૂળાના પાનની બેસનવાળી ભાજી – હવે જયારે પણ મૂળાની ભાજીનું શાક બનાવો તો જરૂર ટ્રાય કરજો..

મિત્રો, શિયાળામાં લીલા પાનવાળા શાકભાજી ખુબજ સારા આવતા હોય છે.જે પોશાક તત્વોથી ભરપૂર હોય છે અને તંદુરસ્તી જાળવવા માટે આવા લીલા શાકભાજી ભરપૂર પ્રમાણમાં ખાવા જોઈએ.

શિયાળામાં આપણે મૂળા તો ખાતા જ હોઈએ છીએ પરંતુ તેના પાન આપણે ફેંકી દેતા હોઈએ છીએ.મૂળાના આ પાનમાં પણ શરીરને જરૂરી પોષકતત્વો હોય છે તો આ પાન ની ભાજી બનાવી શકાય છે અને શાકના ઓપશનમાં બનાવી સર્વ કરી શકાય તો ચાલો બનાવવીએ મૂળાના પાનની હેલ્ધી અને ટેસ્ટી બેસન વાળી ભાજી.

સામગ્રી :

    • Ø 20 નંગ મૂળાના પાન
    • Ø 1/2 કપ બેસન
    • Ø 1&1/2 ટેબલ સ્પૂન લસણ,મરચા અને આદુની પેસ્ટ
    • Ø 1 નંગ મીડીયમ સાઈઝ નું ટામેટું
    • Ø 1 ટેબલ સ્પૂન તાજા ધાણાના પાન
    • Ø 1/4 ટેબલ સ્પૂન મરચું પાઉડર
    • Ø 1/2 ટેબલ સ્પૂન ધાણાજીરું પાઉડર
    • Ø 1 ટેબલ સ્પૂન ખાંડ પાઉડર
    • Ø 1/2 ટેબલ સ્પૂન લીબુંનો રસ
    • Ø ચપટી રાઈ
    • Ø ચપટી જીરું
    • Ø ચપટી હળદર પાઉડર
    • Ø 2 ટેબલ સ્પૂન તેલ

રીત

1) મૂળાના પાનની ભાજી બનાવવા માટે મૂળાના પાનને ધોઈ ને સાફ કરી કોરા કરી લેવાના છે.ત્યારપછી તેને બારીક કાપી લેવાના છે.

2) એક કડાઈમાં 2 ટેબલ સ્પૂન તેલ લો. તેલ ગરમ થઇ ગયા બાદ તેમાં રાઈ દાણા તેમજ જીરું નાખો.

3) રાઈદાણા સારી રીતે ફુટી ગયા બાદ તેમાં આદુ ,લસણ અને મરચાની પેસ્ટ એડ કરો. અહીંયા જાડા તળિયા વાળી કડાઈ લેવાની જેથી નીચે ન બેસી જાય.

4) પેસ્ટ સારી રીતે મિક્સ થઇ ગયા બાદ તેમાં ટામેટાના ટુકડા,ચપટી હળદર અને મીઠું એડ કરો તેમજ ટામેટાને થોડા ચડવા દો.

5) ટામેટા થોડા ચડી ગયા બાદ તેમાં મૂળાના પાન એડ કરવાના છે. અને પછી સારી રીતે મિક્સ કરો. અહીંયા સ્ટવની ફ્લેમ સ્લો રાખવાની છે.અહીંયા તેલનું પ્રમાણ થોડુંક વધારે છે કારણ કે આપણે અહીંયા બેસન એડ કરવાનો છે.

6) હવે તેમાં બેસન એડ કરો અને બેસનને સારી રીતે મિક્સ કરી લો. ઢાંકણ ઢાંકીને ચડવા દો. વચ્ચે -વચ્ચે શાકને ચલાવતા રહેવું. બેસનની કચાચ દૂર થાય ત્યાં સુધી ચડવા દેવાનું છે.

7) અહીંયા આ શાક ડ્રાય હોય છે ,કારણ કે બેસન નાખવાથી તે બધુજ તેલ ચૂસી લે છે. 5 મિનીટ પછી તેમાં લાલ મરચું પાઉડર , ધાણાજીરું , ખાંડ પાઉડર અને લીંબુનો રસ નાખી બરાબર મિક્સ કરો. ફરી તેને એકાદ મિનીટ માટે ચડવા દો. મેં અહીંયા લાલ મરચું ખુબજ ઓછું લીધું છે. કારણ કે મેં પેસ્ટ નો ઉપયોગ કર્યો છે.તમે તમારા ટેસ્ટ મુજબ લાલ મરચું વધુ -ઓછું લઇ શકો છો.

8) હવે 1 મિનીટ પછી તેમાં બારીક કાપેલા લીલા ધાણા નાખી સારી રીતે મિક્સ કરી લો. જો ગરમ મસાલો પણ એડ કરવો હોય તો કરી શકાય.

9) તો તૈયાર છે મૂળાની ભાજી જેને શાકના ઓપશનમાં બનાવીને સર્વં કરી શકાય. તો અત્યારે માર્કેટમાં સરસ તાજા મૂળા મળે છે તો આ વખતે તમે પણ બનાવીને ટ્રાય કરજો અને સાથે નીચે આપેલ વિડીયો પણ જોઈ લેજો જેથી બનાવવામાં સરળતા રહે.

વિડીયો લિંક :

રસોઈની રાણી : અલ્કા સોરઠીયા

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *