મૂળા નો સંભારો – મૂળાની સીઝન થતા જ યાદ આવે આ ટેસ્ટી સંભારો તો તમે ક્યારે બનાવશો…

શિયાળાની સીઝનમાં મૂળા ખાવા સ્વાસ્થ્યના હિસાબથી ખૂબ જ સારું હોય છે. મૂળામાં પ્રોટીન કેલ્શિયમ ,આયોડીન અને આયરન ભરપૂર પ્રમાણમાં હોય છે. મૂળામાં વિટામીન એ, બી અને સી પણ હોય છે.તો આ મૂળા માંથી લોટ વાળો સંભારો શીખવીશ .કાઠિયાવાડ માં આ સંભારો જે જમવા ની થાળી ને મજેદાર બનાવી દેશે .તો ચાલો શીખી લઈએ .

મૂળા નો સંભારો :

સામગ્રી :

– 250 ગ્રામ મૂળા

– મીઠું સ્વાદ અનુસાર

– અડધી ચમચી હળદર

– 1 ચમચી તેલ

– અડધી ચમચી રાઈ

– 1 નંગ મરચું

– મેથી ના દાણા

– 2-3 ચમચી ચણાનો લોટ

રીત :

(1)સૌપ્રથમ મૂળા અને મૂળાની ના પાન ને બરાબર ધોઈ લો ત્યારબાદ તેને બરાબર જીણા સુધારી લો.

(2)ત્યારબાદ એક પ્લેટ માં સુધારેલા મૂળા અને મૂળાની પાન અને મરચા જીણા સુધારી લેવું .સમારેલું મરચું નાખો ત્યાર બાદ તેમાં મીઠું નાખી બરાબર મસળી .ત્યારબાદ હાથ થી મસળી નાખવું . હવે નીચોવી ને એક બોવેલ માં કાઢી લેવું .

(3)ત્યાર બાદ એક પેનમાં તેલ મૂકી તેમાં રાય અને મેથી ના દાણા ઉમેરી તતડે પછી તેમાં સુધારેલા મૂળા અને એના પાન ઉમેરી હવે તેમાં હળદર નાખો.

(4) તેને 5 મિનીટ માટે સરસ રીતે સાંતળો .હવે ત્યારબાદ 2-3 ચમચી પાણી ઉમેરી અને 2-3 ચમચી ચણાનો લોટ ઉમેરી અને બરાબર હલાવી મિક્સ કરવું .તૈયાર છે મૂળાનું ખારીયુ.અથવા સંભારો …

નોંધ :

– મૂળા ને ધોઈ ને થોડી વાર પાણી માં રાખી મૂકવું .

– અને લોટ નાખી ને તરત હલાવી દેવું .નહિ તો ગાંઠા વળી જશે ..

– મૂળા માં મીઠું નાંખ્યું હશે એટલે લોટ ના ભાગ નુજ મીઠું ઉમેરવું …

રસોઈની રાણી : દિગના રૂપાવેલ (બરોડા)

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *