સ્પાયસી મૂલી પરાઠા – આલુ પરોઠા હશો હવે એકવાર આ પરાઠા ચાખી જુઓ, બધાને ખુબ પસંદ આવશે…

સ્પાયસી મૂલી પરાઠા :

ઠંડીની સિઝનમાં માર્કેટમાં સરસ મૂળા આવવા લાગે છે. હેલ્થ માટે ખૂબજ લાભદાયક એવા મૂળા શિયાળામાં અચૂક ખાવાના ઉપયોગમાં લેવા જોઇએ.ઘણા લોકોને તેમજ બાળકોને મૂળા ખાવા પસંદ નથી હોતા.

તેવા લોકો કે બાળકો માટે આજે હું આપ સૌને માટે સ્પાયસી મૂલી પરાઠાની રેસિપિ આપી રહી છું. તો મારી આ રેસિપિ ને અનુસરીને જરુરથી બનાવજો. શિયાળાની આ કડકડતી ઠંડીમાં ગરમાગરમ – સ્વાદિષ્ટ સ્પાયસી મૂલી પરાઠા બધાને ખુબજ ભાવશે.

સ્પાયસી મૂલી પરાઠા બનાવવા માટેની સામગ્રી :

 • 1 ½ કપ ઘંઉનો જીણો લોટ
 • 1 કપ મૂળાની છીણ
 • 2 નાની ઓનિયન ખમણેલી
 • 1 લીલું મરચુ બરીક કાપેલું
 • 2 ટેબલ સ્પુન કોથમરી બારીક કાપેલી
 • 1 ટેબલ સ્પુન શેકેલો ચણાનો લોટ
 • 1 ટેબલ સ્પુન ધાણાજીરું
 • ¾ ટી સ્પુન હળદર પાવડર
 • ¾ ટી સ્પુન લાલ મરચુ પાવડર
 • ½ ટી સ્પુન ગરમ મસાલો
 • પિંચ મરી પાવડર
 • સોલ્ટ સ્વાદ મુજબ
 • ½ ટી સ્પુન આખું જીરું
 • 1 ટી સ્પુન સફેદ તલ
 • ½ ટી સ્પુન અજમા
 • પિંચ હિંગ
 • પિંચ આમચુર પાવડર
 • 1 ટેબલ સ્પુન ઓઇલ + પરોઠા શેકવા માટે ઓઇલ

સ્પાયસી મૂલી પરાઠા બનાવવા માટેની રીત :

સૌ પ્રથમ મૂળાને છાલ ઉતારીને ધોઇ લ્યો. ત્યારબાદ ખમણી લ્યો.

ત્યારબાદ ઓનિયન પણ ખમણી લ્યો.

હવે 1 ½ કપ ઘંઉનો જીણો લોટ મિક્સિંગ બાઉલમાં લઇ તેમાં ખમણેલા મૂળા, ખમણેલી ઓનિયન, બરીક કાપેલું મરચું અને કોથમરી ઉમેરી મિક્સ કરો.

હવે તેમાં 1 ટેબલ સ્પુન ધાણાજીરું, ¾ ટી સ્પુન હળદર પાવડર, ¾ ટી સ્પુન લાલ મરચુ પાવડર, ½ ટી સ્પુન ગરમ મસાલો, પિંચ હિંગ, પિંચ મરી પાવડર, સ્વાદ મુજબ મીઠું અને ચણાનો લોટ ઉમેરી બધું બરાબર મિક્સ કરો.

ત્યારબાદ તે મિશ્રણમાં ½ ટી સ્પુન આખું જીરું, 1 ટી સ્પુન સફેદ તલ, ½ ટી સ્પુન અજમા, પિંચ આમચુર પાવડર ઉમેરી મિક્સ કરો.

હવે થોડું જ પાણી ઉમેરીને ટાઇટ લોટ બાંધી લ્યો. મૂળા અને ઓનિયનના ખમણમાંથી પાણી છુટશે એટલે પાણી જરુર પૂરતુ જ ઉમેરવું.

લોટની ટાઇટ કણેક બંધાઇ જાય એટલે તેના પર 1 ટેબલ સ્પુન ઓઇલ ઉમેરી કણેક્ને સરસથી મસળી લ્યો.

જેથી પરોઠા સ્મુધ બનશે.

10 મિનિટ ઢાંકીને કણેકને રેસ્ટ આપો.

હવે કણેક માંથી પરાઠા બનાવવા માટે બોલ્સ-લુવા બનાવો.

પાટલી પર કોરો ઘંઉનો લોટ સ્પ્રેડ કરી, તેના પર એક લુવુ મૂકી રાઉંડ કે ટ્રાયેંગલ પરાઠું બનાવો. એ રીતે મનગમતા શેઇપ અને સાઇઝના પરોઠા બાકી બોલ્સ-લુવા માંથી બનાવી લ્યો.

તવી ગરમ મૂકી ગરમ થાય એટલે તેના પર જરા તેલ લગાવી એક પરાઠું કૂક કરવા મૂકો.

ઉપર થી બબલ જેવું દેખાય એટલે ફેરવી લ્યો.

ત્યારબાદ બન્ને બાજુએ ઓઇલ મૂકીને ગોલ્ડન બ્રાઉન ડીઝાઇન પડે અને ક્રીસ્પી થાય ત્યાં સુધી કૂક કરો.

આ પ્રમાણે બાકીના બધાજ પરાઠા કૂક કરી લ્યો.

પરાઠા ને ગરમાગરમ જ પીરસો. સર્વ કરવા માટે પરાઠાને ટ્રાયેંગલ માં કટ કરી લ્યો. ( પિઝા ને જેમ ).

સર્વિંગ પ્લેટમાં કટ કરેલા સ્પાયસી મૂલી પરાઠા મૂકી, કોથમરી અને બુંદીથી ગાર્નિશ કરો. અચાર, મસાલા કર્ડ ( બુંદી, કોથમરી, લાલ મરચુ પાવડર, સોલ્ટ, જરા મરી પાવડર ઉમેરેલું કર્ડ.) કે લીલી ચટણી સાથે ગરમા ગરમ સર્વ કરો.

રસોઈની રાણી : શોભના વણપરિયા

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Join the discussion

Your email address will not be published. Required fields are marked *