મલ્ટી ગ્રેઇન ઘારેવડા – બહુ ખવડાવ્યા અને ખાધા સાદા પુડલા હવે જયારે બનાવવાનું વિચારો ત્યારે આ નવીન વેરાયટી જરૂર ટ્રાય કરજો..

પુડલા અને ચીલા તો આપણે બનાવીએ જ છીએ પણ પુડલા ની જેમજ ઢોકળાના ખીરામાંથી ઘારેવડા પણ બને છે તે તમે લોકો બનાવો છો કે નહિ? અને તેવાજ ઘારેવડામાં મે ઇનોવેશન કર્યુ છે.

તો ચાલો બનાવીએ,

મલ્ટી ગ્રેઇન ઘારેવડા

સામગ્રી:


• ૨ કપ ચોખા,

• ૧ કપ ચણાની દાળ,

• પા કપ અડદની દાળ,

• પા કપ મગની ફોતરા વગરની દાળ,

• ખાટી છાશ,

• મીઠું સ્વાદઅનુસાર,

• ૧ ચમચી જીરુ ,

• ૩ કળી લસણ,

• મરચુ સ્વાદઅનુસાર,

• ચપરટી હિંગ,

• થોડીક ઝીણી સમારેલી કોથમીર,

રીત:

૧ બધી દાળ અને ચોખાને સરખી રીતે ધોઇને છાશ અને થોડું મીઠું નાખીને ૪ થી ૫ કલાક પલાડી દેવા અને પછી મિક્સ્ચરમાં લીસા પીસી લેવા પુડલા જેવુ ખીરું તૈયાર કરવું.

૨ લસણ વાટી લેવું.

૩ જીરુ વાટી લેવું.

૪ ખીરામાં ઝીણી સમારેલી કોથમીર એડ કરવી.

૫ ખીરામાં વાટેલા લસણ જીરુ એડ કરવા.

૬ ખીરામાં મરચું,મીઠું અને હિંગ એડ કરવા.

૭ બધી વસ્તુ ખીરામાં મિક્ષ કરી લેવી.

૮ એક લોઢીમાં તેલ લગાવીને ગરમ થાય એટલે ચમચા વડે ખીરું પાથરવુ.

૯ બેય સાઇડ લાઇટ બ્રાઉન કલરનું શેકી લેવું.

લ્યો તૈયાર છે મલ્ટી ગ્રઇન ઘારેવડા ટોમેટો કેચઅપ,લીલી ચટણી અથવા દહીંની ચટણી સાથે ગરમા ગરમ સર્વ કરો.

* તમે ઇચ્છો તો ખીરામાં ઝીણા સમારેલા ડુંગરી,ટમેટા અને કેપ્સીકમ એડ કરી શકો છો.

રસોઈની રાણી : યોગીતા વાડોલીયા

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *