ક્રિસ્પી મુંગ દાલ પકોડી – વરસતા વરસાદમાં આનંદથી ખાઈ શકશો પરિવાર સાથે એકવાર જરૂર ટ્રાય કરજો…

ક્રિસ્પી મુંગ દાલ પકોડી :

ચોમાસાની સીઝન આવે, અને વરસાદ આવે ત્યારે અવનવા ભજીયા, ગોટા, પકોડા કે ફ્રીટર્સ દરેક ઘરોમાં ગૃહિણીઓ બનાવવા લાગે. જેવાકે ડુંગળીના ભજીયા, મિક્ષ વેજીટેબલ ભજીયા, ટામેટાના ભજીયા, બટેટાની પત્રીના ભજીયા, મેથીના ગોટા, મિક્ષ દાળ પકોડા વગેરે … અહી હું આપ સૌ માટે ફોતરાવાળી દાળની ક્રિસ્પી પકોડીની રેસીપી આપી રહી છું. બીજા પકોડા કરતા વધારે અલગ સ્વાદવાળી આ પકોડી બધાને ખુબજ સ્વાદિષ્ટ લાગશે.

મગની ફોતરાવાળી દાળનો ઉપયોગ કર્યો હોવાથી, વધારે ફાઈબરવાળી આ પકોડી ખાવી નાના મોટા બધાને વધારે અનુકુળ આવશે. તેમજ રસોડામાંથી જ મળી જતી સામગ્રીમાંથી ખુબજ સરળતાથી બધા જ બનાવી શકે છે. તો તમે પણ મારી આ રેસીપી ફોલો કરીને તમારા રસોડે ચોક્કસથી ટ્રાય કરજો.

ક્રિસ્પી મુંગ દાલ પકોડી બનાવવા માટેની સામગ્રી :

  • ૨ કપ ફોતરાવાળી મગની દાળ
  • ૨ નાના બટેટા – ખમણેલા
  • ૨ ઓનિયન – બારીક સમારેલી
  • ૭-૮ લસણની ફોલેલી કળી
  • ૨ ઇંચ આદુનો ટુકડો
  • ૨-૩ લીલા મરચા
  • ૧/૨ ટી સ્પુન હળદર
  • ૧ ટેબલ સ્પુન લાલ મરચું પાવડર
  • ૧ ટીસ્પુન આમચૂર પાવડર – ડ્રાય મેંગો પાવડર
  • ૧ ટી સ્પુન ગરમ મસાલો
  • ૨ પીંચ હિંગ
  • સોલ્ટ સ્વાદ મુજબ
  • ૩-૪ ટેબલ સ્પુન કોથમરી
  • ઓઈલ- ડીપ ફ્રાય કરવા માટે

મુંગ દાલ પકોડી માટે ગ્રાઈન્ડ કરવા માટેના મસાલાની સામગ્રી :

  • ૧ થી ૨ ટેબલ સ્પુન આખા ધાણા ( તમારા સ્વાદ મુજબ )
  • ૨ ટી સ્પુન વરીયાળી
  • ૧ ટેબલ સ્પુન આખું જીરું
  • ૨ ટેબલ સ્પુન આખા કાળા મરી – મરીનો સ્વાદ સારસ આવશે

સ્લો ફ્લેઈમ પર પેન મૂકી, ઉપરના બધા મસાલા પેનમાં ઉમેરી મિક્ષ કરી, સ્પુન વડે સતત હલાવતા રહો. મસાલા ડ્રાય રોસ્ટ થશે એટલે તેમાંથી સરસ અરોમા આવવા લાગશે, કલર ચેન્જ ના થાય અને સરસ અરોમા આવવા લાગે ત્યાં સુધી આ મસાલા ધીમી ફ્લેઈમ પર રોસ્ટ કરવા. ત્યારબાદ ફ્લેઈમ બંધ કરી બીજી પ્લેટમાં ટ્રાન્સફર કરી લેવા, જેથી જલ્દી ઠરી જાય. બરાબર ઠરી જાય પછી જ તેને અધકચરા ગ્રાઈન્ડ કરી, કરકરો મસાલો બનાવો. પાવડર બનાવવાનો નથી.

ક્રિસ્પી મુંગ દાલ પકોડી બનાવવાની રીત :

ફોતરાવાળી મગની દાળને ૨-૩ વાર પાણીથી ધોઈ તેમાંથી પાણી નીતારી તેમાં ફરી પાણી ઉમેરી દાળ ૪ કલાક માટે ઢાકીને પલાળવા મુકો. ૪ કલાક બાદ પાણી નીતારી લ્યો.

* તેમાંથી ૧/૨ કપ પલાળેલી દાળ અલગ કાઢી લ્યો. આ દાળ બેટરમાં ઉમેરવાની છે, જેથી પકોડી વધારે ક્રિસ્પી થાય અને ખાતી વખતે મોઢામાં દાળનો સરસ ક્રંચ આવે.

૨ બટેટાની છાલ ઉતારીને ધોઈને ખમણીથી છીણી લ્યો. આ છીણને પાણીથી ધોઈને એકબાજુ રાખો.

હવે પાણી નિતારેલી દાળ પાણી નાખ્યા વગર જ થોડી થોડી ગ્રાઈન્ડર જારમાં ઉમેરી બધા દાળ અધકચરી ગ્રાઈન્ડ કરી લ્યો. – લચકા પડતું બેટર બનાવો.

હવે આ બેટર એક મોટા બાઉલમાં લઇ વ્હિસ્કર કે સ્પુન વડે ૨-૩ મિનીટ સતત ફીણી લ્યો. તેમાં કરવાથી બેટર સરસ ફૂલીને ફ્લાફી થશે અને બેટરનો થોડો કલર ચેન્જ થશે. આ સ્ટેપ ખુબ જરૂરી છે કેમકે આમાં સોડા ઉમેર્યા નથી. બેટર ફિણવાથી પકોડી સરસ ફૂલશે.

હવે આ બેટરમાં અલગ રાખેલી પલાળેલી દાળ પણ ઉમેરીને મિક્ષ કરો.

હવે આ બેટરમાં ૧ ટેબલ સ્પુન લાલ મરચું પાવડર, ૧/૨ ટી સ્પુન હળદર ૭-૮ લસણની ફોલેલી કળી અને ૨ ઇંચ આદુનો ટુકડો ખાડીને, ૧ ટીસ્પુન આમચૂર પાવડર – ડ્રાય મેંગો પાવડર, ૨ પીંચ હિંગ, ૧ ટી સ્પુન ગરમ મસાલો અને સોલ્ટ સ્વાદ મુજબ ઉમેરો.

હવે આ બેટરમાં બટેટાની છીણ, બારીક સમારેલી ઓનીયન અને ૩-૪ ટેબલ સ્પુન કોથમરી ઉમેરી બરાબર મિક્ષ કરી લ્યો.

હવે એક પેનમાં પકોડીને ડીપ ફ્રાય કરવા માટે મીડીયમ ફ્લેઈમ પર ઓઈલ ગરમ મુકો. ઓઈલ ફ્રાય કરવા જેવું ગરમ થાય એટલે બેટરમાંથી થોડું થોડું બેટર હાથમાં લઇ નાની નાની પકોડીઓ ગરમ ઓઈલમાં મુકો. જારાથી હલાવાતા રહી ઉપર-નીચે કરીને બરાબર ક્રિસ્પી થાય ત્યાં સુધી ડીપ ફ્રાય કરો. સરસ ક્રિસ્પી અને અંદરથી કુક થઇ જાય ત્યાં સુધી ફ્રાય કરો.

*તમે મુકેલા ઓઈલ અને પેનમાં સમાય એ પ્રમાણે તેમાં પકોડીઓ મુકો, વધારે મુકવી નહી. ઓઈલ વધારે ઠંડુ હશે તો પકોડી ઓઈલ વધારે એબસોર્બ કરશે અને વધારે ગરમ હશે તો પકોડી અંદરથી કાચી રહેશે તો ઓઈલ વધારે ઠંડુકે ગરમ નાં હોય તેનું ધ્યાન રાખવું.

આ પ્રમાણે બધા બેટરમાંથી ક્રિસ્પી મુંગ દાલ પકોડી ફ્રાય કરી લ્યો.

હવે સર્વ કરવા માટે ક્રિસ્પી મુંગ દાલ પકોડી રેડી છે. ફ્રાય કરેલા લીલા મરચા, કેચપ કે લીલી ચટણી સાથે સ્વાદિષ્ટ, ગરમા ગરમ ક્રિસ્પી મુંગ દાલ પકોડી વરસતા વરસાદમાં નાના મોટા બધાને ખાવાની ખુબજ મજા પડશે. તમે પણ ક્રિસ્પી મુંગ દાલ પકોડીની મારી આ પરફેક્ટ અને ટીપ્સ સાથેની રેસીપી ફોલો કરીને ચોક્કાસથી બનાવજો.

વિડિઓ રેસિપી:


રસોઈની રાણી : શોભના વણપરિયા

અમારી યુટ્યુબ ચેનલ : Leena’s Recipes

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *