મસ્કમેલન-મોસંબી-કોકોનટ ડ્રીંક્સ – મસ્ક મેલન, મોસંબી અને ટેંડર કોકોનટ વોટરના મિશ્રણથી બનતું ડ્રીંક્સ સ્વાસ્થ્ય માટે અતિશય ફાયદાકારક છે.

મસ્કમેલન-મોસંબી-કોકોનટ ડ્રીંક્સ :

કુદરતે લોકોને ઋતુ પ્રમાણે ફળો પણ આપ્યા છે. ઉનાળાની ઋતુમાં – ગરમીમાં આવતા વોટરી ફ્રુટ્સ માર્કેટ માં ખૂબજ મળવા લાગે છે. વોટરમેલન-તરબુચની સાથે સાથે મસ્ક મેલન-શક્કર ટેટી પણ સારા એવા પ્રમાણમાં હાલ મળી રહી છે. તે પણ હાઇડ્રેટિંગ ફ્રુટ છે. જે અનેક સાત્વિક ગુણોથી ભરપૂર છે. સૌ પ્રથમ તો મસ્ક મેલન ખાવાથી શરીરને શક્તિ અને ઠંડક પણ મળે છે. દ્રષ્ટિ માટે ખૂબજ લાભદાયક છે. સ્કિનને સ્મુધ રાખે છે, અકાળે પડતી કરચલીઓથી દૂર રાખે છે. રોગ પ્રતિકારક શક્તિ આપે છે. તેમજ બ્લડ પ્રેશર નિયંત્રીત રાખવામાં મદદરુપ થાય છે અને પાચન શક્તિ વધારે છે. આ સાથે ઉમેરવામાં આવેલું મોસંબી પેઢામાં થતો રક્તસ્ત્રાવ રોકે છે, મોસંબીના જ્યુસમાં વિટામિન સી ભરપૂર માત્રામાં રહેલું છે. તેથી સ્કર્વીના ઇલાજ માટે સૌથી વધારે મોસંબી ઉપયોગી થાય છે.

મોસંબી સ્નાયુઓમાં થતું ખેંચાણ અટકાવે છે. એટલે ખાસ એથલેટ્સ માટે મોસંબીનો રસ મહત્તમ આગ્રહણીય છે. કારણકે તેઓને સખત વર્કઆઉટ પછી સ્નાયુઓનું ખેંચાણ રહેતું હોય છે. તેમજ મોસંબીનો જ્યુસ શરીરને હાઈડ્રેટ કરે છે. જે લોકોને ઘર્માં કે બહાર વધારે વર્ક રકેતુ હોય તેના માટે મોસંબી બેસ્ટ છે.

ઉપરાંત આ ડ્રીંક્સમાં ઉમેરેલું ટેંડર કોકોનટનું પાણી તો અમૃત સમાન છે. કેમકે તે અનેક પોષક તત્વોનો સારો એવો સ્ત્રોત છે. તે એન્ટીઓક્ષિડંટ છે. તેનાથી ડાયાબિટીઝમાં ફાયદો થાય છે. કીડનીમાં થતી પથરી દૂર કરવા માટે અને થતી રોકવા માટે ખૂબજ ફાયદાકારક છે. હ્રદયની તંદુરસ્તી જાળવી રાખે છે. તેમજ બ્લડ પ્રેશર ઘટાડવામાં પણ મદદ રુપ થાય છે. લાંબા સમય સુધી વ્યાયામ કર્યા પછી ફાયદાકારક છે કારણકે ટેંડર કોકોનટ વોટર હાઇડ્રેશનનો સ્વાદિષ્ટ સ્રોત છે. એનર્જીક છે.

આમ આ ત્રણેય – મસ્ક મેલન, મોસંબી અને ટેંડર કોકોનટ વોટરના મિશ્રણથી બનતું ડ્રીંક્સ સ્વાસ્થ્ય માટે અતિશય ફાયદાકારક છે. અને બનાવવું પણ ઘણું સરળ છે.

તો આજે હું આપ સૌને મસ્ક મેલન-મોસંબી-કોકોનટ ડ્રીંક્સની રેસિપિ આપી રહી છું. ચોક્કસથી બનાવજો. હેલ્થ માટે ખૂબજ ફાયદા કારક છે.

મસ્કમેલન-મોસંબી-કોકોનટ ડ્રીંક્સ બનાવવા માટેની સામગ્રી:

  • 1 ½ ક્પ મસ્કમેલન
  • 1 ક્પ મોસંબીનો જ્યુસ
  • 1 કપ ટેંડર કોકોનટ વોટર – લીલા નાળિયેરનું પાણી
  • 1 પિંચ બ્લેક સોલ્ટ
  • 2 ટેબલ સ્પુન સુગર પાવડર અથવા તમારા સ્વાદ મુજબ
  • 4-5 મોટા આઇસ ક્યુબ

મસ્કમેલન-મોસંબી-કોકોનટ ડ્રીંક્સ બનાવવાની રીત :

એક મસ્ક્મેલન ( શક્કર ટેટી ) લઇ તેની જરુર સ્લાઇઝ કરી લ્યો. ત્યારબાદ તેમાં ચપ્પુ વડે ઉભા કાપા પાડી 1 ½ કપ નાના પીસ કાપી લ્યો. તેને સાઇડ પર રાખો.

હવે મોસંબી કાપી તેમાંથી 1 કપ તેનો જ્યુસ કાઢી લ્યો. સાઇડ પર રાખો.

ત્યારબાદ એક ટેંડર કોકોનટ ( લીલુ નાળિયેર) લઇ તેના ઉપરનો ભાગ કાપી તેમાં હોલ પાડી 1 કપ કોકોનટ વોટર કાઢી લ્યો.

હવે ગ્રાઇંડરનો શેઇક બનાવવા માટેનો મોટો જાર લ્યો.

સૌ પ્રથમ તેમાં મસ્ક મેલનના પીસ ઉમેરી ગ્રાઇંડ કરી લ્યો. ( કેમકે ઘણી વાર મસ્ક મેલન થોડું કડક હોવાથી પીસ બરાબર ક્ર્શ ના થતા અધકચરા રહી જતા હોય છે).

મસ્ક મેલનના પીસ બરાબર ક્રશ થઇ જાય એટલે તેમાં મોસંબીનો 1 કપ જ્યુસ ઉમેરી દ્યો.

ગ્રાઇંડર ½ મિનિટ ચલાવી મિક્સ કરી લ્યો.

તે મસ્ક મેલન અને મોસંબીના બનેલા મિશ્રણમાં, જારમાં જ ટેંડર કોકોનટનું 1 કપ વોટર ઉમેરી દ્યો.

ત્યારબાદ ફરીથી 2 મિનિટ ગ્રાઇંડર ચલાવી બધું મિશ્રણ એકરસ કરો. આઇસ ક્યુબ ઉમેરી ચર્ન કરી લ્યો.

હવે તેમાં જ 1 પિંચ બ્લેક સોલ્ટ અને 2 ટેબલ સ્પુન સુગર પાવડર અથવા તમારા સ્વાદ મુજબ સુગર ઉમેરી ગ્રાઇંડર બધું મિક્ષ થાય એટલી વાર જ ચલાવી બધું મિશ્રણ એકરસ કરી લ્યો.

સુગરના બદલે સ્વાદ મુજબ હની-મધ ઉમેરીને આ ડ્રીંક્સને વધુ હેલ્ધી બનાવી શકાય છે.

તો હવે રેડી છે સર્વ કરવા માટે મસ્ક મેલન-મોસંબી-કોકોનટ ડ્રીંક્સ.

સર્વિંગ ગ્લાસમાં પોર કરી તેમાં મસ્કમેલનના બોલ્સ મૂકી ગાર્નિશ કરો.

કુલ-કુલ મસ્કમેલન-મોસંબી-કોકોનટ ડ્રીંક્સ ટેસ્ટમાં ખૂબજ સરસ અને સુપર ન્યુટ્રીયંટ વેલ્યુ ધરાવતું ડ્રીંક્સ છે. તેનાથી ખૂબજ એનર્જી મળે છે. ઇમ્યુનિટિ પાવર પણ વધારે છે.

ચોક્કસથી બધા મારી આ રેસિપિ ફોલો કરીને બનાવજો અને બધાને સર્વ કરજો.

રસોઈની રાણી : શોભના વણપરિયા

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *