એક ચમચી તેલમાં બનાવો ક્રીસ્પી ચટપટી પોટેટો વેજિઝ, હેલ્થી અને ટેસ્ટી…

બાળકોને અને મોટાઓને પોટેટો ચિપ્સ બહુ ભાવતી હોય છે પણ વારંવાર તળેલુ ખાવું તે સ્વાસ્થ્ય માટે યોગ્ય ન હોવાથી આ સાવ જ ઓછા તેલમાં બની જતી પોટેટો વેજિઝ ચોક્કસ ટ્રાય કરો. તે તમારા ટેસ્ટ બડ્સને પણ સંતોષશે અને તમારા શરીરને નુકસાન પણ નહીં કરે.

પોટેટો વેજિઝ બનાવવા માટે સામગ્રી

3 મોટા બાટાટા

1 ચમચી તેલ

½ ચમચી ચાટ મસાલો

½ ચમચી લાલ મરચુ પાઉડર

½ ચમચી ધાણા જીરુ પાઉડર

1 લીંબુનો રસ

1 ચમચી ખાંડ

સ્વાદ પ્રમાણે મીઠુ

પોટેટો વેજિઝ બનાવવા માટેની રીત

સૌ પ્રથમ ત્રણ મોટી સાઇઝના બટાટા લેવા તેની છાલ ઉતારી લેવી. અને તેમાંથી એક જ સાઇઝની ચીપ્સ કાપી લેવી. અહીં એક બટાટામાંથી ટોટલ 8 ચીપ્સ સમારવામાં આવી છે. ચીપ્સ બધી જ એક જ સાઇઝની હોવી જોઈએ જેથી કરીને તેને કુક કરતી વખતે તે કાચી પાકી ન રહી જાય.

હવે એક નોનસ્ટીક પેન લેવું. બને ત્યાં સુધી જો ઘરમાં નોનસ્ટીક પેન હોય તો તે જ લેવું. હવે તેમા માત્ર અરધી જ ચમચી તેલ ઉમેરવું. સામાન્ય રીતે ચીપ્સને આપણે ડીપ ફ્રાય કરતાં હોઈએ છીએ પણ આ પોટેટો વેજીસમાં તમારે નામનું જ તેલ વાપરવાનું છે.

હવે પેનમાં સમાય તેટલી ચીપ્સ તેમાં બરાબર પાથરી દેવી. અહીં કાપેલી ચીપ્સમાંથી અરધી જ ચીપ્સ લેવામાં આવી છે. અને તેને એકવાર ઉથલાવીને પેનમાંનું તેલ બધી જ ચીપ્સને ચોંટી જાય તેમ હલાવી લેવી.

હવે બધી જ ચીપ્સ પર તેલ ચોંટી જાય એટલે પેનને ઢાંકણા વડે ઢાંકી લેવી અને તેને તેમ જ શેકાવા દેવી. ગેસની ફ્લેમ સાવ જ ધીમી રાખવી જો વધારે રાખશો તો એક બાજુથી બળી જશે અને બાકીની બાજુ કાચી રહી જશે.

ત્રણ-ચાર મિનિટ તેને એકદમ ધીમા ગેસે ચડવા દેવી. અને જો તમને લાગતું હોય કે નીચેથી ચોંટી જાય છે તો બે મિનિટ બાદ ચેક કરી લેવું અને જો નીચેની બાજુ શેકાઈ ગઈ હોય તો તેને પલટી લેવું. અને વચ્ચેની બાજુ ગેસની ફ્લેમ વધારે હોવાથી વચ્ચેની ચિપ્સ વહેલી શેકાઈ જાય છે માટે તેને બાજુ પર કરી લેવી અને બાજુની વચ્ચે લાવી દેવી.

હવે ચિપ્સને બરાબર હલાવી લીધા બાદ તેને ફરી 4-5 મિનિટ સુધી ચડવા માટે ઢાંકી દેવી. આ દરમિયાન ફ્લેમ ધીમી જ રાકવી.

બે-ત્રણ મીનીટ બાદ ઢાકણું હટાવીને ચિપ્સમાં ચપ્પુ નાખીને ચેક કરી લેવું કે ચીપ્સ બફાઈ છે કે નહીં. તમે જોશો તો 8-10 મિનિટમાં બટાટા ચડી જશે. હવે જે ચિપ્સની જે બાજુ ક્રિસ્પી ન થઈ હોય તેને પલટાવી તેને ક્રિસ્પિ કરી લેવી.

2-3 મિનિટ બાદ તમે જોશો કે ચિપ્સ બરાબર શેકાઈ ગઈ હશે. બધી જ ચિપ્સ એક સરખી હોવાથી કોઈ ચડી જાય અને કોઈ કાચી રહી જાય તેવું પણ નહીં બને.

હવે ચિપ્સ બરાબર ચડી જાય અને તેની બધી જ બાજુ ક્રિસ્પિ થઈ જાય એટલે તેમાં મસાલો કરી લેવો. મસાલામાં પા ચમચી ચાટ મસાલો, પા ચમચી કાશ્મીરી લાલ મરચુ, પા ચમચી ધાણાજીરુ પાઉડર અને સ્વાદ પ્રમાણે મીઠુ ઉમેરી દેવું.

હવે ખટાશ ઉમેરવા માટે અહીં અરધા લીંબુનો રસ ઉમેરવામાં આવ્યો છે. તમે લીંબુની જગ્યાએ આમચુર પાઉડર પણ ઉમેરી શકો છો.

હવે ખટાશને બેલેન્સ કરવા માટે અહીં થોડી ખાંડ ઉમેરી દેવી. અહીં નાની અરધી ચમચી ખાંડ લેવામાં આવી છે. હવે બધી સામગ્રી બરાબર મિક્સ કરી લેવી. આ દરમિયાન ફ્લેમ સાવ જ ધીમી રાખવી.

હવે આ બધા જ મસાલાને ખાંડ ઓગળી જાય ત્યાં સુધી શેકાવા દેવા. તેમાં 2-3 મિનિટનો સમય લાગશે. આ દરમિયાન થોડી-થોડી વારે હલાવતા રહેવું.

ખાંડ ઓગળી જાય અને બધા મસાલા શેકાઈ જાય એટલે સમજવું કે તમારી સાવ જ ઓછા તેલવાળા પોટેટો વેજીઝ તૈયાર છે.

હવે પેનમાંથી પોટેટો વેજિઝ સર્વિંગ પ્લેટમા લઈ લેવા. તેને તમે કોથમીરની લીલી ચટની તેમજ ટોમેટો સોસ સાથે ખાઈ શકો છો. આ પોટેટો ચિપ્સ સ્વાદમાં એકદમ ચટપટા લાગે છે. નાના-મોટા સહુને આ ખુબ જ ભાવશે.

પોટેટો વેજિઝ બનાવવા માટે વિગતવાર વિડિયો


રસોઈની રાણી : સીમાબેન

સૌજન્ય : કીચ કૂક

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *