આજે જાણો નાળિયેર સ્વાસ્થ્ય માટે કેટલું ઉપયોગી છે એના વિષે

નાળિયેર

નાળિયેર એ કુદરતે આપેલું ચમત્કારી ફળ છે. જમીનથી 10-15 ફૂટ ઉપર ઝાડની ડાળીઓ પર ઉગેલા આ ફળના દરેક ભાગ મનુષ્યને કામમાં આવે છે. પછી તેનું પાણી હોય અંદરનું નાળીયેર હોય કે તેના ઉપરના છોડા હોય. નાળિયેરનું મહત્ત્વ આપણા વડવાઓએ વર્ષો પહેલાંથી સમજાવ્યું હશે માટે જ કદાચ દરેક ભગવાનને આ ધરાવવામાં આવે છે.

ડાયટમાં પણ નાળિયેરનું મહત્ત્વ નીરાળુ ગણવામાં આવે છે. નાળીયેરનું દૂધ તેમાંથી બનતું દહીં, જાડું દૂધ (ક્રીમ) નાણીયેરનું પાણી તેમ જ તેનુ તેલ દરેક વસ્તુનું મહત્ત્વ જુદું જુદું છે.

નાળિયેર પાણીઃ-

નાળીયેર પાણીનું મહત્ત્વ કંઈક જુદુ જ છે. લીલા નાળીયેરમાં આવતું પાણી ખૂબ જ ઉપયોગી છે. આ ઉપરાંત પાકેલા નાળીયેરમાં પણ પાણી મળી આવે છે. નાળીયેરનું પાણી સ્વાદમાં મીઠું હોય છે. તેમાં ઇલેક્ટ્રોલાઇટ્સ ઘણા બધા હોય છે. લડાઈ સમયે સરહદો પર તેનો ઉપયોગ સલાઈન તરીકે સીધું બ્લડમાં ચઢાવીને કરવામાં આવતો હતો. હવે તો બહારના દેશોમાં તેનું પાણી બોક્સમાં બીજા ઠંડાપીણાની જેમ વેચાય છે. જુદી જુદી રમતો રમતી વખતે નારીયેળ પાણીનો ઉપયોગ તેમાંના ઇલેક્ટ્રોલાઇટના લીધે. વાપરવામં આવે છે. પરંતુ એક રીસર્ચમાં જાણવા મળ્યું છે કે તેમાં સોડિયમનું પ્રમાણ ઘણું ઓછું હોય છે તેથી સ્પોર્ટ્સમેનો તેનો ઉપયોગ કરે તો જોઈએ તેટલો ફાયદો થતો નથી.

પરંતુ પેકિંગમાં વેચવામાં આવતા નારીયેળપાણી બહુ હિતાવહ હોતા નથી કારણ કે જ્યારે હવાના સંપર્કમાં આવે ત્યારે તેમાંના પોષકતત્ત્વો ઓછા થાય છે. અને તેમાં ફર્મેન્ટેશન થવા માંડે છે. તાજા નાળીયેરમાં શુદ્ધતા સાથે કુદરતી ગળપણ હોય છે. તેમાં મોટાભાગના એનર્જીડ્રીંક કરતાં વધુ પોટેશિયમ છે. તેમાં સોડિયમ ઓછું છે. તેમાં નેચરલ શુગર છે તે ઉપરાંત ક્લોરાઇડ પણ એનર્જી ડ્રીંક કરતાં વધુ છે. તે કીડનીના રોગો થતાં અટકાવે છે. માતાના દૂધમાં મળતું લોરીક એસીડ પણ નાળિયેરના પાણીમાં મળતું જોવા મળે છે.

નાળિયેરનો માવોઃ-

નાળિયેરની અંદર ફાઇબર્સ ખૂબ જ હોય છે માટે જ કબજીયાતવાળા માટે ઘણું ફાયદાકારક છે. આ ઉપરાંત ઓછા વજનવાળાઓને વજન વધારવા માટે, બોડી બિલ્ડર્સને મસલ્સ વધારવા માટે નાળિયેર મદદરૂપ થાય છે. આ ઉપરાંત ફ્લુ અથવા હર્નિયા, ઓરી, અછબડા જેવા વાઇરસને થતા અટકાવવા માટે નાળિયેર ખૂબ ઉપયોગી છે. અલ્સર ગળાના ઇન્ફેક્શન અથવા દાંતના દુઃખાવા માટે જવાબદાર બેક્ટેરીયાનો નાશ કરે છે. બાળકોને પેટમાં થતાં કરમીયાનો નાશ કરે છે. શરીરમાં ઇસ્યુલીન બનાવવામાં મદદરૂપ થાય છે અને ડાયાબીટીસથી થતાં નુકસાનથી બચાવે છે. અલ્સરેટીસ, કોલાઈટીસ, અલ્સર વગેરે રોગોમાં ઉપયોગી છે. ચહેરાની સ્કીનના લસ્ટર અને વાળ માટે નાળિયેરનો માવો ઉપયોગી છે.

પરંતુ નાળિયેરમાં તેલનો અથવા ચરબીનો ભાગ વધુ હોવાથી તેનો વપરાશ વધુ પડતો કરી શકાય નહીં. વધુ પડતું ખાવાથી વજન વધવાની તકલીફો થઈ શકે છે. તેમાં સેચ્યુરેટેડ ફેટ વધુ હોવાથી વધુ પડતી હાઈ કોલેસ્ટેરોલવાળા લોકોએ લેવું નહીં.

નાળિયેરનું તેલઃ-

તેલ કેઈપણ પ્રકારનું હોય તેની કેલેરી સરખી જ હોય છે. નાળીયેરના માવામાંથી તેનું તેલ કાઢવામાં આવે છે પરંતુ તે આ તેલના પોષકત્તત્વો તેની ગુણવત્તા પર નિર્ભર છે. લો-ક્વોલીટીના નાળિયેર તેલનો વપરાશ થવો જોઈએ નહીં. આ તેલમાં કેમીકલ્સના ભાગ આવતા હોય છે અને શરીર માટે નુકસાનકારક છે. પંરતુ વ્યવસ્થીત રીતે બનાવવામાં આવતાં હાઇક્વોલીટી કોકોનટ ઓઇલ શરીર માટે ફાયદાકારક છે. વર્જીન કોકોનટ તેલમાં તાજા ટોપરામાંથી તેલ કાઢવામાં આવે છે નહીં કે સૂકાઈ ગયેલા ટોપરામાંથી.

નાળિયેરનું દૂધઃ-

નાળિયેરના માવાને ગરમ પાણી સાથે ભેગું કરીને તેનું દૂધ બનાવવામાં આવે છે. તે દૂધ જાડુ ક્રીમ જેવું જાડુ દૂધ ડેઝર્ટ અને સોસ બનાવામાં કામમાં આવે છે. જ્યારે પાતળામાંથી જુદા જુદા સૂપ અને શાકભાજીવાળી વાનગીઓ બનાવવામાં આવે છે.

સ્વાદમાં ખૂબ સ્વાદિષ્ટ લાગતું આ નાળિયેરનું દૂધ કેલેરીમાં ખૂબ જ વધુ હોય છે. તેમાં ફેટનું પ્રમાણ પુષ્કળ હોય છે. તેમાં વિટામીન, પોટેશિયમ, મીનરલ્સ વગેરે ભરપૂર પ્રમાણમાં હોય છે. પરંતુ વધુ પડતી કેલેરીના લીધે તેનો વપરાશ વધુ પડતો કરવાથી વજન વધી શકે છે. આ ઉપરાંત તેના કેલ્શીયમનું પ્રમાણ જોવા મળથું નથી માટે દૂધની જગ્યાએ તેનો ઉપયોગ કરવો હિતાવહ નથી.

ન્યુટ્રીશનલ ફેક્ટ્સ

પાણીનો ભાગ(ગ્રામમાં) પ્રોટીન ફેટ … કેલેરી

તાજુ નાળિયેર 36.3 4.5

નાળિયેરની મલાઈ 90.8 0.9

સૂકું નાળિયેર 4.3 6.8

નાળિયેરનું દૂધ 42.8 3.4

નાળિયેરનું પાણી 43.8 1.4

નાળિયેરનું તેલ 0

PUFA 2

SFA 98

Leave a comment

Your email address will not be published. Required fields are marked *